જી.એસ.ટી. કાઉન્સીલ ની 37 મી મિટિંગ ના મહત્વ ના નિર્ણય:

Spread the love
Reading Time: 3 minutes
  • ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

તા. 21.09.2019: જી.એસ.ટી. કાઉન્સીલ ની 37 મી મિટિંગ 20 સપ્ટેમ્બર ના રોજ ગોવા ખાતે મળેલ હતી. આ મિટિંગ માં નીચેના નિર્ણયો લેવામાં આવેલ છે. વાચકો ની સરળતા માટે માત્ર મુખ્ય/જરૂરી નિર્ણયો જ આ લેખ માં લેવામાં આવ્યા છે.

વેરા ના દર સંબંધિત ફેરફારો:

  1. હોટેલ (ગેસ્ટ હાઉસ) માટે ના જી.એસ.ટી. રેઇટ માં કરવામાં આવેલ ઘટાડો. હવે 1000 થી માંડી ને 7500 સુધી ટેરિફ વાળા રૂમ પર લાગશે 12% જી.એસ.ટી. 7501 ઉપર ના ટેરિફ માટે જ 18% જી.એસ.ટી. લાગશે.

 

  1. આઉટડોર કેટરિંગ જેના ઉપર હાલ 18 % જી.એસ.ટી. હતો તેનો દર પણ ઘટાડી 5% કરવા જાહેરાત. જોકે આ સેવા આપનાર ને ઇનવર્ડ સપ્લાય ઉપર ITC (ઈન્પુટ ટેક્સ ક્રેડિટ) મળી શકશે નહીં.

 

  1. ડાયમંડ માટે ના જોબવર્ક ઉપર હાલ નો જે 5% નો જી.એસ.ટી. નો દર છે તે ઘટાડી 1.5% કરવા જાહેરાત કરવામાં આવેલ છે.

 

  1. મશીન જોબવર્ક માટે નો જી.એસ.ટી. વેરા નો દર 18% થી ઘટાડી 12%. જોકે આ મશીન જોબ વર્ક માં બસ બોડી જોબ વર્ક ઉપર 18% નો જી.એસ.ટી. નો દર ચાલુ રહેશે.

 

  1. ફ્રૂટ, નટ્સ, વેજીટેબલ, મસાલા, કોપરા, શેરડી, ગોળ વગેરે ઉપર વેરહાઉસ ઉપર નો જી.એસ.ટી. માફ કરવા જાહેરાત.

 

  1. એકસપોર્ટ ઉપર ના સી ફ્રેટ ની મુક્તિ 1 વર્ષ વધારવા જાહેરાત. હવે આ મુક્તિ 30.09.2020 સુધી લંબાવવા માં આવશે.

 

  1. સ્લાઇડ ફાસ્ટનર ઉપર ણો જી.એસ.ટી. નો દર 18% થી ઘટાડી 12% કરવામાં આવશે.

 

  1. મરીન ફ્યુઅલ (FO) નો જી.એસ.ટી નો દર 18% થી ઘટાડી 5% કરવા જાહેરાત.

 

  1. વેટ ગ્રાઈન્ડર ઉપર નો જી.એસ.ટી. નો દર 12% થી ઘટાડી 5% કરવા જાહેરાત.

 

  1. સૂકી હળદર ઉપર નો દર 5% થી ઘટાડી શૂન્ય કરવા સૂચન.

 

  1. પાંદડા, ફૂલ જેવી વસ્તુઓ દ્વારા બનેલ પ્લેટ તથા કપ નો દર 5% માથી ઘટાડી શૂન્ય કરવા સૂચન.

 

  1. કેફિન વાળા એરીટેડ ડ્રિંક્સ ઉપર નો જી.એસ.ટી. દર 18% થી વધારી 28 % કરવા સૂચન. ઉપરાંત આ પ્રકાર ના ડ્રિંક્સ ઉપર 12% કંપેનશેશન સેસ પણ લગાડવા સૂચન.

 

  1. પેટ્રોલ તથા ડીઝલ ના 13 વ્યક્તિ સુધી ની ક્ષમતા વાળા મોટર વિહીકલ ઉપર સેસ માં ઘટાડો.

 

  1. એરીએટેડ ડ્રિંક ઉત્પાદક ને કંપોઝીશન નો લાભ નહીં આપવામાં આવે.

 

  1. ઇનવરટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર હેઠળ ટોબેકો પ્રોડક્ટ ને કંપેનશેશન સેસ ના રિફંડ નો લાભ નહીં આપવામાં આવે.

 

16. ફિશમિલ ને 01.07.2017 થી 30.09.2019 સુધી કરમુક્ત જાહેર કરવા સૂચન. (આ બાબત જી.એસ.ટી. ની શરુઆત થી ચર્ચા નો તથા વિરોધ નો વિષય               હતી. મળતી માહિતી મુજબ ફિશ મિલ ઈન્ડસ્ટ્રી ના 58 યુનિટ સામે કરોડો ની ડિમાન્ડ ઊભી હતી. આ યુનિટો સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા                       હડતાળ ઉપર હતા. પૂરક માહિતી બદલ ટેક્સ ટુડે સ્પેશિયલ કરસપોનડ્ંટ CA દિવ્યેશ સોઢા નો ખાસ આભાર)

 

વિધિગત ફેરફારો (પ્રોસીજરલ ફેરફારો)

 

  1. 2017 18 તથા 2018 19 માટે જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવામાં થી કંપોઝીશન ટેકસેબલ પર્સન ને મુક્તિ. આ ઉપરાંત 2 કરોડ સુધી ના ટર્નઓવર ધરાવતા કરદાતા માટે પણ 2017 18 તથા 2018 19 ના વાર્ષિક રિટર્ન ભરવા મરજિયાત બનાવવા માં આવ્યા.

 

  1. વાર્ષિક રિટર્ન તથા ઓડિટ ને સરળ બનાવવા ઓફિસરો ની એક કમિટી બનાવવા ની જાહેરાત.

 

  1. અપેલેટ ટ્રાઈબ્યુનલ કાર્યરત ના હોય, અપીલ અધિકારી ના નિર્ણય સામે અપીલ કરવાની મુદત માં વધારો કરવા ની જાહેરાત.

 

  1. વેચનાર કરદાતા પોતાનું આઉટવર્ડ સપ્લાય નું રિટર્ન સમયસર ભારે તે માટે, રેસીપીયંટ ઉપર જો તેમના સપ્લાયર દ્વારા આઉટવર્ડ સપ્લાય નું રિટર્ન નહીં ભરેલ હોય તો ક્રેડિટ લેવા સંબંધી મૂકવામાં આવશે પ્રતિબંધો.

 

  1. નવા જી.એસ.ટી. રિટર્ન હવે ઓક્ટોબર 2019 ના બદલે એપ્રિલ 2020 થી અમલી બનશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. ત્યાં સુધી હાલ માં પ્રવર્તમાન રિટર્ન સિસ્ટમ ચાલુ રહેશે.

 

  1. કરદાતા ની તરફેણ માં આવેલ અપીલ આદેશ અન્વયે રિફંડ લેવા Form GST RFD-01A અંગે સર્ક્યુલર બહાર પડશે.

 

  1. NIL રિફંડ અરજી થઈ ગયા ના કિસ્સામાં ફરી રિફંડ માટે ની અરજી કરી શકાય તે અંગે સર્ક્યુલર બહાર પડાશે.

 

  1. પોસ્ટ સેલ્સ ડીસકાઉન્ટ અંગે નો વિવાદિત સર્ક્યુલર બહાર પડ્યો ત્યારથી રદ્દ કરવામાં આવશે.

 

  1. એકજ અધિકારી દ્વારા રિફંડ ચૂકવવા ની પદ્ધતિ સપ્ટેમ્બર 2019 થી કાર્યરત થશે.

 

  1. આધાર ને જી.એસ.ટી. રજીશટ્રેશન સાથે લિન્ક કરવા અંગે સૈદ્ધાંતિક મંજૂરી.

 

  1. રિફંડ માટે આધાર લીંકિંગ ફરજિયાત થઈ શકે છે.

 

  1. નવા જી.એસ.ટી. નોંધણી લેનાર કરદાતા તથા રિસ્ક કેટેગરી વાળા કરદાતા માટે રિફંડ લેવા ઉપર નિયંત્રણો મૂકવામાં આવી શકે છે.

 

ઉપરોક્ત ફેરફારો 01 ઓક્ટોબર 2019 થી લાગુ થશે તેવું આ અંગે ની પ્રેસ રીલીઝ માં જણાવવામાં આવ્યું છે.

(ખાસ નોંધ: વાચકમિત્રો, એ બાબત જાણવી ખૂબ જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા લેવામાં આવેલ નિર્ણય એ સૂચન ના સ્વરૂપ માં હોય છે. આ નિર્ણય અંગે ની અમલવારી ત્યારે જ થાય છે જ્યારે સરકાર આ અંગે યોગ્ય નોટિફિકેશન/સર્ક્યુલર/રીમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર બહાર પડે.)     

error: Content is protected !!