બેંક માંથી રોકડ ઉપાડ કરવામાં પણ કપાશે ટેક્સ!!! વાંચો આ વિશેષ અહેવાલ
01 જુલાઇથી ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194 N નો અમલ શરૂ થઈ ગયો છે. આ કલમ અગાઉ પણ અમલમાં હતી પરંતુ જૂની જોગવાઈ ને સ્થાને બજેટ 2020 થી હવે નવી જોગવાઈ 01 જુલાઇ 2020 થી લાગુ કરવામાં આવી છે. આ જોગવાઈ મુજબ 1 કરોડ ઉપર ઉપાડ કરવામાં આવે તો તે ઉપડમાંથી 2% TDS બેન્ક દ્વારા કરવામાં આવશે. અગાઉ જૂની જોગવાઈમાં ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિનું (APMC) લાઇસન્સ ધરાવતાં વેપારીઓને આ જોગવાઈ લાગુ પડતી ન હતી.
ખેતીવાડી સાથે જોડાયેલ ઉદ્યોગોએ મોટાભાગનું ચૂકવણું ખેડૂત ને કરવાંનું થતું હોય આ ચૂકવણું રોકડમાં જ કરવું પડતું હોય છે. પોતાનું ઉત્પાદન-વેચાણની જે રકમ આવે તે બેન્ક દ્વારા આવતી હોય છે. આ કારણે ખૂબ મોટા પ્રમાણમા આવા ઉદ્યોગોએ બેન્કમાંથી રોકડ ઉપાડવાની થતી હોય છે. હવે આ જોગવાઈ લાગુ થઈ ગયા બાદ આવા ઉદ્યગો માટે ખૂબ મુશ્કેલ પરિસ્થિતીનું નિર્માણ થયેલ છે.
જિનિંગ એન્ડ પ્રેસિંગ એશોશીએશન ઉનાના પ્રમુખ કિશોર સંભૂવાણીટેક્સ ટુડે સાથે વાત કરતાં જણાવે છે કે જો અગાઉ જેવી છૂટ APMC લાઇસન્સ ધરાવતા ઉદ્યોગો ને હતી તેવી છૂટ નહીં આપવામાં આવે તો અમારા ઉદ્યોગો ટકી શકશે નહીં. જીનીગ ઉદ્યોગ ઉપર અગાઉથી RCM જેવી ગેરવ્યાજબી જોગવાઈ નો ભાર છે. આ ભાર હવે અમારા ઉદ્યોગ માટે મરણતોલ સાબિત થશે. ઉદ્યોગો બંધ થશે અને આ ઉદ્યોગ સાથે જોડાયેલ અનેક લોકો બેરોજગાર બનશે. COVID-19 સામે જજૂમી રહેલા MSME માટે આ પડ્યા પર પાટુ જેવી બાબત થશે. તેઓએ ભારપૂર્વક સરકાર ને આગ્રહ કર્યો હતો કે આ જોગવાઈ નો અમલ ઓછામાં ઓછો એક વર્ષ સુધી પાછો ઠેલવવામાં આવે. આ ઉપરાંત APMC નું લાઇસન્સ ધરાવતાં કરદાતાઓને આ જોગવાઈમાં થી મુક્તિ આપવામાં આવે તે અત્યંત જરૂરી છે.
આવા અનેક નાના ઉદ્યોગો છે જેમના માટે આ રોકડ ઉપાડ ની જોગવાઈ મુશ્કેલ પરિસ્થિતી ઊભી કરી શકે છે. COVID-19 બાદ તમામ ધંધા-રોજગાર વિકટ પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા આ ઉદ્યોગો માટે અનેક રાહતો પણ જાહેર કરેલ છે. આ રાહતોમાં એક વધુ રાહત આપી આ ટેક્સ કપાત ની જોગવાઈ નાણાકીય વર્ષ 2020-21 પૂરતી સ્થગિત કરી આપવામાં આવે તેવી આશા નાના ધંધાર્થીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
NICE INFORMATION BHAVYA BHAI
Thanks
very nice information bhavyabhai and all ca and advocate