નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશ્ન્લસ ની દિલ્હી ખાતે બેઠક આજ થી શરૂ: સમગ્ર દેશ માથી આવશે પ્રતિનિધિઓ
ઉના, તા: ૦૪.૦૨.૨૦૧૯: નેશનલ એક્શન કમીટી ઓફ જી.એસ.ટી પ્રોફેશનલ ની ત્રણ દિવસ ની બેઠક આજ થી દિલ્લી માં શરૂ થવા જઈ રહી છે. આ બેઠક માં ભારત ભર માં થી અલગ અલગ રાજ્યો તથા કેન્દ્રિય શશિત પ્રદેશો ના N A C ના પ્રતિનિધિઓએ ખાસ હાજર રહેવાના છે. જી.એસ.ટી કાયદા માં ટેક્નિકલ અને વ્યાવહારિક પ્રોબ્લેમો પર આ બેઠક માં ચર્ચા કરવામાં આવશે. આ બેઠક માં ઓડિટ તેમજ પ્રમાણીકરણ ને સબંધિત જી.એસ.ટી ની ધારા ૩૫(૫) માં આવશ્યક સંશોધન ની શક્યતાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. અપીલ, એડ્વાન્સ રૂલિંગ વગેરે બાબતો ના સરલીકરણ અંગે પણ ચર્ચા વિચારણા થશે. આ બેઠક મા નેશનલ એશ્ક્ન કમીટી ના રાષ્ટ્રીય કો ઓરડીનેટર શ્રી અક્ષત વ્યાસ તથા નિગમ શાહ ઉપરાંત ગુજરાત સ્ટેટ કો ઓરડીનેટર ભાષકર પટેલ તથા જતિન ભટ્ટ તથા અન્ય જિલ્લા કો ઓરડીનેટર રાજ્ય નું પ્રતિનિધિત્વ કરશે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે