સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 21st ઓક્ટોબર 2019
જી.એસ.ટી.
- અમારા અસિલે રોડ દ્વારા માલ નેપાળ મોકલ્યો છે. એમને એ માલ ઉપર “ફ્રેટ” ચૂકવ્યું છે. ત્યાર બાદ આ “ફ્રેટ” તેણે ખરીદનાર પાસે થી લઈ લીધું છે. મારો પ્રશ્ન એ છે કે શું એકપોર્ટ ના કિસ્સામાં પણ ટ્રાન્સપોર્ટ ઉપર RCM લાગે? પિયુષ જે લીંબાણી, કચ્છ
જવાબ: હા, એકપોર્ટ કરેલ માલ ઉપર પણ RCM લાગુ પડે. આ RCM કેશ દ્વારા ભરવાનો રહે ત્યારબાદ તેનું રિફંડ માંગી શકાય.
- અમારા અસીલ “સ્ક્રેપ” નો વેપાર કરે છે. તેઓ “સ્ક્રેપ” ની ખરીદી URD કરે છે. શું આ કિસ્સા માં RCM લાગુ પડે?
આશિષપૂરી ગૌસ્વામી, એકાઉન્ટન્ટ, ગીર ગઢડા
જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) મુજબ માત્ર જાહેર કરેલ માલ કે સેવા ઉપરજ URD ના કિસ્સામાં RCM ભરવાનો રહે. “સ્ક્રેપ” આ જાહેર કરેલ માલ માં પડતો ના હોય, RCM ભરવાની જવાબદારી હાલ ના આવે.
- હાલ જે નવી સિસ્ટમ એક્સપોર્ટ રિફંડ માટે જાહેર કરવામાં આવેલ છે તે સિસ્ટમ મુજબ, અમારા નીચેના પ્રશ્નો છે?
- અમારે કઈ કઈ વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડે?
જવાબ: તમારે, રિફંડ ના કિસ્સા માં નીચે ની વિગતો ઓનલાઈન જોડવા ની રહેશે.
- ખરીદી ની યાદી,
- ખર્ચ ની યાદી
- ITC લેજર
- 2 A માં ના દર્શાવેલ હોય તેવા બિલ ની કોપી
2. ઓનલાઈન અપલોડ કરેલ તમામ વિગતો માં કોઈ વિગત ખૂટે તો શું ઓફિસર ને મેન્યુલ આપી શકાય?
જવાબ: ના, જો ઓનલાઈન અપલોડ કરેલ વિગતો માં જો કોઈ વિગત ખૂટતી હશે તો ઓફિસર તમને ડેફીસ્યંસી મેમો આપશે. આ મેમો આવતા રકમ તમારા ક્રેડિટ લેજર માં “રી ક્રેડિટ” થઈ જશે. ત્યાર બાદ તમારે નવી અરજી કરવાની રહેશે. તે અરજી માં ડેફીસ્યંસી મેમો મુજબ ની વિગતો ફરી અપલોડ કરવાની રહેશે.
3. ઓનલાઈન વિગતો અપલોડ કર્યા બાદ અમારે ઓફિસ માં હાજર થવું જરૂરી છે?
જવાબ: ખરેખર ઓન લાઇન વિગતો અપલોડ કર્યા પછી ઓફિસે હાજર રહેવાની જરૂર રહેતી નથી. પરંતુ હજુ સિસ્ટમ નવી હોય, હાજર રહેવાથી “પ્રેક્ટિકલ પ્રોબ્લેમસ” દૂર કરી શકાય છે.
4. સ્ટેટ અને સેન્ટર બંને રિફંડ હવે સાથે આવશે કે અલગ અલગ આવશે?
જવાબ: અમારા મતે, હજુ રિફંડ આવશે તો બે ભાગમાં પણ એ એ બંને રિફંડ એક જ સમયે ચૂકવી આપવામાં આવશે. આ મતે અલગ અલગ ઓફિસે જવું પડશે નહીં.
આ તમામ જવાબ માં એક બાબત ઉમેરવી જરૂરી છે કે હાલ આ સિસ્ટમ નવી હોય, જ્યાં શક્ય હોય ત્યાં યોગ્ય અધિકારી ને ઓનલાઈન ક્યાં ડૉક્યુમેન્ટ અપલોડ કરવા તે વિષે ચર્ચા કરી ત્યાર બાદ અરજી કરવી હિતાવહ છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ નું રીએસેસમેંટ નાણાકીય વર્ષ 2011 12 મતે નું ચાલુ છે. અમારા અસીલ એ ઉના થી 7 કી.મી. દૂર એક ખેતી ની જમીન વેચેલ છે. તેના ઉપર 50C મુજબની જંત્રી નથી ગણી તેવો મુદ્દો આ રીએસેસમેન્ટ માં છે. તો શું આ ઉના ની હદ થી 7 કી.મી. દૂર આવેલ ખેતી ની જમીન ઇન્કમ ટેક્સ ની કલમ 2(14) હેઠળ “કેપિટલ એસેટ” ગણાય? આના ઉપર ટેક્સ લાગે? એક એડવોકેટ, ઉના
જવાબ: નાણાકીય વર્ષ 2012 13 સુધી નીચેની શરતો પૂરી થાય તોજ ખેતીની જમીન “કેપિટલ એસેટ” ગણાય:
- આ ખેતી ની જમીન મ્યુનિસિપલ લિમિટ માં આવેલ હોવી જોઈએ.
- 01.1994 ના નોટિફિકેશન મુજબ જો આપનો એરિયા કવર થતો હોય તો તેટલા મ્યુનિસીપલ લિમિટ થી તેટલા અંતર સુધીમાં જમીન આવેલ હોય.
જો આ બંને પ્રશ્ન ના જવાબ હકાર માં આવે તોજ ખેતી ની જમીન ઉપર ટેક્સ લાગે. ઉના નો સમાવેશ આ નોટિફિકેશન માં થયેલ ના હોય આ જમીન “રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ” ગણાય અને આના ઉપર કોઈ ટેક્સ ના લાગે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.