સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 7th ઓક્ટોબર 2019
- અમારા અસીલ નું ટર્નઓવર 2 કરોડ થી નીચે છે. શું તેમણે GSTR 9 ભરવાની જવાબદારી આવશે? વિજય પ્રજાપતિ
જવાબ: 37 મી GST કાઉન્સીલ ની મિટિંગ માં જાહેરાત થયા મુજબ 2 કરોડ સુધી ના ટર્નઓવર ધરાવતા કરદાતા માટે GSTR 9 ભરવું ફરજિયાત રહેશે નહીં. પરંતુ આ અંગે હજુ કોઈ નોટિફિકેશન આવેલ નથી. આ નોટિફિકેશન આવતા તમારા અસીલ ને GSTR 9 ભરવું ફરજિયાત રહેશે નહીં.
- જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) જેનો અમલ સ્ટેન્ડ બાય રાખવામા આવેલ હતો તેનો અમલ ક્યારથી થયો ગણાશે? ડી. બી ઠૂમમર
જવાબ: કલમ 9(4) નો અમલ જે સ્થગિત કરેલ હતો તે 30.09.2019 સુધી જ હતો. હાલ અમારા માટે આ કલમ લાગુ થઈ ગણાય. પરંતુ જી.એસ.ટી. કાયદા માં 01 ફેબ્રુઆરી 2019 થી જે સુધારો થયો છે તે મુજબ હવે સરકાર દ્વારા કોઈ ખાસ પ્રકાર ના કરદાતા જાહેર કરે તેઓ ઉપરજ બિનનોંધાયેલ વ્યક્તિ પાસે થી મેળવેલ માલ કે સેવા ઉપર RCM ભરવાનો થશે. હાલ આ અંગે કોઈ જાહેરનામું રિયલ એસ્ટેટ સેક્ટર સિવાય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા ના હોય આ કલમ નો અમલ કરવાનો પ્રશ્ન નથી.
- અમારા અસીલ દ્વારા એક ખરીદી કરેલ હતી. આ ખરીદી બાબતે તેમના વેચનારે તેમના રિટર્ન ભર્યા નથી. અમારા અસીલ આ ખરીદી ની ક્રેડિટ રિવર્સ કરવા માંગે છે. આ રિવર્સલ ઉપર કેટલા ટકા ના દરે વ્યાજ ભરવાનું રહે? ડી. બી ઠૂમર
જવાબ: તમારી આ ખરીદી જેન્યૂન હતી. અમારા મતે આ પ્રકાર ની ખરીદી ઉપર ની ક્રેડિટ રિવર્સલ ઉપર જી.એસ.ટી. કાયદા ની કલમ 50(1) હેઠળ વાર્ષિક 18% લેખે વ્યાજ લાગે.
- અમારા અસીલ ને પ્રિન્સિપાલ (એરટેલ કંપની) પાસેથી ટ્રેડ ડીસકાઉન્ટ મળે છે. આ ડીસકાઉન્ટ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી અમને લાગુ પડે? આ રકમ ઉપર કોઈ ટી.ડી.એસ. કરવાની જવાબદારી અમારા અસીલ ની આવે? આર. વી. ભોજાણી
જવાબ: પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલ સપ્લાય ઉપરજ જો ટ્રેડ ડિસકાઉન્ટ (એગ્રીમેન્ટ થી નક્કી થયેલ) મળ્યું હોય તો તેના ઉપર જી.એસ.ટી. ભરવાની તમારા અસીલ ની જવાબદારી ના આવે. જી.એસ.ટી. TDS ની જવાબદારી માત્ર સરકાર તથા સરકારી એજન્સીઓ ની રહે છે.
- અમારા અસિલે 30.07.2011 ના રોજ કાર ખરીદી કરેલ હતી. 01.04.2019 ના રોજ કાર ની WDV 148000 છે. 27.09.2019 ના રોજ અમારા અસિલે એ કાર 240000/- માં વેચેલ છે. તેઓએ નવી કાર 12,00,000/- માં ખરીદેલ છે. આ વ્યવહાર માં મારા અસીલ ની જી.એસ.ટી. અંગે શું જવાબદારી આવે? પી.ડી. વોરા, રાજકોટ
જવાબ: આપના પ્રશ્ન ના જવાબ માટે નોટિફિકેશન 8/2018, જે 25.10.2018 થી અમલી બન્યું છે તેનો આધાર લેવાનો રહેશે. તમારા અસિલે વેચેલ કાર ઉપર ઘસારો લીધો હોય, 01.04.2019 ની WDV તથા વેચાણ કિમત ના ડિફરન્સ સપ્લાય ની રકમ માટે ની વેલ્યૂ ગણાશે. આ વેલ્યૂ ઉપર નોટિફિકેશન 8/2018, 25.01.2018 ના જી. એસ.ટી. ના દર પ્રમાણે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવશે.
- અમારા અસીલ ટ્રાન્સપોર્ટ ના ધંધાર્થી છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. તેઓ કંસાઇનમેંટ નોટ ઇસસ્યું કરે છે જેમાં જી.એસ.ટી. ભરવાની જવાબદારી RCM મુજબ રેસિપીયંટ ની રહેતી હોય છે. શું મારે આ ટર્નઓવર 3B કે GSTR 1 માં દર્શાવવા નું રહે? પિયુષ લિંબાણી
જવાબ: હાં, RCM દ્વારા ભરવાપાત્ર સપ્લાય નું ટર્નઓવર સપ્લાયરે GSTR 3B માં 3.1(c) માં દર્શાવવા નું રહે છે તથા GSTR 1 માં B2B માં દર્શાવવા નું રહે તથા RCM ના ઓપ્શન માં Yes સિલેક્ટ કરવાનું રહે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ ખેડૂત છે. તેઓ હોટરીકલ્ચર દ્વારા પપૈયાં, દાડમ, કેરી વગેરે નું ઉત્પાદન કરે છે. શું આ ઉત્પાદન ખેતીની આવક ગણાઈ? પ્રિજેશ મવાણી
જવાબ: હા, અમારા માટે હોટરીકલચર એ એગ્રીકલ્ચર નો ભાગ ગણાઈ. ખાસ કરી ને જ્યારે આ પ્રવૃતિ ખેતી લાયક જમીન માં થતી હોય તો આ આવક ને ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 2(1A) મુજબ ખેતીની આવક ગણાય. પ્રિજેશ માવનાની
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.