માત્ર માફી માલ ની ખરીદ-વેચાણ કરતા કરદાતા ના જી.એસ.ટી. કંપોઝીશન ના રીર્ટન ભરતા નથી…કરદાતા મુજવણ માં
તા.૩૦/૦૮/૨૦૧૯, નીરવ ઝીઝૂવાડિયા, ટેક્સ ટુડે રિપોર્ટર, અમરેલી
જી.એસ.ટી કાયદા હેઠળ કંપોઝીશન હેઠળ ના કરદાતા એ વર્ષ ૨૦૧૯-૨૦ થી ત્રિમાસીક રીર્ટન CMP-08 ભરવાનુ રહે છે. પેહલા ક્વાર્ટર એટલે કે ૦૧/૦૪/૨૦૧૯ થી ૩૦/૦૬/૨૦૧૯ માટે આ રિટર્ન ભરવાની મર્યાદા વધારી ને ૩૧/૦૮/૨૦૧૯ કરેલ છે. આ ફોર્મ જી.એસ.ટી પોર્ટલ પર ખુબ જ મોડુ મૂકવામાં આવ્યુ હતુ. આ ફોર્મ માં હજુ ટેકનીકલ ખામીઑ છે તેવું જણાઈ રહ્યું છે. જે કંપોઝીશન માં રજીસ્ટર વેપારી માત્ર માફી માલનો ધંધો કરેલ છે તેમના કંપોઝીશન ના રીર્ટન આજ ની તારીખ સુધી ભરાતા નથી અને “એરર” આવે છે. આ મુશ્કેલી નુ સમાધાન જી.એસ.ટી હેલ્પ ડેસ્ક પાસે પણ નથી. હવે આ રીર્ટંન ભરવામાં માત્ર બે દિવસ જ બાકી છે. આ કરદાતાઓએ રીર્ટન કેમ ભરવા તે એક સવાલ ઉભો થઇ રહ્યો છે.