જી.એસ.ટી કાઉન્સીલ ની 35 મી મિટિંગ ના મહત્વ ના નિર્ણયો

Spread the love
Reading Time: 2 minutes

તા: ૨૧.૦૬.૨૦૧૯: તા 21.06.2019 ના રોજ જી.એસ.ટી. કાઉન્સીલ ની 35 મી મિટિંગ નવી દિલ્હી ખાતે મળેલ હતી. આ મિટિંગ એ નાણાંમંત્રી તરીકે નિર્મળા સિથારમણ ની પ્રથમ મિટિંગ હતી. આ મિટિંગ ના મહત્વ ના  નિર્ણયો નીચે મુજબ છે. યાદ રહે જી.એસ.ટી. કાઉન્સીલ ની ભૂમિકા માત્ર સરકાર ને જી.એસ.ટી. બાબતે સલાહ સૂચનો આપવાની છે. આ સલાહ-સૂચન નો અમલ કરવો કે નહીં તે સરકાર નક્કી કરી શકે છે. આમ, આ તમામ નિર્ણય ત્યારેજ અમલી બનશે જ્યારે સરકાર આ અંગે ના નોટિફિકેશન/રીમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર બહાર પાડવામાં આવશે.  

 

1.    ઇ ઇંવોઇસ ની સિસ્ટમ ને જાન્યુવારી ૨૦૨૦ તબબ્કાવાર ધોરણે થી મરજિયાત ધોરણે શરૂ કરવામાં આવશે.

 

2.   નવા જી.એસ.ટી. ના રિટર્ન ફોર્મ્સ ને તબક્કાવાર રીતે અમલ માં મૂકવામાં આવશે.

 

·         જુલાઇ 19 થી સપ્ટેમબર 19 થી કરદાતા માટે ટ્રાઇલ માટે શરૂ કરવામાં આવશે.

 

·         કરદાતા એ આ સમય દરમ્યાન 3B તથા GSTR 1 ભરવાનું ચાલુ રખવાનું રહેશે.

 

·         ઓક્ટોબર 19 પછીથી મોટા કરદાતા (5 કરોડ થી વધુ ટર્નઓવર) માટે GST ANX 1 ફરજિયાત કરી દેવામાં આવશે.

 

·         નાના કરદાતા માટે GST ANX 1 ઓક્ટોબર થી ડિસેમ્બર 2019 ના પત્રક થી એટલેકે તે ફોર્મ જાન્યુવારી 20 માં ભરવાનું થશે.

 

·         ઓક્ટોબર અને નવેમ્બર 2019 માટે મોટા કરદાતાઓએ GSTR 3B ભરવાનું રહેશે. ડિસેમ્બર 2019 થી GST RET-01 ભરવાના રહેશે.

 

·         ઓક્ટોબર 2019 થી નાના કરદાતાઓએ GSTR 3B ભરવાના બંધ કરી દેવાના રહેશે. તેની જગ્યાએ તેઓએ PMT 08 ફોર્મ ભરવાનું શરૂ કરવાનું રહેશે. તેમણે GST RET-01 ફોર્મ ઓક્ટોબર થી ડિસેમ્બર ક્વાટર નું ભરવાનું થશે.

 

·         જાન્યુવારી 2020 થી GSTR 3B સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવશે.

 

3.   2017-18 ના જી.એસ.ટી. ના વાર્ષિક રિટર્ન GSTR 9 તથા 9A તથા રિકનસીલેશન સ્ટેટમેન્ટ 9C ભરવાની મુદત 30.06.2019 થી વધારી ને 31.08.2019 કરી આપવામાં આવે તેવું સૂચન કરવામાં આવેલ છે.  

 

4.   જોબ વર્ક માટે માલ મોકલે ત્યારે કરદાતા એ ભરવાનું જુલાઇ 2017 થી જૂન 2019 સુધીના  ફોર્મ ITC 04  ભરવાની મુદત વધારી ને 31.08.2019 કરી આપવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે.

 

5.   સતત 2 રિટર્ન ના કસૂરદાર કરદાતા ના કિસ્સા માં ઇ વે બિલ ના બનાવી શકવાના નિયમ ને 21.08.2019 સુધી લંબાવવા માં આવે. હાલ આ સિસ્ટમ 21.06.2019 થી લાગુ થયેલ છે.

 

6.   નોટિફિકેશન 2/2019, તા: ૦૭.૦૩.૨૦૧૯ (સેવા કરદાતાઓ માટે ની કંપોઝીશન સ્કીમ નું નોટિફિકેશન) માટે અરજી કરવા માટે કરદાતાઓ ને વધુ એક તક આપવામાં આવે અને આ અરજી ૩૧.૦૭.૨૦૧૯ સુધી કરી શકવાની છૂટ આપવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે.

 

                                                                                                                   ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!