જી.એસ.ટી. સાઇટ માં નવા નોંધણી દાખલની અરજી કરવામાં પડી રહેલી ટેકનિકલ મુશ્કેલીઓ: હેલ્પ ડેસ્ક દ્વારા પણ સ્વીકાર.
તા: 14.12.2018: જી.એસ.ટી. વેબ સાઇટ ઉપર ટેકનિકલ ક્ષતિઓ વિષે અનેક ફરિયાદો સાંભળવા મળતી હોય છે. આ ફરિયાદો માં છેલ્લા બે દિવસ થી એક વધારાની ફરિયાદ નો ઉમેરો થયો છે. છેલ્લા બે દિવસ થી જી.એસ.ટી. હેઠળ નવા નોંધણી દાખલા મેળવવા માં અરજી કરવા જ્યારે લૉગિન કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ પહલેથી નોંધાયેલ છે તેવો સંદેશ આવે છે. જ્યારે એ વ્યક્તિ ના PAN વડે GST નંબર સર્ચ કરવામાં આવે છે ત્યારે આવો કોઈ નંબર નથી તેવો સંદેશ આવતો હોય છે. ઉના ના ટેક્સ કન્સલ્ટન્ટ ઇમરાન ચોરવાડા દ્વારા જ્યારે જી.એસ.ટી. હેલ્પ ડેસ્ક ને આ અંગે પૃચ્છા કરવામાં આવી ત્યારે ત્યાં થી જણાવવામાં આવેલ છે કે આ પ્રકારની મુશ્કેલી છેલ્લા બે દિવસ થી આવી રહી છે. આ ટેકનિકલ ક્ષતિ નું ટૂંક સમય માં નિવારણ થઈ જશે તેવું જણાવવા માં આવ્યું છે.
જી.એસ.ટી. ભારત દેશ માટે એક ખૂબ જરૂરી કાયદો છે. પરંતુ ટેકનિકલ ક્ષતિઓ ના કારણે આ કાયદો હમેશા ટેક્સ પ્રેકટીશ્નર તથા વેપારીઓ માટે મુશ્કેલીઓ સર્જતો રહ્યો છે. આશા રાખીએ કે આ ક્ષતિઓ વહેલી તકે દૂર કરવામાં આવે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે