દમણ-દીવ તથા દાદરા નાગર હવેલી ના વેપારીઓ માટે આવ્યા મહત્વ ના સમાચાર..

Spread the love
Reading Time: < 1 minute

તા. 30.05.2020: દાદરા નાગર હવેલી સાથે દમણ તથા દીવ નો વિલય 26.01.2020 થી  કરી દેવામાં આવ્યો છે. આ વિલય બાદ ઘણા પ્રશાશનિક ફેરફારો કરવા જરૂરી બને. આ અંગે જી.એસ.ટી. કાયદા હેઠળ મહત્વનો ફેરફાર અંગેની “ટ્રેડ નોટિસ” તા. 20.05.2020 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ટ્રેડ નોટિસ દ્વારા નીચેની સ્પસ્ટતા કરવામાં આવેલ છે.

  1. દમણ તથા દીવ ના જી.એસ.ટી.  નોંધણી નંબર જે હાલ “25” (દમણ દીવ નો સ્ટેટ કોડ) થી શરૂ થાય છે તે હવે 26 (દાદરા નાગર હવેલીનો સ્ટેટ કોડ) થી શરૂ થશે.
  2. આ માટે કરદાતાઓ (વેપારીઓ) કોઈ અલગ થી વિધિ કરવાની રહેશે નહીં.
  3. દમણ તથા દીવ ના વેપારીઓ ને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં તથા ઇ મેઈલ ID માં નવા રજીસ્ટ્રેશન અંગે જાણ કરવામાં આવશે.
  4. આ સુધારો 01.06.2020 થી લાગુ પડશે.
  5. કરદાતાઓ કે જેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે, તેઓએ નવો નોંધણી દાખલો આવતા, પોતાની બિલ બુક ફરીથી છપાવવી પડશે.
  6. દમણ તથા દીવ ના વેપારીઓ સાથે વેપાર કરતાં કરદાતાઓએ પણ તેઓનો સુધારેલો નંબર બિલો તથા રિટર્નમાં દર્શાવે તે તકેદારી રાખવી પડશે.

ખાસ નોંધ: આ અંગે મળતી માહિતી મુજબ આ 01.06 2020 ના રોજની અમલી તારીખ વધારવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ અંગે માહિતી મળશે તેમ અપડેટ આપવામાં આવશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

error: Content is protected !!