પ્રોવીઝનલ ક્રેડિટમાં ક્રેડિટ ટ્રાન્સ્ફ્રર થવાનું કારણ ટેકનિકલ હોવાના અહેવાલો!!!!
ઉના, તા: 16.01.2019: ટેક્સ ટુડે માં બે દિવસ અગાઉ એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ લેખ કરદાતાઓ ની ક્રેડિટ પ્રોવીઝનલ ક્રેડિટ માં ટ્રાન્સ્ફર થવા વિષે ની મુશ્કેલી ઑ વિષે હતો. આ લેખ પછી અસંખ્ય કર અધિવક્તા, સલાહકારો નો ફોન તથા મેસેજ દ્વારા સંપર્ક થયો. આ ક્રેડિટ ઓટોમેટિક પ્રોવીઝનલ ક્રેડિટ માં ટ્રાન્સ્ફ્રર થવાનું કારણ શું?? આ અંગે અનેક તર્ક વિતર્ક ઉપસ્થિત થયા.
આજે સાંજે 5:30 આસપાસ જામનગર ના ટેક્સ એડવોકેટ કાર્ણિક કોઠારી નો ફોન આ અંગે આવ્યો. એમનું આ બાબત ઉપર તારણ એ નિકળ્યું કે જે કરદાતાઓએ પોતાનું નવેમ્બર 18 નું રિટર્ન 14 ડિસેમ્બર ના રોજ ભર્યું છે, આવા કેસો માંજ ક્રેડિટ બ્લોક ના પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે. આ બાબતે અલગ અલગ Whats App ગ્રૂપ માં સંપર્ક થતાં આ બાબત ઉપર મોટા ભાગ ના ટેક્સ પ્રેકટીશનારો નો જવાબ હકાર માં આવી રહ્યો છે. આ અલગ અલગ જવાબો નો નિષ્કર્ષ નીચે મુજબ આપી શકાય:
1. જે કરદાતા નું નવેમ્બર 18 નું રિટર્ન 14 ડિસેમ્બર ના રોજ ફાઇલ થયેલ છે તેમના ક્રેડિટ લેજર માં આ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે.
2. પરંતુ આ દિવસે ભરાયેલા તમામ રિટર્ન માં આવું નથી. 14 ડિસેમ્બર ના રોજ એવા પણ રિટર્ન છે કે જેમાં આ મુશ્કેલી જોવા મળેલ નથી.
આ અંગે વધુ માહિતી આપતા જેતપુર ખાતે ના ટેક્સ ટુડે સવાદદાતા અને ટેકનિકલ વ્યક્તિ લલિતભાઈ ગણાત્રા જણાવે છે કે 3B ભરવા સમયે જ્યારે કોઈ વ્યક્તિ “ઓફસેટ લાયાબિલિટી” કરે છે ત્યારે તેની તે રિટર્ન ની ક્રેડિટ પ્રોવીઝનલ ક્રેડિટ માં જતી રહે છે. જ્યારે 3B ના EVC કરવામાં આવે છે ત્યારે આ ક્રેડિટ ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર માં જમા કરી દેવામાં આવે છે. આમ, એવું બની શકે છે કે 14 ડિસેમ્બર ના રોજ ટેકનિકલ ક્ષતિ ના કારણે આ ક્રેડિટ પ્રોવીઝનલ માંથી લેજર માં જમા ના થઈ હોય. અમરેલી ખાતે ના ટેક્સ ટુડે સવાદદાતા નીરવ જિંજુવાડિયા જણાવે છે કે આવા કિસ્સાઓ માં હેલ્પ ડેસ્ક ઉપર ગ્રીવાન્સ થવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
આ અભિપ્રાય ટેક્સ ટુડે તથા તેમના સહાયકો ના તારણ ઉપરથી લેવામાં આવ્યો છે. આ અંગે ના વધુ કોઈ તારણો આપના ધ્યાને આવે તો અમને 9924121700 માં whats app દ્વારા જણાવવા વિનંતી.
બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે