વેટ ઓડીટ 17-18 ના વેટ ઓડિટ ટર્નઓવર બાબતે સ્પષ્ટતા કરતો પત્ર ચર્ચા નો વિષય:
તા 07/12/2018 ના રોજ સંયુક્ત રાજય વેરા કમિશનર રાજન મંકોડી દ્વારા ઍક પત્ર ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. ને સંબોધી ને લખવામાં આવ્યો છે.જેમાં વેટ કાયદા હેઠળ નાણાકીય વર્ષ 17-18ના ઓડિટ રિપોર્ટ બાબતે ટર્નઓવર ની મર્યાદાઓ ની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. તેઓ ના આ પત્ર મુજબ નીચેના વેપારીઓ માટે વર્ષ 2017-18 ના ઓડિટ રિપોર્ટ રજુ કરવા ફરજિયાત રહેશે.
01.04.2017 થી 30.06.2017 સુધી નું:
1. કુલ ટર્નઓવર રૂપયા 1 કરોડથી વધુ હોય અને વેરપાત્ર ટર્નઓવર રૂપયા 20 લાખથી વધુ હોય. અથવા
2. વેરપાત્ર ટર્નઓવર રૂપયા 25 લાખથી વધુ હોય. અથવા
3. તા.30/06/2018 ના રોજ કેરી ફોરવર્ડ કાર્લ ટેક્સ ક્રેડિટની રકમ રૂપયા 5 લાખથી વધુ હોય.
ટેક્સ એડવોકેટ્સ, CA તથા પ્રેકટીશ્નર વર્તુળો માં આ સૂચિત મર્યાદા ચોક્કસ ચર્ચા નો વિષય બની ગઈ છે. વેપારી આલમ માટે આ મર્યાદાઓ મુજબ જો ઓડિટ કરવા નું રહે તો વેટ ઓડિટ ફી ની વધારા ની આર્થિક જવાબદારી આવે તે પણ ચર્ચા નો વિષય બની રહ્યો છે. ટેક્સ ટુડે આશા રાખે છે કે આ ટર્નઓવર ની મર્યાદા બાબતે ફરી વિચાર થાય અને માત્ર 01.04.2017 તો 30.06.2017 સુધી જો વેરા પાત્ર ટર્નઓવર 1 કરોડ થી વધુ હોય તથા વેરાપાત્ર ટર્નઓવર 20 લાખ થી વધુ હોય તો જ ઓડિટ કરાવવું જરૂરી બને તેવું જાહેર કરવામાં આવે તો વેપારી આલમ માટે વધુ હિતકારી રહેશે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.