વેચનાર જી.એસ.ટી. ના ભરે એટ્લે ખરીદનારને સીધી રીતે જવાબદાર ગણી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

 

દર્શિત પી શાહ, ટેક્સ કાનસલટન્ટ, અમદાવાદ

સનક્રાફ્ટ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના કેસમાં કલકત્તા હાઇકોર્ટના ચુકાદા સામે વિભાગની એસએલપીને ફગાવી
તા. 18.12.2023: તાજેતરમાં સુપ્રિમ કોર્ટે જીએસટી હેઠળ કરદાતાઓ માટે રાહત મળે તેવો મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટની બે ન્યાયાધીશોની બનેલી બેન્ચે સનક્રાફ્ટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કેસમાં કોલકત્તા હાઈકોર્ટના નિર્ણય સામે જી.એસ.ટી. વિભાગની અપીલને ફગાવીને કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, વેચનાર ટેકસ નહીં ભરે તો ડિપાર્ટમેન્ટ ખરીદનાર પાસેથી તેની ઉઘરાણી કરી શકે નહીં. ખરીદનાર પાસે ત્યારે જ ટેકસ વસુલી શકાય જ્યારે વેચનાર મળે નહીં અને તેની પાસેથી રિકવરી અસંભવ હોય. આમ, આ ચુકાદાના કારણે કરદાતાઓને મોટી રાહત મળી છે. હવે ડિપાર્ટમેન્ટ દરેક કિસ્સામાં વેચનાર ટેકસ નહી ભરે તો ખરીદનાર પાસેથી ઉઘરાણી નહીં કરી શકે કે તેમની આઇટીસીને બ્લોક કે પછી ભરવા માટે દબાણ નહિ કરી શકે. જ્યારે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આ પ્રકારે ખરીદનાર પાસે ઉઘરાણી કરવામાં આવે ત્યારે ખરીદનાર સુપ્રીમ કોર્ટના આ ચુકાદા તથા કલકત્તા હાઇકોર્ટના ચુકાદાનો આધાર લઈ પોતાનો બચાવ કરી શકે છે.

જીએસટી કાયદાની કલમ 16 માં ખરીદનારને પોતાની ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડિટ કયાં સંજોગોમાં મળી શકે તે અંગે જોગવાઇ કરવામાં આવેલ છે. આ જોગવાઇઓની કલમ 16(2)(સી) મુજબ ખરીદનારને પોતાની ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડિટ તો જ મળી શકે જો ખરીદનાર દ્વારા વેચનારને આપવામાં આવેલ વેરો વેચનારે સરકારને જમા કર્યો  હોય. જો વેચનાર વેચેલ માલ તથા સેવા પર ઉઘરાવેલ વેરો જમાં ન કર્યો હોય તો ડિપાર્ટમેન્ટ દ્વારા તેની ઉઘરાણી ખરીદનાર વેપારી પાસેથી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં અસંખ્ય કિસ્સા છે જેમાં વેચનાર વેપારી એ ખરીદનાર વેપારી જોડે થી ટેક્સની રકમ તો વસૂલી દીધી છે પરંતુ તે વેરો સરકારી તિજોરીમાં જમા નથી કરાવ્યો હવે આવા કિસ્સામાં ડીપાર્ટમેન્ટ દ્વારા ખરીદનાર વેપારીને સમન્સ કે પછી નોટિસ આપીને તે વેરો ભરવા માટે દબાણ કરવામાં આવે છે. આવાજ જ એક એક કિસ્સા ને લઇ  સનક્રાફટ એનર્જી પ્રા.લી. નામની કંપનીએ કોલકતા હાઇકોર્ટના ડિપાર્ટમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. જેમાં હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, વેચનાર વેપારી એ ટેકસ ના ભર્યો હોય તો ખરીદનાર પાસેથી તેની ઉઘરાણીના કરી શકાય. આ ચુકાદાને ડિપાર્ટમેન્ટે સુપ્રિમ કોર્ટમાં પડકારતા સુપ્રિમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને જાળવી રાખ્યો હતો. આમ, સુપ્રિમ કોર્ટે જાહેર કરેલા ચુકાદાના કારણે દેશભરના પ્રામાણિક જીએસટી કરદાતાઓને મોટી રાહત મળી છે.

આ ચુકાદાથી પ્રામાણિક કરદાતાઓને ફાયદો થઇ શકે છે તેવું માનવું ખોટું નથી. કાયદાની કલમ 16(2)(સી) મુજબ ખરીદનારને પોતાની ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડિટ તો જ મળી શકે જો ખરીદનાર દ્વારા વેચનારને આપવામાં આવેલ વેરો વેચનારે સરકારને જમા કર્યો હોય એવા ઘણા કિસ્સા છે જેમાં ઘણા વેપારીઓ ખરીદનાર પાસેથી વેરાની રકમ તો વસૂલી લે છે પણ તે વ્યવહારો GSTR 3B પત્રક કે પછી GSTR 1 માં બતાવતા નથી અર્થાત તે વ્યવહારો ખરીદનાર વેપારીના GSTR 2A માં આવતા નથી. આમ GSTR 3B તથા GSTR 2A ના મિસ-મેચ ના કિસ્સા ઉદ્ભવતી ડિમાન્ડ માટે હંમેશા ખરીદનાર વેપારીને દબાણ કરવામાં આવતું હતું,

આ ઉપરાંત ઘણી વાર ખરીદનારના 2B માં ક્રેડિટ દર્શાવતી હોય, ખરીદનાર પાસે પોતાની ખરીદીની ક્રેડિટ લેવા અંગે જરૂરી પુરાવા પણ હોય પરંતુ કોઈ કાર્યવાહી સબબ વેચનારનો નોંધણી દાખલો પાછલી તારીખથી રદ્દ કરી તેવા વેચનાર કરદાતા પાસેથી ખરીદી કરનાર તમામ કરદાતાઓની ક્રેડિટ ના મંજૂર કરી વેરા, વ્યાજ તથા દંડ લગાવવામાં આવતા હોય છે. આવ સંજોગોમાં પણ આ ચુકાદો ઉપયોગી બની શકે છે. સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો ઘણા પ્રામાણિક કરદાતાઓ માટે આશીર્વાદ રૂપ રહેશે તેવું ટેક્સ નિષ્ણાંતો માની રહ્યા છે.

 

error: Content is protected !!