જી. એસ ટી – વાર્ષિક પત્રક અંગેનો સેમીનાર યોજાયો
નોર્થ ગુજરાત ઝોન, પ્રતિનીધી દ્વારા
જી. એસ ટી – વાર્ષિક પત્રક અંગેનો સેમીનાર યોજાયો
ઘી ડીસા ટેક્ષ બાર એસોસીએસન તથા બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેકટીશનર એસોસીએસનના સંયુક્ત ઉપક્રમે તા 08/04/2019ના રોજ GST ના વાર્ષિક પત્રક “9” તથા “9A” અંગે સેમીનાર યોજાયો. સેમીનાર ઓન જી.એસ.ટીના મુખ્ય વક્તા શ્રી સમીરભાઈ સિધ્ધપુરીયા સાહેબે જી.એસ.ટીનું વાર્ષિક રીટર્ન ફોર્મ નંબર “9” અને “9-એ” ફાઈલ કરવાની સરળ સમજુતી આપી તેમજ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાની વિસ્તૃત સમજુતી આપી.
આમ સમગ્ર સેમીનાર ને સફળ બનાવવા આ સેમીનારના આયોજક હોદેદાર તરીકે ડીસા ટેક્ષ બારના પ્રમુખ શ્રી પ્રધાનજી પરમાર, બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રમુખ શ્રી દિલીપભાઇ ઠકકર, AGFTCના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી શાંતીલાલ ઠકકર, નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટીસનર એસોસીએસનના પ્રમુખ શ્રી જગદીશભાઇ વ્યાસ, બંને એસોસીએસનના ઉપપ્રમુખો નવીનભાઈ રાવલ અને હસમુખભાઇ દવે, મંત્રીશ્રી સચિનભાઈ ઠકકર અને સુશીલભાઈ મેવાડાએ સેમિનારનું સફળ અને સરસ આયોજન કરેલ. MOC તરીકે સુંદર કામગીરી સેમીનાર ઓન જીએસટીના સહયોગથી મિત્રો અમૃતભાઈ મેવાડા તથા શૈલેષભાઈ મહેસૂરીયાએ કરેલ. વાર્ષિક પત્રક અંગેનો સેમિનારમાં બંને એસોસીએસનના સભ્યો તેમના સ્ટાફ સાથે ખૂબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલ તમામ મિત્રોનો હ્રદય-પૂર્વક આભાર માનવામાં આવ્યો આમ એકંદરે આ સમગ્ર પ્રસંગ ખુબ જ સરસ રીતે સંપન્ન થયો.
@ ટેક્ષ રીપોર્ટર : હર્ષદ્કુમાર વી. ઑઝા, નોર્થ ગુજરાત ઝોન –ટેક્ષ ટુડે ન્યુઝ પેપર