સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 10th જૂન  2019

  1. અમારા અસીલ દવાના જથ્થાબંધ વેપારી છે. અમને કંપની 10 સ્ટ્રીપ ઉપર 1 સ્ટ્રીપ ફ્રી ની સ્કીમ કંપની દ્વારા આપવામાં આવે છે. વેચાણ બિલ માં 10 સ્ટ્રીપ નો ભાવ જ લેવામાં આવે છે અને જી.એસ.ટી. પણ 10 સ્ટ્રીપ ઉપાર્જ લગાડવામાં આવે છે. અમો પણ અમારા ગ્રાહક ને આજ રીતે વેચાણ કરીએ છીએ. તો શું આવા કિસ્સા માં અમારે વધારાની 1 સ્ટ્રીપ ઉપર ટેક્સ ભરવો પડે? આ સંજોગો માં ક્રેડિટ રિવર્સ કરવી પડે?        પાર્થ વાલાણી, વઢવાણ

 

જવાબ: ના, આ કિસ્સાઓ માં તમારે ના તો ટેક્સ ભરવો પડે ના તો ક્રેડિટ રિવર્સ કરવી પડે. આ માટે તમે 92/2019 ના સર્ક્યુલર નો આધાર લઈ શકો.        

 

 

  1. મારા અસીલ દાહોદ ખાતે પેટ્રોલ ના ડીલર છે. કંપની તેમના ઉપર લાઇસન્સ ફી રિકવરી (LFR) ની રકમ ઉપર 28% GST લગાડે છે. શું આ LFR ઉપર ના જી.એસ.ટી. ની ક્રેડિટ ડીલર ને મળે?                                                                                                                  હોઝેફા બિયાવર, દાહોદ

 

જવાબ: ના, LFR તે માત્ર પેટ્રોલ તથા ડીઝલ ના વેપાર માટે આપતી સપ્લાય હોય તેની ક્રેડિટ રિવર્સ કરવાની રહે. અમારા મત મુજબ આ LFR ઉપર નો દર 18% હશે, 28% નહીં.

 

 

  1. અમારા અસીલ દ્વારા HUF અંગે ડિડ બનાવી HUF ઊભું કરવામાં આવ્યું હતું. તેઓએ હજુ બેન્ક ખાતું ખોલવેલ નથી. PAN કાર્ડ કાઢવી લીધું છે. હવે HUF ના કર્તા નો પુત્ર નું અવસાન થયેલ છે. હવે પરિવાર માં માત્ર કર્તા તથા તેમના પત્ની જ છે. તો શું આ HUF ચાલુ રહી શકે?     ચિંતન સંઘવી.

જવાબ: હા, હિન્દુ સક્સેશન એક્ટ માં 2005 પછી જે સુધારો આવ્યો તે પ્રમાણે મહિલા પણ હિન્દુ પરિવાર માં કો પાર્સનર નો દરજ્જો ધરાવે છે. આમ, એક થી વધુ કો પાર્સનર હોવાના કારણે આ HUF ચાલુ રાખી શકાય.

  

  1. અમારા અસીલ ટ્રેડર છે. તેઓ અન્ય રાજ્ય માંથી ખરીદી કરે છે. આ ખરીદી ઉપર ટ્રાન્સપોર્ટ ભાડું ચૂકવવાનું રહે છે. શું આ ચાર્જ પર માર RCM ભરવો પડે? આ RCM હજુ ક્યારેય ભર્યો ના હોય, શું હવે તમામ RCM એક સાથે ભરી શકાય?                                                                    ડી.બી. ઠૂમમર

 

જવાબ: હા, આવા કિસ્સાઓ માં સામાન્ય રીતે RCM ભરવાનો આવે. પરંતુ RCM ભરવાપાત્ર તો જ થાય જો આ સર્વિસ GTA માં આવતી હોય. GTA હોવા માટે પ્રથમ શરત કનસાઈનમેંટ નોટ (બિલ્ટ્રી) ઇસસ્યું કરવાની છે. તમે આ અંગે સ્પષ્ટતા કરેલ નથી. પણ જો કનસાઈનમેંટ નોટ આપવામાં આવેલ હોય તો GTA ગણાય તથા ચોક્કસ RCM ભરવો પડે. ઘણા કિસ્સાઓ માં આ ટ્રાન્સપોર્ટેશન ટ્રક ના માલિક દ્વારા પોતે જ કરવામાં આવતું હોય છે. આ સંજોગો માં 12/2017 ના નોટિફિકેશન દ્વારા RCM ભરવા માં મુક્તિ મળી રહે.

        જો આપ, ઉપર મુજબ RCM ભરવા પાત્ર થતાં હોય, અને તમે ના ભર્યો હોય તો તે ભૂલ કહેવાય. હજુ આપ, આ RCM ભરી શકો છો. પરંતુ 2017-18 માટે જો આપ RCM ભરશો તો તેની ક્રેડિટ મળશે કે કેમ તે અલગ ચર્ચા નો મુદ્દો છે. સર્વિસ ટેક્સ રિજીમ માં આ પ્રકાર ની ક્રેડિટ RCM પેમેન્ટ કરવા સમયે મળતી. આથી અમારો અભિપ્રાય એવો છે કે આ RCM ની ક્રેડિટ મળવી જોઈએ. પણ આ માટે લડત કરવી પડે તેવું બની શકે. અન્ય એક રસ્તો એ છે કે RCM ભરવા ના બદલે આકારણી સમયે વ્યાજ અંગે લડત કરવી. 2018-19 નો બાકી RCM ભરી તેની ક્રેડિટ લઈ લેવી હિતાવહ છે.    

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો

અંક 1: 25.03.2019

https://taxtoday.co.in/news/9908

અંક 2: 01.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 3: 08.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 4: 15.04.2019

https://taxtoday.co.in/news/10007

અંક 5: 22.04.2019

https://taxtoday.co.in/news/10029

અંક 6: 29.04.2019

https://taxtoday.co.in/news/10065

અંક 7: 06.05.2019

https://taxtoday.co.in/news/10103

અંક 8: 13.05.2019

https://taxtoday.co.in/news/10119

અંક 9: 20.05.2019

https://taxtoday.co.in/news/10148

અંક 10: 27.05.2019

https://taxtoday.co.in/news/10161

અંક 11: 03.06.2019

https://taxtoday.co.in/news/10220

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!