બજેટ 2020: ઇન્કમ ટેક્સ ની જોગવાઈ: થોડી ખુશી….બહોત ગમ……
ઉના, તા: 02/02/2020: નાણાં મંત્રી શ્રીમતિ નિર્મલા સિથારમણે મોદી સરકાર પાર્ટ 2 નું પ્રથમ પૂર્ણકાલીન બજેટ 01 ફેબ્રુઆરીએ રજૂ કર્યું. માનવમાં આવી રહ્યું હતું કે આ બજેટ ઘણી રીતે ખાસ હશે. એક બાજુ સુસ્ત આર્થિક સ્થિતિ ને વેગવંતી કરવાની કોશિશ કરવાની હતી જ્યારે બીજી બાજુ ઘટતા જતાં સરકારી ખજાના માટે પણ કોઈ ઉપાય કરવાનો હતો. કોઈ પણ નાણાંમંત્રી માટે આ કામ કપરુ હોય તે સમજી શકાય તેવી બાબત છે. જોઈએ આ લેખ માં કે ઇન્કમ ટેક્સ કાયદા માં શું છે સૂચિત સુધારા.
બજેટ માં કરવામાં આવેલ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ના ફેરફારો:
- રેસિડન્શિયલ સ્ટેટ્સ ની ગણતરી માં કરવામાં આવેલ ફેરફારો:
- કરદાતા રહીશ છે કે બિન રહીશ તે ઉપર તેના ટેક્સ ની ગણતરી નિર્ભર છે. આ નિયમો માં મહત્વ ના ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
- હાલમાં નોકરી માટે દેશ બહાર જતાં કરદાતાઓ અગાઉ ના વર્ષોમાં રેસિડંટ હોય તો પણ જો પાછલા વર્ષમાં 182 દિવસ ભારતમાં રહેતા હોય તો જ તે રેસિડંટ ગણાય છે.
- હવે, જો કરદાતા પાછલાં વર્ષોમાં રેસિડંટ હોય પણ ભારત માં માત્ર 120 દિવસ રહેશે તો તે હવે રેસિડંટ ગણાશે.
- આ ઉપરાંત કરદાતા નોટ ઓર્ડિનરી રેસિડંટ ગણાશે જ્યારે એ પાછલા વર્ષ અગાઉના 10 માથી 7 વર્ષ નોન રેસિડંટ હશે.
- જ્યારે કોઈ ભારતીય નાગરિક, પાછલા વર્ષમાં કોઈ પણ અન્ય દેશ માં ટેક્સ ભરવા જવાબદાર નહીં હોય, ત્યારે તે ભારતીય ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રેસિડંટ માંની લેવામાં આવશે.
- લેખક નોંધ: એવા ઘણા કરદાતા, ખાસ મર્ચન્ટ નેવી ની નોકરીમાં સામેલ વ્યક્તિ જે હાલ કોઈ દેશ માં ટેક્સ માટે જવાબદાર ના હતા તેઓ હવે ભારતમાં ઇન્કમ ટેકસ ભરવા જવાબદાર બનશે. ખાસ કરીને દીવ જેવા ગામ માં જ્યાં મર્ચન્ટ નેવી માં ઘણા વ્યક્તિ કામ કરતાં હોય છે તેઓને આ ફેરફાર અમલી બનવાથી ઘણી અસર થશે.
- ઓડિટ ની લિમિટ માં ફેરફારો:
- હાલ, જે કરદાતા ના ધંધા નું ટર્નઓવર 1 કરોડ થી વધુ હોય, તેઓ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ કરાવવા જવાબદાર બને છે. આ લિમિટ ને વધારી ને 5 કરોડ ની કરવામાં આવેલ છે. પણ આ 5 કરોડ ની લિમિટ ધ્યાને લેવા નીચેની મહત્વપુર્ણ શરત પુર્ણ કરવાની રહેશે:
- કરદાતા નું રોકડ વેચાણ કુલ વેચાણ ના 5% થી વધુ હોવું જોઈએ નહીં. તથા
- કરદાતા નું રોકડ પેમેન્ટ (ખરીદી સહિત) કુલ પેમેન્ટ ના 5% થી વધુ હોવું જોઈએ નહીં.
- લેખક નોંધ: મારા માનવા પ્રમાણે ખૂબ ઓછા પ્રમાણમા (ન્યૂનતમ) આ 5 કરોડ ની લિમિટ માટે હક્કદાર બનશે. કારણકે બહુ ઓછા ધંધામાં ઉપરના બંને નિયમો નું પાલન થતું હોય છે.
- કોઈ સ્થાવર મિલકત ખરીદ વેચાણ માં જંત્રી વેલ્યૂ થી હાલ 5% સુધી નો ફેરફાર ચાલી શકતો. હવે આ ફેરફાર 10% સુધી હશે તો નહીં આવે કોઈ વધારાની જવાબદારી. ધંધાદારી ઇન્કમ ટેક્સની કલમ 43CA, કલમ 50C તથા 56 આ તમામ કલમો ને આ 10% ની લિમિટ લાગુ પડશે. આ એક આવકારદાયક સુધારો છે.
- 04.2001 પહેલા ખરીદેલ કોઈ સ્થાવર મિલકત માટે કરદાતા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા માન્ય વેલ્યૂયર પાસે મિલકત ની 01.04.2001 ની પડતર કિમત નક્કી કરવી શકતા હતા. આ નિયમમાં એક ફેરફાર કરી એવું સૂચિત કરવામાં આવ્યું છે કે આ વેલ્યૂએશન ની રકમ એ તારીખ ના રોજ ની જંત્રી ની રકમ કરતાં વધુ હોય શકશે નહીં. આમ, હવે કરદાતા એ વેલ્યૂએશન તો કરવવાનું રહેશે જ પરંતુ આ વેલ્યૂએશન જો જંત્રી ની રકમ થી વધુ હશે તો જંત્રી ની વેલ્યૂજ માન્ય ગણાશે.
- નવા ઇન્કમ ટેક્સ ના સ્લેબ અંગે મહત્વની જાણકારી
- ભારતીય ઇન્કમ ટેક્સ ના ઇતિહાસ માં કદાચ સૌપ્રથમવાર ટેક્સ સ્લેબ સિલેક્ટ કરવાના ઓપ્શન કરદાતાઓને આપવામાં આવ્યા છે. કરદાતા પાસે હવે બે ઓપ્શન રહેશે.
- તેઓ પાછલા વર્ષ ના ઇન્કમ ટેક્સ ના દર મુજબ વેરો ભરે અને તેને મળતા હાઉસિંગ લોન, LIC વગેરેની કપતો બાદ લે.
- તેઓ નવા જણાવેલ રાહતકારક દર થી ટેક્સ ભારે અને હાઉસિંગ લોન, F., LIC, મેડીકેલ્મ જેવી કપતો જતી કરે. નવા દરો પ્રમાણે માત્ર ન્યુ પેન્શન સ્કીમની કપતો લઈ શકશે.
- લેખક નોંધ: આ જોગવાઈ કરદાતા માટે કપરી સાબિત થવાની છે. આથી વધુ કપરી સાબિત થશે કરદાતાઓના આવક વેરા રિટર્ન માં મદદરૂપ બનનાર એડવોકેટ, CA કે ટેક્સ પ્રેકટીશનર્સ માટે કે જેઓએ હવે દરેક અસીલ માટે બે કોંપ્યુટેશન બનાવવા પડે તો નવાઈ નથી.
-
કરદાતા ની આવક (150000 ના રોકાણ નો અંદાજ કરી ને)
જૂની જોગવાઈ મુજબ ટેક્સ નવી જોગવાઇ મુજબ ટેક્સ 5 લાખ શૂન્ય શૂન્ય 7.5 લાખ 32500/- 37500/- 10 લાખ 82500/- 75000/- 12.5 લાખ 142500/- 125000/- 15 લાખ 217500/- 187500/- 20 લાખ 367500/- 337500/-
જો રહેઠાણ ના ઘર ઉપર લોન નું વ્યાજ ભરતા હોય અથવા અન્ય રોકાણ હોય તો જૂના દર મુજબ ઇન્કમ ટેક્સમાં ફાયદો મળી શકે
- ટેક્સ ટુડે એક્સપર્ટ CA દિવ્યેશ સોઢા આ અંગે એક હકારાત્મક બાબત રજૂ કરી જણાવે છે કે કપતો બાદ ના મળતા હવે કરદાતા ટેક્સ ભરી પોતાની પાસે કપતોમાં રોકાણ કરવા વપરાતી રકમ અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકશે. આ એક આવકારદાયક બાબત છે.
- ટેક્સ ટુડે સાથે વાત કરતાં ઉના ના ખ્યાતનામ એડવોકેટ અને રેવન્યુ કાયદા ના નિષ્ણાત દીપકભાઈ પોપટ જણાવે છે કે મોટાભાગ ના ધંધાદારી કરદાતા રોકાણો વગર નો વિકલ્પ પસંદ કરશે તેવું લાગી રહ્યું છે. નોકરિયાત વર્ગ કે જેમના પોતાના પગારમાથી ફરજિયાત કપતો થતી હોય જૂના સ્લેબ મુજબ ટેક્સ ભરશે તેવું લાગી રહ્યું છે.
- ઓડિટ અંગે ના રિટર્ન તથા ડ્યુ ડેટ માં ફેરફારો:
- હાલ, ઓડિટ કરવવાની તથા તેના રિટર્ન ભરવા ની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. સૂચિત સુધારા મુજબ હવે ઓડિટ કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર જ રહેશે. પણ ઓડિટ વાળા રિટર્ન ભરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય મળશે. આ એક આવકારદાયક સુધારો છે.
- આ ઉપરાંત હાલ, માત્ર ઓડિટ ને પાત્ર ભાગીદારી પેઢીમાં વર્કિંગ પાર્ટનર હોય તેને ઓડિટ ની ડ્યુ ડેટ સુધી રિટર્ન ભરવાની છૂટ હતી. પણ હવે તમામ પાર્ટનર-વર્કિંગ હોય કે નોન વર્કિંગ, બંને કિસ્સામાં તેઓ 31 ઓક્ટોબર સુધી રિટર્ન ભરવા હકદાર બનશે.
- TDS અંગે મહત્વ ના સુધારા, જેની અસર ઘણા કરદાતાઓ ઉપર પડી શકે છે.
- હાલ, વ્યક્તિ તથા HUF ના કિસ્સામાં પાછલા વર્ષમાં જે કરદાતા ઓડિટ હેઠળ હોય તેઓ માટેજ TDS ની જોગવાઇઓ લાગુ પડતી હતી. હવે આ અંગે સુધારો કરવામાં આવ્યો છે અને આ સુધારા મુજબ જે કરદાતા નું ટર્નઓવર 1 કરોડ કે તેથી વધુ હોય અને પ્રોફેશનલ્સ ના કિસ્સામાં જો રિસીપ્ટ્સ 50 લાખ કે તેથી વધુ હોય તો પણ તેઓની TDS કરવાની જવાબદારી આવશે. આ જોગવાઈ થી આવા કરદાતા માટે એક વધુ કંપલાયન્સ ની જવાબદારી ઊભી થશે. ટેક્સ ટુડે એક્સપર્ટ અને જેતપુર ના જાણીતા કરવેરા નિષ્ણાત લલિત ગણાત્રા જણાવે છે કે TDS કંપલાયન્સ ની જવાબદારી એ આ પ્રકાર ના કરદાતા માટે ખૂબ અઘરી સાબિત થશે એ બાબત ચોક્કસ છે. આ ફેરફાર થી TDS નો વ્યાપ અનેક ગણો વધી ગયો છે.
- TCS ની જોગવાઈ માં મહત્વપૂર્ણ સુધારો:
- કોઈ વેચનાર, કોઈ એક ખરીદનાર પાસેથી વર્ષ દરમ્યાન 50 લાખથી વધુ ની રકમ મેળવે કે માલ વેચે તો તેઓએ આ વધારાની રકમ ઉપર 0.1% TCS વસૂલ કરવાનો રહેશે. આ નિયમોનો સૌથી વધુ ભોગ એક્સપોર્ટર બની શકે છે તેવી ભીતિ ટેક્સ ટુડે એક્સપર્ટ CA દિવ્યેશ સોઢા સેવી રહ્યા છે. તેઓના મતે આ અંગે ખુલાસા થવા ખાસ જરૂરી છે.
- ચોપડામાં કોઈ ખોટી એન્ટ્રી કરવા બદલ ખાસ અલગ થી પેનલ્ટી:
- કોઈ કરદાતા પોતાના ચોપડમાં ખોટી એન્ટ્રી કરે, ફેરફાર કરે તો તેઓ ને જેટલો ટેક્સ આ ખોટી એન્ટ્રી થી બચાવ્યો છે તેટલી રકમ ની પેનલ્ટી થઈ શકે છે.
- આ ઉપરાંત જે વ્યક્તિ આ ખોટી એન્ટ્રી માં કોઈ પણ રૂપે મદદરૂપ થાય તો તે વ્યક્તિને પણ હવે જેટલી રકમ નો ટેક્સ જે તે કરદાતાએ બચાવ્યો છે તેટલી રકમ ની પેનલ્ટી થઈ શકે છે.
- લેખક નોંધ: આ જોગવાઈ ખરેખર ખૂબ વધુ કડક કહેવાય. આ જોગવાઈ હેઠળ કરદાતા કે જે ખોટી એન્ટ્રી કરી પોતાનો ટેક્સ બચાવે છે તે તો ચોક્કસ ભોગ બની શકે છે પરંતુ એકાઉન્ટન્ટ, એડવોકેટ કે CA કે ટેક્સ કન્સલ્ટન્ટ પણ આનો ભોગ બને તો નવાઈ નહીં!!!
- ઇ અપીલ અંગે જાહેરાત:
- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની પ્રક્રિયા સમગ્ર રીતે પારદર્શક બનાવવા આ બજેટમાં ઇ અપીલ અંગે જાહેરાત કરવામાં આવેલ છે. હાલ, ઇ એસસ્મેંટ તો ચાલુજ છે. ટૂંક સમયમાં અપીલ ને પણ ફેસ-લેસ બનાવવા પ્રયાસો કરવામાં આવશે. અપીલ જેવી ક્વાસી જ્યુડીશીયલ પ્રક્રિયા ફેસ લેસ કેટલા અંશે શકય છે તે પણ એક સવાલ છે.
બજેટ 2020 માં ડાયરેક્ટ ટેક્સ પ્રપોસલ વિષે ટેક્સ ટુડે એક્સપર્ટ CA દિવ્યેશ સોઢા, ના વિશેષ ઈન્પુટ્સ:
- બિન રહીશ માટે ની જોગવાઈ માં કન્ફ્યુઝન હોઈ સરકાર તેમાં ક્લેરિફિકેશન લાવે તે જરૂરી છે.
