સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 15TH જુલાઇ 2019
1. અમારા અસીલ કપાસ ના ધંધાર્થી છે. તેઓએ 2017-18 ના વર્ષ માં કપાસ ની URD ખરીદી ઉપર RCM ભરેલ નથી. વેચાણ ઉપર આઉટપુટ ભરેલ છે. હવે વાર્ષિક રિટર્ન માં ટેબલ 6 (c) માં આ બતાવવું પડે? શું હવે 2017-18 માટેનો RCM ભરવો પડે? જો આ RCM હાલ ભરીએ તો શું આ ભરેલ વેરા ની ક્રેડિટ મળે? પાર્થ વાલાની, વઢવાણ
જવાબ: જવાબ: RCM ભરવો ફરજિયાત છે. આપ આ ભરવાનું ચૂકી ગયા છો તો હવેથી તમે માનનીય ગુજરાત હાઇ કોર્ટ ના AAP & Co ના ચુકાદા નો લાભ લઈ આ RCM ભરી આની ક્રેડિટ લઈ શકો છો. હા આ ચુકાદો જો અપીલ ને પાત્ર હોય ભવિષ્ય માં આ ચુકાદા ને આધીન ક્રેડિટ મળવા પાત્ર રહેશે.
2. અમારા અસીલ માલિકી ધોરણે વિશાલ ટ્રેડ્ર્સ ના નામ થી મોબાઈલ રિપેરિંગ નો ધંધો કરે છે. આ ધંધા સાથે તેઓ ના માલિકી ની એક દુકાન છે. જે દુકાન તેઓએ ભાડે આપેલ છે. આ દુકાન ઉપર 18% લેખે જી.એસ.ટી. ઉઘરવી ને ભરી આપે છે. આ ભાડા ની ક્રેડિટ અમારા ભાડૂત લઈ લે છે. શું આ વ્યવહાર યોગ્ય છે? શું અમે વિશાલ ટ્રેડર્સ ના નામે બિલ આપી શકીએ? પાર્થ વાલાની, વઢવાણ
જવાબ: હા, આપનો વ્યવહાર યોગ્ય છે. જો મિલકત એ પોતાના વ્યક્તિગ્ત માલિકી ની છે અને વિશાલ ટેડર્સ ની બિલ બુક માં પ્રોપરાઇટર નું નામ હોવાના કારણે તમે વિશાલ ટ્રેડર્સ ની બિલ બુક માથી બિલ આપો તેમાં કોઈ વાંધો નથી.
3. અમારા અસીલ ના જુલાઈ 2017 માં GSTR 3B રિટર્ન ના ટેબલ નં. 3.1 માં ઇનવર્ડ સપ્લાય ફોર RCM માં જે રકમ લખવાની હોય એ રહી ગઈ હતી અને ટેબલ નં 4 પોઇન્ટ નં 3 માં ક્રેડિટ ફોર ઇનવર્ડ સપ્લાય RCM લઇ લીધી હતી પાછળ થી ખબર પડતાં તેમને મેં 2018 ના GSTR 3B રિટર્ન ના ટેબલ નં 3.1 પોઇન્ટ નં (d) માં જેતે રકમ બતાવી પુરે પૂરો વેરો ભરી દીધો હતો તો આ રીતે તેમને બરાબર કર્યું કેવાય…? CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: હા, મે 2018 માં વેરા ભરવા બાબતે તમે યોગ્ય કર્યું કહેવાઈ. પરંતુ RCM જે ભર્યા વગર ક્રેડિટ લઈ લીધેલ છે તેના માટે જ્યારથી ક્રેડિટ ખોટી લીધેલ છે ત્યારથી ખરેખર RCM ભર્યા ની તારીખ સુધી વ્યાજ ની જવાબદારી આવે.
4. અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ 2017-18 માં ફેક્ટરી ભાડા ની રકમ 1 લાખ ચૂકવી છે. આ રકમ ઉપર જી.એસ.ટી. ભાડું મેળવનારે લગાવેલ નથી. ભાડું મેળવનાર અને અમારા અસીલ બંને જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. તો શું માનનીય ગુજરાત હાઇ કોર્ટે ના ચુકાદા મુજબ અમો જી.એસ.ટી. ચૂકવી આપીએ તો શું અમને ક્રેડિટ મળવા પાત્ર થાય?
પાર્થ વાલાણી, વઢવાન
જવાબ: ભાડું જે વ્યક્તિ ને ચૂકવવા માં આવે છે તે વ્યક્તિ જ્યારે નોંધાયેલ છે ત્યારે ભાડા ના વ્યવહાર માં ટેક્સ ભરવા જવાબદાર છે. તમારા કિસ્સામાં ભાડું મેળવનાર જી.એસ.ટી હેઠળ નોંધાયેલ ટેક્સ ઉઘરાવવા ની જવાબદારી તેમની આવે. તમારે આ અંગે કશું કરવાની જરૂર નથી તેવો અમારો મત છે.
5. હું એપ્રિલ 2018 માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ની નોકરી માથી નિવૃત થયો છું. મને 3 લાખ રૂ, “લીવ એનકેશમેંટ” તરીકે મળ્યા છે. શું મને આવકવેરા કાયદા ની કલમ 10(10aa) મુજબ સંપૂર્ણ રકમ ઉપર કરમુક્તિ મળશે? પ્રકાશ શાહ,
જવાબ: હા, રિટાયરમેંટ સમયે સરકારી નોકરિયાત ને મળેલ “લીવ એનકેશમેંટ” આવક વેરા કાયદા ની કલમ 10(10aa) હેઠળ કરમુક્ત ગણાઈ. આપ એક જાહેર સાહસ ના કર્મચારી હતા સરકારી નોકરિયાત તરીકે ગાણાશો અને કરમુક્તિ ને પાત્ર થશો.
ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.