સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 4 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર 

તારીખ: 17th જૂન  2019

  1. મારા અસીલ ને નાઈટ્રોજન (હવામાં બાસ્પીભવન થતો પદાર્થ ) નું વેચાણ કારે છે, વેચાણ સમયે ઇન્વોઇસ અને ચલણ સાથે ઇ વે બિલ પણ બનાવે છે. ખરીદનાર વેપારીને ત્યાં પહોચે ત્યારે જે જથ્થો હોય તેટલી જ રકમ માન્ય રાખી ને બાકી ની રકમ ની ડેબિટ નોટ આપે છે. આવું દરેક બિલ માં બનતું હોય છે. આ કારણે ડિપાર્ટમેંટ માં ક્વેરી ઊભી થતી હોય છે. જો ફક્ત ડિલિવરી ચલણ અને ઇ વે બિલ ઉપર માલ મોકલીએ અને પછી જેટલો જથ્થો માન્ય રહે તેટલું ઇન્વોઇસ બનાવીએ તો ખાતા તરફથી ઇ વે બિલ, ચલણ અને ઇન્વોઇસ માં વજન તથા રકમ માં ફેર આવવા બાબતે ખુલાસા માંગે છે. આ માટે કોઈ સરળ રસ્તો હોય શકે?                                                                                                           વિનોદભાઇ સરવૈયા, ભાવનગર

 જવાબ: આપ જે કરી રહ્યા છો તે અમારા માટે પણ બરોબર છે. વધુમાં જે ડેબિટ નોટ તમારા રેસિપીયંટ આપે છે તેને બદલે સપ્લાયરે ક્રેડિટ નોટ આપવી જોઈએ. આ ક્રેડિટ નોટ ને યોગ્ય રીતે જી.એસ.ટી.આર. 1 માં દર્શાવવામાં આવે તો મહદઅંશે ખાતા તરફથી ખુલાસા કરવામાં આવે નહીં.     

 

  1. બિલ્ડરે બુકિંગ પેટે લીધેલ રકમ જી.એસ.ટી. માં સપ્લાય ગણી તેના ઉપર થતાં દરે વેરો ભારે છે. જ્યારે ઇન્કમ ટેક્સ માટે આ રકમ એડ્વાન્સ ડિપોઝીટ તરીકે બુક માં બતાવી દસ્તાવેજ સમયે જ સરભર કરતો હોય છે. તો આવી મોટી રકમ, જરે સરભર થાઈ ત્યારે જી.એસ.ટી. ની કોઈ અસર થઈ શકે કે નહીં?                                                                                                                                                                     વિનોદભાઇ સરવૈયા, ભાવનગર

જવાબ: આવકવેરા કાયદા તથા જી.એસ.ટી. કાયદા માં અમુક સંજોગો માં અમુક નિયમો ને આધીન ટેક્સ ની જવાબદારી અલગ અલગ સમયે આવતી હોય છે. તમારા કિસ્સામાં જ્યારે એક વાર એડ્વાન્સ તરીકે જી.એસ.ટી. ભરાયો છે ત્યારે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ જ્યારે તે રકમ સેલ્સ તરીકે બુક થશે ત્યારે ફરી ભરવાની જવાબદારી આવશે નહીં. જો આવક વેરા કાયદા હેઠળ ની સેલ્સ ની રકમ, જી.એસ.ટી. હેઠળ ની એડ્વાન્સ સપ્લાય તરીકે દર્શાવેલ રકમ જેટલીજ આવશે તો કોઇ વધારાનો જી.એસ.ટી. ભરવાનો પ્રશ્ન આવશે નહીં.   

 

  1. મારા અસીલ એક ડાયમંડ ટ્રેડિંગ કરે છે. તેને ઈઝરાયેલ થી રફ ડાયમંડ મંગાવેલ છે. ઇમ્પોર્ટ પર IGST ભરેલ છે. આ IGST મારે 3B માં તથા GSTR 1 માં ક્યાં દર્શાવવા નું રહેશે. આ ભરેલ IGST ની ક્રેડિટ મળશે કે રિફંડ મળશે. ઇમ્પોર્ટ કરેલ માલ ઉપર RCM ભરવાનો રહેશે.                                                                                                                                                                                                    ડી. બી. ઠૂમમર

જવાબ: આપના અસીલ દ્વારા રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરેલ છે અને તેના ઉપર જે IGST ભરેલ છે તેને 3B ના ટેબલ 4(1) માં દર્શાવવા નું રહેશ. ઇમ્પોર્ટ એ ઇનવર્ડ સપ્લાય હોય તેને GSTR 1 માં દર્શાવવા નું રહેશે નહીં. ભરેલ IGST ની ક્રેડિટ મળે. જો આઉટપુટ સપ્લાય ઝીરો રેટેડ હોય તો રિફંડ મળી શકે. ઇમ્પોર્ટ ઉપર IGST ભરવાનો થાય, RCM ભરવાની જવાબદારી ના આવે.

 

સુધારો: અગાઉ આ લેખ માં એક પ્રશ્ન હતો કે જી.એસ.ટી. ઓડિટ માટે ટર્નઓવર 01.04.2017 થી ગણવાનું રહેશે કે 01.07.2017 થી. શરૂ માં આ પ્રશ્ન ના જવાબ માં શરત ચૂક થી 01.07.2017 થી આ ટર્નઓવર ગણાશે એવું છપાયેલ હતું. પરંતુ સાચો જવાબ એ છે કે જી.એસ.ટી. ઓડિટ માટે ટર્નઓવર 01.04.2017 થી ગણવાનું રહેશે.

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો

અંક 1: 25.03.2019

https://taxtoday.co.in/news/9908

અંક 2: 01.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 3: 08.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 4: 15.04.2019

https://taxtoday.co.in/news/10007

અંક 5: 22.04.2019

https://taxtoday.co.in/news/10029

અંક 6: 29.04.2019

https://taxtoday.co.in/news/10065

અંક 7: 06.05.2019

https://taxtoday.co.in/news/10103

અંક 8: 13.05.2019

https://taxtoday.co.in/news/10119

અંક 9: 20.05.2019

https://taxtoday.co.in/news/10148

અંક 10: 27.05.2019

https://taxtoday.co.in/news/10161

અંક 11: 03.06.2019

https://taxtoday.co.in/news/10220

અંક 12: 10.06.2019

https://taxtoday.co.in/news/10230

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!