જી.એસ.ટી. હેઠળ ના કંપોઝિશન ના રિટર્ન ની તારીખ 31 જુલાઈ સુધી લંબાવશે: સૂત્રો

તા. 18.07.2019: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝિશન હેઠળ ના કારદાતાએ 2019 20 થી ત્રિમાસિક CMP 08 ફોર્મ ભરવાનું રહે છે. પહેલા ક્વાર્ટર માટે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2019 છે. આજે છેલ્લી તારીખ હોવા છતાં આ ફોર્મ જી.એસ.ટી. પોર્ટલ ઉપર આપવામાં આવ્યું નથી. વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ફોર્મ 20 જુલાઈ બાદ પોર્ટલ પાર ઉપલબ્ધ થઈ શકે છે. આ કારણે આ ફોર્મ ની મુદત 18 જુલાઈ થી વધારી ને 31 જુલાઈ કરવામાં આવશે ( પબ્લિક ઇન્ટરેસ્ટ માં પણ ખરેખર જી.એસ.ટી.એન. ના ઇન્ટરેસ્ટ માં!!) તેવું પણ આધારભૂત સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે.
જોકે કરદાતાઓ માં એ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે છે કે કરદાતાઓ ને 1 દિવસ પણ મોડું રિટર્ન ભરવાથી 50 રૂ ની લેઈટ ફી ખંખેરી લેતા જી.એસ.ટી પોર્ટલ જ્યારે ફોર્મ લાવવા માં 20 દિવસ લેઈટ થાય તો એમને કેટલી “લેઈટ ફી” લગાડવામાં આવશે??? પણ કરદાતાઓ એ ભૂલી રહ્યા છે કે “King Can Do No Wrong”
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે