બજેટ 2020-શું ખરેખર 20-20 જેવુ રોમાંચક કે ટેસ્ટ જેવુ બોરિંગ?? જોઈએ અગ્રણીઓ ની નજરે….
તા. 01.02.2020: બજેટ 2020 નિર્મલા સિથારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું. આ બજેટ ને 2020-21 માટે ના આ બજેટ વિષે શું અભિપ્રાય છે લોકોનો….2020 નું આ બજેટ તેમને લાગી રહ્યું છે આ બજેટ 20-20 ની મેચો જેવુ રોમાંચક કે તેઓ સમજી રહ્યા છે આ બજેટ ને ટેસ્ટ જેવુ “બોરિંગ”. આવો જાણીએ આ બજેટ વિષે શું કહે છે અગ્રણીઓ…….
અત્યાર સુધી ના બજેટ ની સૌથી લાંબી સ્પીચ, એગ્રીકલ્ચર , એજ્યુકેશન , હેલ્થ કેર , ઇન્ફ્રસ્ટ્રચર , રેલવે , પાવર જેવા દરેક સેક્ટર માટે ફાળવણી। લોકો ની અપેક્ષા મુજબ પર્સનલ ટેક્સ માં રાહત આપી પણ એક્સમ્પ્શન કે ડિડકશન નો લાભ ના લ્યો તો, કમ્પની ને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ માંથી રાહત પણ વ્યક્તિગત ના હાથ માં ટેક્ષેબલ। વિવાદ સે વિશ્વાસ ઇન્કમ ટેક્સ ડિસ્પ્યુટ નિવારવા ની સ્કીમ (પણ પિટારો ખુલે પછી ખબર પડે કે એમાં કેટલી કન્ડિશન્સ છે ). આમ બજેટ માં એક હાથ માં રાહત આપી ને બીજા હાથ માં જવાબદારી ઉમેરી દીઘી। એટલે મારા મત મુજબ કડકડતી ઠંડી જેવું ઠંડુ બજેટ છે.
ભવ્ય પોપટ, એડવોકેટ, એડિટર, ટેક્સ ટુડે
હું આ બજેટ ને 20-20 જેવી રોમાંચક તો ચોક્કસ કહીશ કારણકે આ બજેટ માં ઘણા ફેરફારો આવ્યા છે. પણ આ બજેટને વાંચ્યા પછી એવી ફિલિંગ આવે છે જેવી ફિલિંગ, એક 20-20 મેચ આપણી મનગમતી ટિમ હારી જાય ત્યારે આવે. નાણાંમંત્રી એ ડાયરેક્ટ ટેક્સ વિષે બોલવાનું ચાલુ કર્યું ત્યારે એમ કહ્યું કે કરદાતામાં ઇન્કમ ટેક્સ અંગે ની ગુચવાણો આ બજેટ થી દૂર થશે. પરંતુ મારા માટે આ બજેટ માં કરવામાં આવેલ બે અલગ અલગ ટેક્સ સ્લેબ ની જોગવાઇઓ થી કરદાતાઓ માં ગુચવણો વધશે. રેસિડેનશીયલ સ્ટેટ્સ ના નિયમોમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેની અસર પણ ઘણા લોકો ઉપર પડશે. TDS જોગવાઇઓ માં પણ ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા જેના કારણે ઘણા નાણાં કરદાતા પણ TDS કરવા જવાબદાર બનશે. All and all I consider this budget as a confused budget.
લલિત ગણાત્રા, જેતપુર, ટેક્સ એડવોકેટ, ટેક્સ ટુડે એકસપર્ટ.
બજેટ 2020 માં ટેક્ષ રેઇટ ઘટાડાની મોટી જાહેરાતો પણ વાસ્તવિકતા કાંઇક અલગ…
મોદી સરકાર નું બીજી ટર્મ નું બીજું બજેટ ની બજેટ ની સ્પીચ આઝાદી પછીનું સૌથી લાબી સ્પીચ સાથે નું એટલે કે લગભગ 2.30 કલાક સાથેની સ્પીચ આપી ને બજેટ રજૂ કરનાર પ્રથમ નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમન
આજના બજેટમાં એક ટેક્ષ ના પ્રોફેશનલ તરીકે ડાયરેક અને ઇન્ડાયરેક ટેક્ષ ના ફેરફાર પર આપણને વધારે રસ હોય તે સ્વાભાવિક છે
આજના બજેટમાં નાણાં મંત્રી એ કરેલ ડાયરેકા ટેક્ષ ની જાહેરાત મુજબ ટેક્ષ પ્રપોઝલ સરળ કરી ટેક્ષ પ્રોફેશનલ ની જરૂર ના પડે એવું સહેલું અને સરળ કરવાની જાહેરાત બજેટ સ્પીચમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. જોગવાઈ ઓનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે પ્રોફેશનલ વગર એક ડગલું પણ ચાલી શકાય એમ નથી
હવે આપણે મુખ્ય જાહેરાતો કે જે આજના અને આવતી કાલના પેપર ની હેડલાઇન બની કે બનશે તે ઉપર નજર કરીએ
ઓડીટ મર્યાદા 1 કરોડ માંથી 5 કરોડ :
લીમીટ વધારાની જાહેરાત થઇ એટલે ઓડીટ કરાવતા વેપારીઓ ના ચહેરા પર ખુશીની લહેર જ્યારે નવા સીએ ના ચહેરા ઉપર થોડી ઉદાસી નો આભાસ થયો પંરંતુ જ્યારે આની ફાઇનાન્સ્ર એકટ માં આની પ્રપોઝલ વાચી ત્યારે જાણવા મળ્યું કે આ *ફુદડી સાથે આવતી જાહેરાત છે એટલે કે *શરતો લાગું.
1 કરોડ થી 5 કરોડ ની ઓડીટ જોગવાઈ માં મુખ્ય શરત એ છે કે કુલ ટર્નઓવરના 5 ટકા થી વધારે રોકડ વેચાણ કે ખર્ચ ની ચુકવણી થયેલ ના હોવી જોઈએ. આ શરત નું પાલન 1000 કેસમાં 1 કેસમાં થઇ શકે એમ હોય તે ઉપરાંત 44AD 6 ટકા કે 8 ટકા વારી સેકશન તો યથાવત જ હતી. આ જાહેરાત ફકત જાહેરાત જ રહી છે. અને રાબેતા મુજબ જે ઓડીટ કરાવતા હતા તેમને યથાવત જ ઓડીટ કરાવાનું રહેશે
ટેક્ષ રેઇટ ની ઘટાડાની મોટી જાહેરાત:
રેઇટ ની જાહેરાત કરી ત્યારે ટેક્ષ ભરતા દરેક ને એવો અનુભવ થયો કે બહુ મોટો ફાયદો નાણાં મંત્રી એ બજેટમાં આપી દીધો છે. પંરંતુ આ જાહેરાત માં પણ *શરતો લાગું વારી ફુદડી છે. જો આ રેઇટ નો બેનીફીટ લઇ ને તમે આમાં ટેક્ષ ભરશો તો તમને કોઈ પણ પ્રકારના ડિડક્શન કે ટેક્ષ મા રાહત આપતી પ્રોવિઝન નો લાભ નહી લઇ શકો. જેમ કે એલ.આઇ.સી.નું પ્રીમીયમ, હેલ્થ નું પ્રીમીયમ, હાઉસીગ લોનનું વ્યાજ,તેનો હપ્તો વિગેરે જેવા મળતા લાભો લઇ ના શકો એવી જોગવાઈ કરવામાં આવી છે. આમ જોતાં આ એક પ્રકારે રોકાણ ને નિરુત્સાહી કરવાની જોગવાઈ અને જુના કરેલ આયોજન પર પાણી ફેરવતી જોગવાઈ સીવાય બીજું કશું નથી. તે ઉપરાંત જો કોઇ પણ પ્રકારનું રોકાણ ના હોય તો જ નવા રેઇટ નો ટેક્ષ બેનીફીટ લઇ શકાય નહિતર ટેક્ષ મા ખાસ ફાયદો નહીં થાય. લોકો ઓછા ટેક્ષના રેઇટ નો લાભ લેવા રોકાણ ઓછું કરશે જે ખરેખર અત્યારની આર્થિક સ્થિતિ જોતાં સારું ના કહી શકાય.
ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ:
દરેક કંપની ને ડીવીડન્ડ ચુકવતા પહેલાં ડીવીડન્ડ પર નો ટેક્ષ કાપીને ડીવીડન્ડ ચુકવાનું હોય છે જે હવે થી કંપની ને આના પર કોઇ ટેક્ષ કાપીને ચુકવવા નો રહેશે નહી પંરંતુ ડીવીડન્ડ મેળવનાર ને આ કરપાત્ર થશે અને તેની ઉપર લાગું પડતા દરે ટેક્ષ ચુકવવો પડશે.
ઓડીટ પહેલાં રીટર્ન ભરવામાં એક મહિનો વધારે :
ઓડીટ જેમને લાગું પડે છે તેઓને ઓડીટ 30.09 પહેલાં કરાવી તેનું રીટર્ન 31.10 પહેલાં ભરી લેવાનું રહેશે
બીજા અન્ય ફેરફાર માં જોઇએ તો…
જંત્રી રેઇટ થી 10 ટકાનો ફેરફાર હવે માન્ય
એક કરોડ થી ઉપર ટર્નઓવરમાં (50 લાખ પ્રોફેશનલ)હવે ફરજિયાત સેકશન 94A, 94C,94J,94H,94I પર ટીડીએસ કાપવાનો પછી તમારી ફર્મમાં ઓડીટ હતું કે નહી તે જોવાનું.
94J ને પ્રોફેશનલ અને ટેકનીકલ એમ બે અલગ રીતે વહેચી ટેકનીકલ માં 1 ટકા કે 2 ટકા ની 94C ની જેમ ટીડીએસ ની જોગવાઈ
રેસીડેન્ટ ની વ્યાખ્યા માં ફેરફાર કરી 182 ના બદલે 120 દીવસ ની જોગવાઈ સાથે બીજા કોઇ દેશમાં ટેક્ષ ભરવા લાયેબલ ના થતો હોય તો તે રેસીડેન્ટ ઇન્ડીયન ગણાશે
સબકા વિશ્વાસ કે જેમાં ફકત મુળ રકમ ભરી વ્યાજ ની માફીનો લાભ લઇ શકાશે
ફેસલેશ અપીલની જોગવાઈ
આમ ઉપરોક્ત ફેરફાર ને એકંદર જોઇએ તો સરળ કાયદા ને વધારે ગુચવી ને અટપટી જોગવાઈ ઓ દાખલ કરી કરદાતા વધું હેરાન થાયને જાણે અજાણે ભુલો કરી ને દંડ ને પાત્ર થાય એવા અમુક ફેરફાર કરેલ છે. એક સ્કીમ ને છોડી બીજી કોઇ આવકારદાયક જોગવાઈ ડાયરેક ટેક્ષ માં મારી દ્રષ્ટિએ કરવામાં આવેલ નથી એવું મારું માનવું છે.