ભારત ની 100 ઉપર ની નોટો ઉપર નેપાળ માં નોટ બંધી!!!!
તા: 14.12.18: ઉના: નોટબંધી ને બે વર્ષ નો સમય વિતી ગાયો છે. પરંતુ આજે પણ સમાન્ય વ્યક્તિ નોટબંધી નું નામ સાંભળી ડરી જાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ, નેપાળ સરકારે રૂ. 2,000, રૂ 500 અને રૂ. 200 (100 રૂ ઉપરના)ના ભારતીય ચલણી નોંટોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
સરકારે લોકોને 100 રૂપીયાથી વધુની ભારતીય ચલણી નોંટો રાખવા તથા વહન ના કરવા ખાસ ચેતવણી આપેલ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નેપાળ ના એક મંત્રી ગોકુળ પ્રસાદ બાસ્કોટાએ જણાવ્યું હતું કે નેપાળ સરકારે ભારતીય નોટ કાયદેસર બનાવી નથી. કાઠમંડુ પોસ્ટના દ્વારા પ્રકાશિત માહિતી પ્રમાણે આ નિર્ણય ભારતમાં ના નેપાળી નોકરિયાતો તેમજ નેપાળની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓને ખાસ અસર કરી શકે છે. આમ કરવાનું કરણ એ મનાય રહ્યું છે કે ભારતીય નોટો માં કરવામાં આવેલ નોટબંધી ના બે વર્ષ બાદ પણ નેપાળ માં નેપાળી લોકો પાસે મોટા પ્રમાણમાં રદ્દ કરવામાં આવેલ ભારતીય નાણું ફસાઈ રહ્યું છે.
લોકો લગભગ બે વર્ષથી નેપાળી બજારમાં નવી ભારતીય ચલણી નોંટોનો ઉપયોગ કરી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે