જી.એસ.ટી. કાઉન્સીલ ની 37 મી મિટિંગ માં થયેલ મહત્વ ના નિર્ણયો:
Reading Time: < 1 minute
તા: 27.07.2019: જી.એસ.ટી. કાઉન્સીલ ની 37 મી મિટિંગ વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી. આ મિટિંગ માં નીચેના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
- ઇ વિક્લ્સ ઉપર વેરનો દર 12% થી ઘટાડી 5% કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.
- ઇ વિહિકલ ના ચાર્જર નો દર 18% થી ઘટાડી 5% કરવા જાહેરાત કરેલ છે.
- નગર પાલિકા, મ્યુનિસિપાલિટી ને ઇ વિહિકલ ભાડે આપવામાં આવે તો તેમાં જી.એસ.ટી. મુક્તિ આપવાની જાહેરાત
- કંપોઝીશન ની અરજી (નાના સર્વિસ પ્રોવાઇડર) કરવાની સમય મર્યાદા 31.07.19 થી વધારી 30.09.2019 કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.
- કંપોઝીશન નું ફોર્મ CMP 08 ભરવાની મુદત 07.2019 થી વધારી 31.08.2019 કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.
અલબત એ જાણવું જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ ની ભલામણો નો અમલ ત્યારેજ થાય જ્યારે આ અંગે ના નોટિફિકેશન/રીમુવલ ઓફ ડિફીકલ્ટી ઓર્ડર બહાર પાડવામાં આવે.
બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે