ટેક્સ ટુડે સ્પેશિયલ: Stay Home Stay Safe Stay Positive, #thankslockdown
તા. 30.03.2020: મિત્રો, 21 દિવસનું લોકડાઉન!!! મોદીસહેબે જ્યારે આ જાહેરાત કરી ત્યારે ઘણાબધા લોકો ના પગ નીચેથી જમીન ખસી ગયા નો અનુભવ થયો હશે. ચોક્કસ આ સ્થિતિ કોઈ પણ વ્યક્તિ માટે સહેલી નથી પણ આ સિવાય કોઈ વિકલ્પ પણ નથી. આ સ્થિતિ ને સકારાત્મક રીતે લેવાથી મુશ્કેલી ઓછી ચોક્કસ થઈ શકશે. ટેક્સ ટુડે દ્વારા આ અંગે એક વિશેષ લેખ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. આ લેખમાં નાગરિકો આ લોકડાઉન દરમ્યાન કેવી રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે અને કેવા છે તેમના અનુભવો, તે વાંચકો સાથે શેર કરશે.
આપ સૌ પરિવારજનો, મિત્રો ને ખાસ વિનંતી કે આ લોકડાઉન દરમ્યાન તમે કેવી રીતે સમય પસાર કરી રહ્યા છો, શુ છે આ લોકડાઉનની સકારાત્મક અસર, તે ફોટા (શક્ય હોય ત્યાં સુધી પારિવારિક ફોટો) સાથે 9924121700 પર વોટ્સએપ દ્વારા શેર કરો.🙏
શરૂઆત મારાથી કરીશ:
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
લોકડાઉન ના સમાચાર સાંભળ્યા ત્યારે ચોક્કસ થોડું અઘરું લાગ્યું. 24*7 કામ કરવા ટેવાયેલા સ્વભાવથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં જીવવાનું હતું. એ પણ 1 કે 2 નહીં પરંતુ 21 દિવસ!!! પણ હા 360° બદલાવ વાળું જીવન જીવવાનો ઉત્સાહ પણ હતો. રોજ સવારે ઉઠી વાઈફ સાથે વોક કરી, દીકરી સાથે બેડમિન્ટન રમવાની માજા માણી રહ્યો છુ. પરિવાર સાથે શાંતિથી નાસ્તો, ભાઈ સાથે જી.એસ.ટી. તથા અન્ય ચર્ચાઓ મારી દીકરી દિયા તથા ભાઈ ની દીકરી ધનવી સાથે કેરમ રમવાની માજા કંઈક અલગ છે. લાગી રહ્યું છે જાણે 90′ ની સાલ માં પાછા જતા રહ્યા છીએ. અને સૌથી વધુ મજા છે ગમતી બુક્સ વાંચવાની.. રશ્મિ બન્સલ મારા ફેવરીટ ઓથર છે. તેમની બુક શાઈન બ્રાઇટ વાંચી રહ્યો છું. એમાં પણ ઇન્ટરનેટ સ્લો થઇ જાય ત્યારે તો વાંચવાની તથા રમવાની મજા ઔર વધી જાય છે.😁 #thankslockdown

CA ચિંતન પોપટ, કો-એડિટર, ટેક્સ ટુડે
કોરોના વાયરસ એક વૈશ્વિક મહામારી ઘોસિત કરેલ છે, જેમાં સૌ પ્રથમ હું આપણા માનનીય વડા પ્રધાન શ્રિ નરેન્દ્ર મોદીજીના હિંમત વાળા નિર્ણય ને માન આપી કેહવા માંગીશ કે , કદાચ આપણામાંથી આવી કોઈએ કલ્પના પણ નહિ કરી હોય કે આપણે લોક ડાઉન રેવું પડશે, એ પણ પુરા 21 દિવસ માટે થશે ! પરંતુ જે રીતે આપણને વિદેશ ના ગમ્ભીર આંકડા જોય શકીયે છે ત્યારે આપણે ચોક્કસ પણે મોદીજી ના આ નિર્ણય અને દૂરંદેશી ના વખાણ કરવા યોગ્ય જણાય.
આપણે સૈન્ય ની જેમ કદાચ સરહદ પર લડવા ના જય સકિયે પરંતુ ઘરે બેસી ને આપણે ચોક્કસ દેશ માટે આ વાયરસ સામે લડત કરી આપણા કુટુંબ તથા આપણા દેશ ને બચાવી શકીયે.
આ સમયે આપણે અનુભવ કરી શકીયે કે કદાચ આપણે આપણી લાઈફ વધારે પડતી મિકેનિકલ અથવા મટેરિઆલિસ્ટિક બનાવી દીધી છે. આ 21 દિવસ ને હું પોઝેટિવ લવ તો એમાં
-હું મારા પરિવાર ને પૂરતો સમય આપી શક્યો,
– હું સારા પુસ્તકો વાંચી શક્યો,
– કુટુંબ ના બાળકો સાથે રમી શક્યો,
– સારી કૌટુંબિક ફિલ્મો, નાટકો, ધારાવાહિકો જેમકે રામાયણ જોય શક્યો,
– મારા વડીલો સાથે બેસી ને સરખી રીતે વાત કરી શક્યો,
– અમારા CA ને લગતા વાંચન માટે TIME આપી શક્યો,
– હું મારા આગળના સ્ટડી વિષે પ્લાન કરી શક્યો,
– હું યોગા અભ્યાસ કરી શક્યો.
અંતમાં એક વસ્તુ શેર કરવા માંગીશ કોરોના V_R_S would not affect us if I & U keep social diatance !!
#Stay Home, #stay healthy & #stay happy with family #my lockdown story

ચેતન સોમૈયા, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, ઉના
મારા લગ્નને 7 વર્ષ નો સમય થઈ ગઈ. મારી વાઇફે સગાઈ પહેલા એક એક નોવેલ લખેલી અને મને વાંચવા જણાવેલ જેનું નામ હતું “પ્રેમ ને પણ દિલ હોય છે”. લગ્ન પછી પણ મને ઘણીવાર આ નોવેલ વાંચવા જણાવેલ પણ બિઝનેસની વ્યસ્તતા ના કારણે આ નોવેલ વાંચવા સમય નહતો મળ્યો. આજે વાંચવાનું શરૂ કરું અને કાલે કરું એમાં 7 વર્ષ થઈ ગયા પણ આ નોવેલ વાંચી શક્યો નહીં. હવે મોદી સાહેબે આ લોક ડાઉન કરી ને મને આ નોવેલ વાંચવાનો ટાઈમ આપ્યો. આ નોવેલ એટલી રસપ્રદ છે કે મને લોકડાઉન દરમ્યાન આ વાંચવાની મજા પડી ગઈ. મને એ પણ ખબર પડી કે મારી વાઈફ આટલું સરસ લખી શકે છે. જો લોક ડાઉન ના થયું હોત તો કદાચ 20 વર્ષ પણ થઈ ગયા હોત આ નોવેલ વાંચવામાં અને મારી વાઈફના આ લેખન ના ગુણ ને સમજવામાં. #thankslockdown.
Hardik Khant , Tax Practitioner, Jetpur
I am enjoying life with family. I can give full time to exercise, read books and play with kids. I am fully agree with our PM to stay home and stay safe. Jai Hind.
લોક ડાઉન માં ઘર માં રહી ને જીવન નું મહત્વ સમજ્યું કે જીવવા માટે તથા વૈભવી જીંદગી જીવવા માટે આપણે જે રાત દિવસ ગધેડા ની જેમ કામ કરીએ છીએ ખરેખર તેની જરૂર મારા મત પ્રમાણે નથી. જીવવા માટે કોઈ બેન્ક બેલેન્સ ની જરૂર નથી. તંદુરસ્તી અનુભવાઈ છે કારણકે બહારનું કંઈ પણ ફાસ્ટ ફૂડ શરીર ને મળતું નથી. ઘર ના સભ્યો કે જે આપણી સાચી બેન્ક બેલેન્સ છે તેની સાથે સમય વિતાવી શકીએ છીએ. મારા મતે વર્ષ માં એક વાર ૧૫ દિવસ નું લોક ડાઉન રાખવું જોઈ. આભાર.
પંકિત શાહ, અગ્રણી વેપારી, ઉના
બાળકો સાથે નવી નવી રમત રમીને આનંદ આવે છે જે વેકેશન માં પણ આપણે આપણા વ્યસ્ત જીવન માંથી પણ સમય કાઢી સકતા નથી
બાળકો પાસેથી નવી રમત ની જાણકારી મળે છે
ઘરે આપણે આપણી વાઈફ ને ઘઉં અને આથના ની સીઝન માં મદદ કરી શકીએ જે આપણા બાપ દાદા થી લઈને આપણ ને આવી તક આજ સુધિ નહોતી મળી
ટૂંક માં એક જ બોધપાઠ લેવાનો કે આ લોકડાઉન માંથી કે જિંદગી માં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે બધા સાથે મળીને ધીરજ રાખીને સામનો કરીયે તો તેમાં વિજય મેળવી શકાય.
ભાવિન જે. ગોકલાણી, ટ્રેનર, ટેક્સ કન્સલ્ટેંટ
અમદાવાદ(ભાભર વાળા – બનાસકાંઠા)
bhavingoklani@gmail.com
“ ૨૧ દિવસ લોક ડાઉન “ – આફત કે અવસર ?
ખબર જ નથી પડતી કે કરવું શું ?, આ ૨૧ દિવસ…! કદાચ, આ સવાલ આજે ઘણા બધા લોકોને સતાવી રહ્યો છે . પણ , આપણે થોડા ફ્લેશબેક માં જઈએ તો યાદ કરો.. તમારી સમસ્યા અલગ અલગ હતી.. જેમ કે,
પેરેન્ટ્સ પાસે બેસવું છે. પણ સમય નથી !
બાળકો સાથે રમવું છે. પણ સમય નથી !
જૂના મિત્રો સાથે વાત કરવી છે, પણ સમય નથી !
નવી સ્કિલ ડેવલપ કરવી છે . પણ સમય નથી !
અમુક કામ બાકી છે, પણ સમય નથી !
વાંચન કરવું છે. પણ સમય નથી !
તો, શું આજનો આ સમય આવી તમામ સમસ્યાઓ નું સમાધાન નથી ???
તમે કેવી રીતે એને જુઓ છો એના પર છે. અમુક લોકો કઈ જ નઇ કરે. ખાલી ખાલી સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરશે.. ખાલી આખો દિવસ સમાચાર જ જોશે.. અને અમુક લોકો આ સમય ને અવસર તરીકે જોશે. અને એક દિવસ શાંતિ થી બેસી અને શું કામ કરવું એનું લિસ્ટ બનાવશે અને એના પર બેટિંગ કરી કામ સમાપ્ત કરી અને આ લોક ડાઉન પીરિયડ ને યાદગાર બનાવશે.
તમને થશે કે તમે શું કરો છો ?
વિતેલા 7 દિવસ માં થયેલા અનુભવ મુજબ એક સિડ્યુલ બનાવ્યું છે. જેમાં બહુ જ બધો સમય આપી અને પર્સનલ, પ્રોફેશનલ અને સોશિયલ લાઇફ જાળવી શકાય એ તમામ બાબતો નું ધ્યાન રાખેલ છે. જેમાં સ્કિલ ડેવલોપમેન્ટ, ફૅમિલી સમય અને હેલ્થ એવી અન્ય બાબતો સમાવેલ છે.
પરીવર્તન 21 દિવસ માં
PERSONAL GOALS
PROFESSIONAL GOALS
SOCIAL GOALS
FOCUS on HEALTH
1 Hour – Working on Tally ERP 9
Calling 2 old Friends Daily
30 Mins – Morning Exercise
1 Hour – Working on MS Excel
Calling 2 Relatives Daily
30 Mins – Yoga / Meditation (Basic)
3 Hours – Reading / Watching VDOs of my Profession like GST, Income Tax
Talk / Seat With Family Members
5000 Steps Walking Daily in Home Only
1 Hour Watching Business / Motivational VDOs of Ujjwal Pattani
30 Mins – Debate in English With my Students over Conference Call
KNOWEDGE ENHANCEMENT
Creating Future Roadmap for FY 2020-21
લોક ડાઉન ખૂલે ત્યારે… ડબલ તાકાત થી બહાર પડવાનું છે .
” Before Lock Down and After Lock Down ” વચ્ચે આપણું વ્યકતિત્વ બદલાયું છે , એવું લોકો કહે એવી Productive Activity હાલ ચાલુ છે.
45 Mins – Watching Bio Graphy on Youtube of One Person Everyday E.g. Elon Musk, Sundar Pichai, Jack Ma, Etc
Searching New Mobile Apps Which help us in Utilising the Mobile in Productive Manner Like Google Keep, Tick Tick, Duo Lingo
30 Mins – Reading Books
Now Reading Harvard Business Review – Manager’s Handbook
Discussion With Brothers
How Would be Business After Lock Down ? How We Would respond to that ?, Etc
Krishika Sankhat, Allumini Student, DSC Public School
Hello friends I’m krishika Sankhat . As we all know that lockdown has been done in India by our PM Narendra Modi . We are student of DSC PUBLIC SCHOOL . Nowadays we are sitting at home as the order of our honourable PM. But we are it sitting free at home but we all are doing different different activities. We had made a whatsapp group of our DSC’s girls . In that group everyday we give one task or activity to do at home and send the photos of their work in group . Activities like drawing , painting , craft work from paper , letter art , name art , writing on some topics, etc.etc…work had been done by our girls. I had also written poem on lockdown . By sitting at home at very far distance from each other , then also we are attached to each other . Everyday we do group videocall and spend our time… Some girls like Rathod Kavya , Sankhat Ruchita , Buha Yesha , Naqvi Faiza , Naqvi Misba , Krupa , Pandya Kavya , Joshi Rudra and our teacher Miss Kinjal Kanabar. She also everyday being active with us . This all girls everyday do something unique at home by utilising their time… Not only hand made work or activities but G.k questions and maths puzzles are also been asked by everyone In our group.like all these we all are spending our time at home by utilising it very well. You all also stay at home and do something unique but don’t go out. Your cooperation can save your and your family’s life …
Thankyou…
_ Krishika Sankhat….
Hello friends I ‘m krishika sankhat…
I ‘m a student of 12th science.
જેમ કે આપડે બધાને ખ્યાલ છે કે આપડા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ આપડા દેશ ને કોરોના વાયરસ થી બચાવવાં માટે આપડા દેશ માં 21દિવસ નું lockdown કર્યું છે… આપડે પણ ઘરે રહીને દેશની સેવા કરીયે છીએ… lockdown ના કારણે મને study માટે ઘણો time મળ્યો… મારું 11th science થયું છે and 12th science ચાલુ થયું હતું ત્યાંજ lockdown થઈ ગયું. 12th ની extra studies માટે મને ઘણો time મળ્યો.. and મારી ફેમિલી સાથે પણ રેવાની time મળ્યો, છેલ્લા 1 વર્ષ થી hu મારી ફેમિલી સાથે ઓછો time spend કરી શકી chu કારણ કે study માટે મને બાર હોસ્ટેલ માં રેહવું પડે છે… specially હું mara પપ્પા જોડે time spend કરી શકી એની mane ઘણી ખુશી છે કારણ કે મારાં પપ્પા ARMY OFFICER છે… તેમની સાથે બોવ ઓછો time રહી શકી chu કારણ કે જયારે હું હોસ્ટેલ થી ઘરે આવતી ત્યારે એ ઘરે ના હોય.. and જયારે એ તેમની હોલીડે ઉપર ઘરે aavta ત્યારે હું ઘરે ના હોતી.. lockdown થયું એના થોડા દિવસો પહેલા જ મારાં પપ્પા હોલીડે ઉપ્પર ઘરે આવ્યા હતા.. and હવે lockdown ના ચલતે એમનું હમણાં ડ્યૂટી ઉપર જવાનું કૅન્સએ થઈ ગયું છે.. મારાં પપ્પા લાં lockdown ના ચલતે ફેમિલી સાથે ઘણો time spend કરી શક્યા… હું મારી ફેમિલી જોડે બેસી ને ઘણા ધારાવાહિક shows જેમ કે રામાયણ, મહાભારત, કૃષ્ણલીલા વગેરે જોય શકી.. નઈ બેન અને પપ્પા જકડે રોજ સાંજના bedminton રમી શકી.. ફેમિલી ના નાના kids જોડે રમવું, તેમની સાતગે નાના બાળકો જેમ મસ્તી કરીવી… મમી ને ઘરકામ માં મદદ કરી શકી.. નાની બેન ને તેની study માં help કરી શકી.. આબધુ lockdown ના કારણે શક્ય બન્યું છે.. અને studies ની શિવાય પણ મને poetry writing ma પણ ઘણો રસ છે તો હું મારાં free time માં ઘણા unique topics ઉપર poem પણ લખી શકી je હું મારી science ની studies ના ચલતે ના લાલિ શક્તિ..lockdown ના ચલતે હું મારાં જુના friends sathe પણ વાત કરી શકી.. એમજ અડધા lockdown ના દિવસો me મારી ફેમિલી સાથે spend karya…તમે પણ ghare રહો, તમારી ફેમિલી ને પૂરતા time આપો, and આપડા દેશ ને તમારો અમૂલ્ય સહયોગ આપો ઘરે રહીને……
#STAY AT HOME AND STAY HEALTHY….
THANKYOU…..
_KRISHIKA SANKHAT
CA Monish Shah, Charterd Accountant
અલ્પેશ ઉપાધ્યાય, એડવોકેટ, વલસાડ
હીંચકો, મને નાનપણથી જ બહું પ્રિય.
નાનો હતો ત્યારે ગામમાં ઝાડની ડાળીઓ ઉપર લટકવાની મજા અનેરી હતી. મજબૂત ડાળીઓ ઉપર જુનાં થયેલા ટાયરને બાંધી હીંચકો ખાતાં. પછી ઘરે લાકડાનો સ્ટીલના સળીયા વાળો હીંચકો પપ્પાએ કરાવેલો. હું ગામમાં રહ્યો ત્યાં સુધી સવારની ચા અને રાત્રે મોબાઈલ ફોન ઉપરનું ચેટ આ જ હીંચકા ઉપર થતું.
વ્યવસાય અર્થે મારે ગામ છોડીને ટાઉનમાં જવાનું થયું.અમુક વર્ષો પછી હું ત્યાં પણ આ હીંચકો લઈ આવ્યો હતો પણ યાદ નથી કે આ હીંચકા ઉપર હું છેલ્લી વખત ક્યારે ઝુલ્યો હોઈશ!?
આ લોકડાઉન એ મારી મુલાકાત ફરીથી મારાં પ્રિય હીંચકા જોડે કરાવી આપી. છેલ્લા કેટલાય દિવસથી હું હીંચકા ઉપર ફક્ત બેસતો જ નથી પણ ઝુલતો હોઉં છું. આમ આ લોકડાઉન એ મને મારું બાળપણ પાછું આપ્યું.
ઇમરાન ચોરવાડા, એડવોકેટ, ઉના
કોરા ના વાઇરસ ને લઈને સરકાર શ્રી નો લોકડાઉ નો નિર્ણય ખુબજ ઉત્તમ અને યોગ્ય છે.સમગ્ર વિશ્વ જ્યારે આ મહામારી ને લઈને માનવ જાતને બચવા માટે એક જૂથ પ્રયત્ન કરી રહી છે . વિકસિત દેશો પણ આવો નિર્ણય લેવામાં ઘણા પાછળ રહી ગયા છે એ વખતે સરકારે નિર્ણય લીધો છે એના કારણે આ મહામાળી માં એક ધમ વિકટ પરિસ્થિતિ માં જતા આપણે સૌ બચી ગયા છે તે બાદલ હું સરકાર નો અભાર મનુ છું. આ લોક ડાઉન દરમિયાન હું બોપરે અને સાંજે હોસ્પિટલ માં અને જરૂરિયાત વાળા વિસ્તારો માં ટિફિન વિતરણ કરવા જાવ છુ અને બાકીના સમય માં મારા પરિવાર સાથે સમય પસાર કરી રાહીયો છું. મારા ઘરના નાના બાળકો સાથે અલગ અલગ ગેમ રમી મારા બાળ પણ ની યાદ તાજી કરું છું.
કૌશલ પારેખ, દીવ (ટેક્સ-ટૂડે, પત્રકાર)
પ્રવર્તમાન સમય દરમિયાન દુનિયાભર માં પોતાના પ્રકોપ દ્વારા કોરોના મહામારીએ જે વિનાશ શરૂ કર્યો છે, તે ક્યારે અને કેટલાંનો વિનાશ લઈ ને અંત લાવશે તે આપણે હજુ ભાંખી શક્યા નથી. પરંતુ, આ મહામારી વચ્ચે જે રીતે આપણાં પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર મોદી એ ખૂબ ઓછા સમયમાં દેશહિત માટે જે આકરાં અને હીંમત ભર્યા નિર્ણયો લીધાં તે ખરેખર કાબિલેતારીફ છે. આખા દેશમાં લોકડાઉન કરવું એ ખરેખર ખુબજ મુશ્કેલ વાત છે, છતાં મોદી સાહેબે પોતાના સાફ અને ઈમાનદાર વ્યક્તિત્વ અને આગવી સૂઝબુઝ વડે દેશના નાગરિકો ઉપર જે છાપ બનાવી છે કે ભારતભર ના 90% નાગરિકોએ આ નિર્ણય ને માથે બિરદાવી અને આકરી પરિસ્થિતીમાં દેશહિત માટે સહકાર આપ્યો.
મારા સ્વભાવ મુજબ હું રજા ના દિવસે પણ ઘરે ખૂબ ઓછો સમય રહું એટલો ફરવા નો શોખીન છું. રોજ સવાર અને સાંજે ચાલવા જવું અને સૂર્યોદય કે સૂર્યાસ્ત નું સુંદર દર્શન કરવું એ મને ખૂબ ગમે. લોકડાઉન દરમિયાન મે આ દરેક ને ખુબજ miss કર્યું, પણ લોકડાઉન ના 21 દિવસો મારા માટે જરાપણ બોરિંગ ના હતા. હું હરરોજની જેમ વહેલી સવારના યોગા અને મેડિટેશન કરવાં મારી અગાસી એ જતો રહેતો, સમયસર મારો બ્રેકફાસ્ટ કરી ઘરની સાફ-સફાઈ માં મદદરૂપ થતો. હું મારા પુત્ર દેવ ને રામાયણ અને મહાભારત જીવનમાં એકવાર અવશ્ય બતાવવા માંગતો હતો, જેનું પુનઃપ્રસારણ ચાલુ થતાં મારૂ એ સપનું પણ સાકર થયું. ત્યારબાદ મારૂ ઓફિસનું કામ ઘરે લેપટોપથી કરી અને ફ્રી ટાઈમ માં મૂવીઝ જોતો. બપોરના સમયે સારી નોવેલ કે સારા પુસ્તકો વાંચતો. ત્યારબાદ મારા પુત્ર અને પત્ની સાથે બેડમિંટન, પ્લેઈંગ કાર્ડ્સ અને UNO રમતા. મારા પુત્ર ને ક્રાફ્ટ બાનવવામાં અને સાથે પત્ની ને રસોઈ બાનવવામાં મદદ કરતો. એક દિવસ તો બંને ટાઈમ મેં અને દેવ એ રસોઈ કરી. બચપણ થી ઘરના દરેક કામ માં મદદરૂપ થવાના સ્વભાવ ને કારણે આ લોકડાઉનમાં સમય પાસ કરવો એ મારા માટે જરાપણ અઘરું નહતો. હું જ્યારે પણ બોર થાવ ત્યારે અચૂક જૂનાં-નવાં ગીતો સાંભળતો. સાંજના નિયમિત 6 થી 7 સૂર્યનમસ્કાર અને મેડિટેશન કરવા અગાસીએ જતો. રાત્રિના ફરી પાછા પરિવાર સાથે કાર્ડ્સ રમવામાં કે સારું મૂવી જોવામાં સમય પસાર કરતો. આ દરમિયાન હું APJ ABDUL KALAM સાહેબની FORGE YOUR FUTURE ની બુક વાંચતો હતો જ્યાં એક વાક્યે મારા આ મિનિ વેકેશન ને એક દિશા માં વાળ્યું. એ વાક્ય છે “KILLING TIME IS NOT MURDER BUT IT’S SUICIDE – BY WASTING TIME ONE IS NOT HARMING OTHERS BUT TO ONESELF”. આ વાક્યે મને ઘણો સમય વેડફાઇ જતાં બચાવ્યો. મને ખરેખર લાગ્યું જે મૂવી જોઈને સમય ને વેડફું છું તેના બદલે કોઈ સારી વસ્તુ શીખવામાં સમય ને ઉપયોગ કરું. મને થયું કે કોઈ એક ફોરેન લેન્ગ્વેજ શીખું, એટ્લે મેં YOUTUBE ના માધ્યમથી એક ફોરેન લેન્ગ્વેજ શીખવાનું શરૂ કર્યું છે.
સંગીતાબેન ખેંગાર, શિક્ષક, DSC પબ્લિક સ્કૂલ, ઉના
નમસ્કાર મિત્રો હું સંગીતા ખેંગાર સમગ્ર વિશ્વ માં ચાલી રહેલી કોરોના નામની મહામારી અને તેનાથી ભારત માં થયેલ લોકડોઉન વિશે મારાં અંગત અનુભવ જણાવી રહી છું શરૂઆત માં જયારે આપણા P. M મોદીજી દ્વારા કરવામાં આવેલ 21 દિવસ ના લોકડાઉન ના સમાચાર સાંભળી ને તો આઘાત લાગ્યો કે સતત વ્યસ્ત લાઈફ માં જીવવા માટે ટેવાયેલ હું 21 દિવસ ઘરમાં કેમ પસાર કરીશ. પણ દેશહિત અને પોતાના હિત માટે એ સ્વીકારવું જ રહીયુ. હકીકત માં લોકડાઉન એ મારી સમય ની સાથે જોડાયેલ લાઈફ નો હતો, પણ પોતાની જાત માટે તો તે લોકઅપ સાબિત થયો. હંમેશા ટાઈમ નથી મળતો એવી ફરિયાદ કરવાવાળી હું પોતાની જાત સાથે સમય પસાર કરતી થઈ. પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર મળ્યો. રસોઈ નો શોખ પણ સમય ન હોવાથી તે પૂરું ન કરી શકતી પણ આ દિવસો માં એ મારી ઈચ્છા પૂર્ણ કરી શકી. એક શિક્ષક હોવાને કારણે વાંચવાનો શોખ અને નવું જાણવાની ઈચ્છા ને કારણે ઘણા સમયથી કેટલાક પુસ્તકો વાંચવાનો સમય ન મળતો પણ આ દિવસો માં મેં પ્રેમચંદ જી ની ગોદાન અને રોબિન શર્મા ની The 5 am club વાંચવાનો સમય મળી ગયો અને રોબિન શર્મા ની બુક દ્વારા મારાં જીવનમાં ઘણા પરિવતૅન આવે છે તેવું લાગે છે. સવાર અને સાંજ ના ફ્રી સમય માં યોગ અને વ્યાયામ દ્વારા મારી જાત ને વધુ સ્વથ્ય બનાવવાનો પ્રયત્ન કરી રહી છું લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મારાં હસબન્ડ સાથે સારો એવો સમય વિતાવવાનો ટાઈમ મળ્યો. હંમેશા અમે પોતાની life માં વ્યસ્ત રહેતા એકબીજા સાથે સારો એવો સમય પસાર કરીયે છે. મારાં મત પ્રમાણે આ લોકડાઉન નહિ પણ ઈશ્વર એ આપણને આપણા સ્વજન સાથે જિંદગી જીવવાની તક આપી છે. છેલ્લે એટલું જ કહીશ કે ઈશ્વર આ પુરા વિશ્વ માં ઘેરાયેલા કોરોના ના સારુ સંકટ થી જલ્દી જ મુક્ત કરે અને તેને માત આપવા આપણે પણ પ્રયત્ન કરીયે. ઘરમાં રહો સુરક્ષિત રહો 🙏🏼🙏🏼🙏🏼