શું છે મહત્વ GSTR 2A નું? 01 એપ્રિલ 2020 થી નવા જી.એસ.ટી. રિટર્ન અમલમાં આવનાર છે. કેવી રીતે વધશે વેપારીની જવાબદારી??? જોઈએ આ વિશેષ લેખમાં:
તા. 04.03.2020: જી.એસ.ટી. કાયદો લાગુ થયા ને લગભગ 31 મહિના જેટલો સમય થઈ ગયો છે. આ કાયદામાં કાયદાકીય/ટેકનિકલ ગૂંચવડતા નો અંત આવતો નજીકના ભવિષ્યમાં તો જાણતો નથી. હાલ જી.એસ.ટી. કાયદા હેઠળ જો સૌથી મુશ્કેલ જોગવાઈ ગણવામાં આવે તો તે જોગવાઈ ખરીદનાર ની ક્રેડિટ બ્લોક કરવાની જોગવાઈ ને ગણી શકાય. આ નિયમ [નિયમ 36(4)] મુજબ જો ખરીદનાર વેપારી, પોતાના 2A (વેચનાર દ્વારા ભરવામાં આવેલ GSTR 1 ઉપર થી ઓટોમેટિક તૈયાર થતું ફોર્મ) માં જેટલા બીલો દર્શાવ્યા છે તેટલા બિલ ની ક્રેડિટ લઈ શકે છે. વેચનાર દ્વારા ના દર્શાવેલ બિલ ની ક્રેડિટ તે માત્ર કુલ દર્શાવેલ બિલો વત્તા તેનાથી 10% વધુની મર્યાદામાં જ લઈ શકે છે.
ઉદાહરણ તરીકે ધરોકે કોઈ ખરીદનાર ને તેની પાસે રહેલ ખરીદી ના બિલો દ્વારા 200 રૂ ની ક્રેડિટ કોઈ માહિનામાં લેવા પાત્ર છે. પરંતુ તેના GSTR 2A માં કોઈ માહિનામાં 100 રૂ ની ક્રેડિટ દર્શાવવામાં આવી રહી હોય, તો આ કિસ્સામાં તે 100 રૂ ની ક્રેડિટ તો ખરીદનાર ને મળે પણ તેનાથી વધુ માત્ર 10% એટ્લે કે 100 રૂ 10 રૂ ની વધારાની ક્રેડિટ તે લઈ શકે. આને તો એમજ કહેવાય ને કે “પાડા ના વાંકે પખાલી ને ડામ”!!
શું વેપારીઓ આ નિયમ નું પાલન કરી રહ્યા છે???
ના, આ નિયમ નું પાલન મોટાભાગ ના વેપારીઓ કરી રહ્યા નથી. અને પ્રેક્ટિકલ રીતે આ નિયમ નું પાલન કરવું શક્ય પણ નથી. કારણકે જો આ નિયમ નું વેપારી પાલન કરે તો ખૂબ મોટા પ્રમાણમા તેની ઈન્પુટ ક્રેડિટ બ્લોક થઈ શકે છે. 10% ની વધારાની ક્રેડિટ લેવી એકાઉન્ટિંગ દ્રષ્ટિએ ખૂબ મુશ્કેલ છે. આ કારણે મોટાભાગના વેપારી આ નિયમનું પાલન કરી શકતા નથી. કર વ્યવસાયિકો આ નિયમ ની ગંભીરતા સમજતા હોવા છતાં આ નિયમ પાલન કરવા પોતાના અસીલો ઉપર દબાણ નથી કરતાં.
આ નિયમ નું પાલન ના કરવાથી શું મુશ્કેલી આવી શકે છે વેપારીઓ માટે?
આ નિયમ નું પાલન ના કરવાથી વેપારીઓને વ્યાજ ભરવાની મોટી જવાબદારી આવી શકે છે. આ ઉપરાંત કોઈ કિસ્સાઓ માં દંડ નો સામનો પણ વેપારીઓએ કરવાનો થઈ શકે છે.
શું થશે 01.04.2020 થી???
જેમ આપણે ઉપર જોયું કે મોટાભાગ ના વેપારીઓ હાલ આ નિયમ નું પાલન કરતાં નથી. તેઓ આ નિયમ થી વધુ ક્રેડિટ લઈ લે છે. તેઓ આ વધુ ક્રેડિટ એટલા માટે લઈ લે છે કે હાલ રિટર્ન ફોર્મમાં (GSTR 3B માં) આ ક્રેડિટ ઓટો પોપ્યુલેટ કરવામાં આવતી નથી. હવે જ્યારે 01.04.2020 થી નવા રિટર્ન અમલમાં આવનાર છે ત્યારે આ ક્રેડિટ ઓટો પોપ્યુલેટ કરવામાં આવશે. એવી ભીતિ સેવાઇ રહી છે કે આ રિટર્નમાં આ નિયમને અનુરૂપ ક્રેડિટ લઈ શકાય તેવી સિસ્ટમ બનાવવામાં આવશે. જેથી સિસ્ટમજ કોઈ વેપારીને આ નિયમ નો ભંગ કરવાનો મોકો નહીં આપે.
શું છે આ મુશ્કેલીનો હલ??
આ મુશ્કેલી નો હલ માત્ર એ છે કે વેચનાર વેપારી પોતાના રિટર્ન યોગ્ય રીતે અને યોગ્ય સમય પર ભરી આપે. જો વેચનાર દ્વારા રિટર્ન યોગ્ય રીતે અને યોગ્ય સમયે ભરેલ હશે તો ખરીદનાર ને આ ક્રેડિટ યોગ્ય રીતે મળી શકશે. ખરીદનાર વેપારીએ પણ હવે જાગૃત થઈ આ અંગે વેચનાર ને યાદી અપાવવામાં તત્પર બનવું પડશે. ટેક્સ ટુડે સાથે વાત કરતાં વડોદરા ના CA ચિંતન પોપટ જણાવે છે કે વેપારીઓએ પોતાની કઈ ખરીદીની ક્રેડિટ વેચનારે દર્શાવેલ છે અને ક્યાં બિલની ક્રેડિટ નથી દર્શાવી તે અંગે સતત અપડેટ થતાં રહેવું પડશે. વેપારી પોતાના વેપારમાંથી આ પ્રમાણે સમય કાઢી શકે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ મુશ્કેલી ના નિવારણ માટે અમે એક સેવા શરૂ કરી છે જે અંતર્ગત વેપારીઓ ને પોતાના ક્યાં વેચનાર ની ક્રેડિટ નથી મળતી તે અંગે અમો તેમણે માહિતગાર કરતાં રહેશું. આટલુંજ નહીં, પણ આ વેચનારને ઇ મેઈલ દ્વારા અમે સૂચિત પણ કરશું અને વેપારી વતી વિનંતી પણ કરશું કે આ બિલ ની ક્રેડિટ તેઓ પોતાના રિટર્ન માં સત્વરે દર્શાવે. આ સેવાનો લાભ લેવાથી વેપારીએ પોતાના ધંધામાંથી સમય આપ્યા વગર મહતમ ક્રેડિટ લેવી શક્ય બનશે. આ અંગે વધુ માહિતી 9725321700 ઉપરથી મેળવી શકશે. આ સમસ્યા નું આ સેવા એક પ્રેક્ટિકલ સમાધાન છે. આ પ્રકારે અન્ય સમાધાન પણ ધીમે ધીમે શોધવાના રહ્યા. પણ એક વાત ચોક્કસ છે…. એ દિલ હે મુશ્કેલ જીના યહાં જરા હટ કે જરા બચકે યે હે જી.એસ.ટી. મેરી જાન….