બજેટ સત્ર 31 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી પરંતુ અરુણ જેટલી અચાનક સારવાર માટે અમેરિકા રવાના
તા. 16.01.2019
નાણામંત્રી શ્રી અરુણ જેટલી અચાનક તેમના હેલ્થ ચેકઅપ અને સારવાર માટે અમેરીકા પહોચ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ રવીવારે રાત્રે જ અમેરીકા રવાના થઈ ગયા હતા. અત્યારે ક્યાં શારીરીક ઈશ્યુ ને લીધે ઓચીંતા અમેરીકા જવું પડ્યું તેની માહીતી હજુ મળી નથી પરંતુ આ અગાઉ તેઓને કીદની ને લગતા ઈશ્યુ હતાં ને ગત એપ્રીલ માસમાં આ ઈશ્યુ ના લીધે AIMS માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા ગત મે મહીનામાં તેમની કીદની બદલવામાં પણ આવી હતી.
આ સમાચાર મળતા શ્રી રાહુલ ગાંધી, સલમાન ખુર્શીદ, ઉમર અબ્દુલા એ ટીવ્ટ કરી ને જલ્દી સાજા થઈ જાવ અમે તમારી સાથે જ છીએ એવું કહી ને પોતાની ભાવનાઓ વ્યક્તિ કરી હતી.
નાણા મંત્રાલય ના સ્પોક પરસન ના જણાવ્યા અનુસાર આ મહીના ના અંત સુધીમાં તેઓ પરત ફરી જશે
સંસંદ નું બજેટ સત્ર 31 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે પરંતુ જો શ્રી અરુણ જેટલી આ છેલ્લા બજેટ સત્રમાં હાજર નહી રહી શકે તો તેની જગ્યાએ ફરી થી નાણાખાતાનો કામ ચલાઉ હવાલો પીયુશ ગોયલ ને મળી શકે તેવી શક્યતા રહેલી છે., લલીત ગણાત્રા – પ્રેસ રીપોર્ટર, ટેક્ષ ટુડે જેતપુર