દીવ “સ્માર્ટ સિટિ” અંતર્ગત અધિકારીઓ નાં મંતવ્યો લેવા મિટિંગ યોજાઇ.
દીવ “સ્માર્ટ સિટિ” અંતર્ગત અધિકારીઓ નાં મંતવ્યો લેવા મિટિંગ યોજાઇ.
તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૧૯ , લાંબા સમયથી દીવ શહેર ને સ્માર્ટ સિટિ તરીકે વિકસાવવા માટે નાં વિવિધ કાર્યો ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જેનાં અનુસંધાને વિવિધ સરકારી અધિકારીઓ ના આ પૈકી અભિપ્રાયો લેવાં દીવ મ્યુનિસિપલ હોલ ખાતે આ મિટિંગ નું આયોજન થયું હતું.
દીવ થી ઘોઘલા વચ્ચે 300 મિટર નો નવો બ્રિજ બનશે. આ બ્રિજનો ઉપયોગ ફક્ત સાઈકલિંગ તેમજ વોકિંગ માટે રહશે, આ બ્રિજ ઉપર વધુ શું નવું કરી શકાય તેના અભિપ્રાય લેવા ડે. કલેક્ટર કમ ચીફ ઓફિસર દ્વારા આ મિટિંગ યોજાઇ હતી. આ બેઠક માં વિવિધ સરકારી વિભાગો દ્વારા ભારત સરકારની વેબસાઇટ ઉપર ડાટા નો સમાવેશ કરવા સ્વાસ્થ્ય, પર્યટન, ઇલેક્ટ્રિક, RTO, PWD વિભાગો પાસેથી ડાટા મંગાવવા માં આવ્યા.
આ બેઠક માં મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા, પર્યટન અધિકારી શ્રી હિતેન બામણીયા, આરોગ્ય અધિકારી ડૉ. કાસીમ સુલ્તાન, ઇલે. ઇજનેર પરેશ પટેલ, ફિશરીશ અધિકારી શ્રી શુકર આંજણી, પીડબલ્યુડી આસી. ઇજનેર મુકેશ ગોહિલ, આરટીઓ અધિકારી શ્રી સલીમ અહેમદ, આસી. ડાયરેક્ટર ઓફ ઇજેયુકેશન શ્રી દિલાવર મનસુરી વગેરે હાજર રહ્યા હતા. કૌશલ પારેખ , બ્યૂરો રિપોટર ટેક્સ ટૂડે.