- નવા ઓપ્શન મુજબ ઇન્કમ ટેક્ષ રેટ નીચે મુજબ રહેશે (ઇન્ડીવિડયુઅલ તથા HUF માટે )
Income slabs (in INR) Rate of Tax (percent)
Up to 250,000 NIL
250,000 to 500,000 5 %
500,000 to 750,000 10 %
750,000 to 1,000,000 15 %
1,000,000 to 1,250,000 20 %
1250000 to 1,500,000 25 %
Above 1,500,000 30 %
(સરચાર્જ તથા સેસ જુના નિયમ મુજબ લાગશે)
બને ઓપ્શન ને સમજવા નીચે નું ઉદાહરણ જોયે (ફક્ત સમજવા ના હેતુ થી। કેસ ટૂ કેસ ગણતરી માં ફેર પડી શકે )
Sr No | વિગત | જુના ઓપ્શન મુજબ ટેક્ષ | નવા ઓપ્શન મુજબ ટેક્ષ | ડિફરન્સ |
1 | Total Income upto Rs.10,00,000/- (No deduction claimed)
If Deduction claimed Rs.150000/-
If Claim Mediclaim of Rs.25000/-
If NPS claimed Rs.50000/-
If interest on home loan for Rs.200000/-
|
112500
82500
77500
67500
27500 |
75000
75000
75000
75000
75000 |
37500
7500
2500
-7500
-47500 |
2 | Total Income upto Rs.15,00,000/- (No deduction claimed)
If Deduction claimed Rs.150000/-
If Claim Mediclaim of Rs.25000/-
If NPS claimed Rs.50000/-
If interest on home loan for Rs.200000/-
|
262500
217500
210000
195000
135000
|
187500
187500
187500
187500
187500 |
75000
30000
22500
7500
-52500 |
- ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષ જે અત્યાર સુધી ડિવિડન્ડ આપનાર કમ્પની એ ભરવાનો થતો તેમને ભરવામાં થી છૂટ મલી છે અને હવે ડિવિડન્ડ જે તે વ્યક્તિ ની આવક માં ઉમેરવા માં આવશે. આ ડિવિડન્ડ ની આવક સામે વ્યાજ ખર્ચ તથા ડિવિડન્ડ ની આવક ના મૅક્સિમમ 20% સુધી ખર્ચ બાદ મળી શકશે
- નવી સેકશન 80M મુજબ કોઈ કમ્પની ને ડિવિડન્ડ ની આવક હશે તો તે કમ્પની પોતે તેના શેર હોલ્ડર્સ ને જેટલું ડિવિડન્ડ ચુકવશે (તેના રિટર્ન ની ડ્યું ડેટ ના એક મહિના પહેલા ) તેટલું ડિવિડન્ડ ની આવક સામે બાદ મળશે।
- સેક્સન 194 માં સુધારો કરવામાં આવેલ તે મુજબ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પર જો ડિવિડન્ડ રૂ 5000/- થી વધુ હોઈ તો 10% TDS કરવાનો રહેશે
- બજેટ સ્પીચ માં આપેલ પ્રોપોસલ મુજબ એક્સપોર્ટર્સ ને ઇલેકટ્રીસિટી ડ્યૂટી તથા એક્સપોર્ટ માટે વપરાતા વાહન માં યુઝ થતા ફ્યુલ પર ના VAT નું રીફન્ડ આપવાં માં આવશે। આ અંગે ની સ્કીમ હવે લોન્ચ કરવામાં આવશે
આ લેખ રજૂ કરવાનો સૌથી મહત્વ નો ઉદેશ એ છે કે બજેટ પછીના દિવસે ન્યૂઝ ચેનલો- વર્તમાન પત્રો માં બજેટ વિષે વિશ્લેષ્ણ રજૂ કરવામાં આવતા હોય છે. આ વિશ્લેષ્ણ મોટાભાગે નાણાંમંત્રીની બજેટ સ્પીચ ઉપરથી કરવામાં આવતા હોય છે. મોટાભાગે સમયબાધ ના કારણે આ ન્યૂઝ ચેનલો-વર્તમાન પત્રોમાં ફાઇનન્સ બિલ વાંચી આ વિશ્લેષ્ણ તૈયાર કરી શકાતું હોતું નથી. આ કારણે ખરેખર સ્થિતિ કરતાં ઘણી ઉલ્ટી સ્થિતિ વાંચકો સમક્ષ રજૂ થઈ જતી હોય છે. આ કારણે ઘણીવાર કરદાતા ગેરમાર્ગે દોરાઈ જતાં હોવાની સંભાવના રહેલી હોય છે. આ સ્થિતિ નિવારવા આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.
(આ લેખ તૈયાર કરવામાં ફાઇનન્સ બિલ ઉપર લલિતભાઈ ગણાત્રા તથા દિવ્યેશભાઇ સોઢા સાથે થયેલ ચર્ચા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. હાલ આ બિલ નું અનાલિસિસ ચાલુજ છે. આ અંગે ના વિચારો એ મારા બિલ ઉપર ના મારા અંગત વિચારો છે.)