જી.એસ.ટી. કાઉન્સીલ ની 39 મી મિટિંગ અંગે ના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા: આ નોટિફિકેશન અંગે સરળ ભાષામાં સમજૂતી
તા. 24.03.2020: જી.એસ.ટી. કાઉન્સીલની 39 મી મિટિંગમાં કરવામાં આવેલ સૂચનો બાબતે ઘણા નોટિફિકેશન તા. 23.03.2020 ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશન અંગે સરળ ભાષામાં સમજૂતી આપવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
નોટિફિકેશન 16/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશનથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિયમો માં ફેરફાર કરવામાં આવ્યો છે.
- નિયમ 8 માં પેટા નિયમ 4 પછી પેટા નિયમ 4A ઉમેરવામાં આવશે. આ નવા નિયમ મુજબ 01.04.2020 થી નોંધણી દાખલો મેળવવા માટેની અરજી માં આધાર વેરિફિકેશન ફરજિયાત થઈ જશે.
- નિયમ 9 માં પેટા નિયમ 1 માં પરંતુક (પ્રોવિસો) ઉમેરવામાં આવશે. આ પરંતુક મુજબ જો મરજિયાત નંબર માટે અરજી કરનાર કરદાતા જો આધાર દ્વારા આ વેરિફિકેશન કરવામાં નિષ્ફળ જાય તો તેમને નોંધણી દાખલો આપતા પહેલા સ્થળ તપાસ તેની હાજરીમાં કરવી ફરજિયાત રહેશે. આ સ્થળ તપસ વધુમાં વધુ 60 દિવસ માં કરવાની રહેશે.
- નિયમ 43 માં મહત્વ નો સુધારો કરી કેપિટલ ગુડ્સ બાબતે ક્રેડિટ લેવા તથા રિવર્સ કરવાની જોગવાઈ માં ફેરફારો કરવામાં આવ્યા છે.
- નિયમ 80 માં સુધારો કરી 2018 19 માટેના જી.એસ.ટી. ઓડિટ કરાવવું 5 કરોડ ઉપર નું ટર્નઓવર ધરાવનાર વ્યક્તિ માટેજ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
- નિયમ 86 પેટા નિયમ 4A ઉમેરી કરદાતાએ જ્યારે PMT 03 માં ખોટા હેડ માં ભરાયેલ/ડેબીટ કરાયેલ રકમ બાબતે રિફંડ ની અરજી કરેલ હોય અને જો આ રકમ યોગ્ય લાગે તો અધિકારી આ રકમ રી ક્રેડિટ કરી શકે છે.
- નિયમ 89 ના પેટા નિયમ 4 માં ફેરફાર કરી એકસપોર્ટ ના કિસ્સામાં વેલ્યુએશન બાબતે મહત્વનો ફેરફાર કરેલ છે.
- નિયમ 92 તથા 96A બાદ 96B ઉમેરવામાં આવેલ છે. આ સુધારો એક્સપોર્ટ અંગે ના નિયમો માં ફેરફાર છે.
- નિયમ 141 હેઠળ (સાઇઝ કરેલ માલ ના નિકાલ માટે) પેટા નિયમ 2 માં ફેરફાર કરી કમિશ્નર ની જગ્યાએ “પ્રોપર ઓફિસર” શબ્દ બદલવામાં આવ્યો છે.
નોટિફિકેશન 17/2020, તા. 23/03/2020:
આધાર વડે ઓથેનટીફીકેશન કરવું નીચેના કરદાતાઓ માટે ફરજિયાત રહેશે નહીં.
- ભારતના નાગરિકો ના હોય તેવા વ્યક્તિ.
- નીચેના વ્યક્તિઓ સિવાય ના કરદાતા:
- વ્યક્તિગત કરદાતા
- ઓથોરાઈસ સિગ્નેટરી
- HUF ના કર્તા
નોટિફિકેશન 18/2020 તથા 19/2020, તા. 23/03/2020:
આધાર વડે વેરિફિકેશન 01.04.2020 થી બનશે ફરજિયાત
નોટિફિકેશન 20/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન દ્વારા જમ્મુ અને કશ્મીર તથા લદાખ ના TDS કરવા જવાબદાર કરદાતાઓ ની GSTR 7 (TDS રિટર્ન) ની તારીખ જણાવવામાં આવેલ છે.
નોટિફિકેશન 21/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન દ્વારા જમ્મુ અને કશ્મીર તથા લદાખ ના TDS કરવા જવાબદાર કરદાતાઓ ની GSTR 1 ની તારીખ જણાવવામાં આવેલ છે.
નોટિફિકેશન 22/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન દ્વારા જમ્મુ અને કશ્મીર તથા લદાખ ને લગતા કરદાતાઓ માટેજ છે.
નોટિફિકેશન 23/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન દ્વારા જમ્મુ અને કશ્મીર તથા લદાખ ને લગતા કરદાતાઓ માટેજ છે.
નોટિફિકેશન 24/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન દ્વારા જમ્મુ અને કશ્મીર તથા લદાખ ને લગતા કરદાતાઓ માટેજ છે.
નોટિફિકેશન 25/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન દ્વારા જમ્મુ અને કશ્મીર તથા લદાખ ને લગતા કરદાતાઓ માટેજ છે.
નોટિફિકેશન 26/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન દ્વારા જમ્મુ અને કશ્મીર તથા લદાખ ને લગતા કરદાતાઓ માટેજ છે.
નોટિફિકેશન 27/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન વડે 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ત્રિમાસિક GSTR 1 ની તારીખો જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ રહેશે.
રિટર્ન પિરિયડ છેલ્લી તારીખ
એપ્રિલ થી જૂન 2020 31.07.2020
જુલાઇ થી સપ્ટેમ્બર 2020 31.10.2020
નોટિફિકેશન 28/2020, તા. 23/03/2020:
આ નોટિફિકેશન વડે 1.5 કરોડ થી ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ત્રિમાસિક GSTR 1 ની તારીખો જાહેર કરવામાં આવેલ છે. જે તે મહિનો પૂરો થયા પછીના મહિના ની 11 તારીખ આ કરદાતા માટે GSTR 1 ભરવાની છેલ્લી તારીખ હશે.
નોટિફિકેશન 29/2020, તા. 23/03/2020:
GSTR 3B ભરવા માટે નીચે મુજબની ની તારીખો જાહેર કરવામાં આવેલ છે. ટેક્સ ભરવાં માટે ની છેલ્લી તારીખ પણ નીચે મુજબ રહેશે.
5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ: મહિનો પૂર્ણ થયા પછીના 20 દિવસ
ક કરોડ સુધી નું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ :
ગુજરાત તથા દમણ અને દીવ: મહિનો પૂર્ણ થયા પછીના 22 દિવસ
(અન્ય રાજ્યો ની વિગતો સરળતા માટે સામેલ કરેલ નથી)
(ઉપર ના નોટિફિકેશન એ લેખકની આ નોટિફિકેશનના અર્થઘટન ઉપરથી બનાવેલ છે. આ અંગે આપના ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરી લેવી હિતાવહ છે)