સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 11th November 2019
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 11th નવેમ્બર 2019
જી.એસ.ટી.
- અમારા અસીલ જી.એસ.ટી. ઓડિટ કરાવવા જવાબદાર છે. તેમના ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ઓડિટ કરનાર બંને CA અલગ છે. જી.એસ. ટી. ઓડિટ માં શું કેશ ફ્લો સ્ટેટેમેંટ બનાવી એટેચ કરવું પડશે? જી.એસ.ટી. ઓડિટ અન્વયે કેશ ફ્લો ની જરૂરિયાત અંગે માહિતગાર કરશો. પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ: જે કરદાતા ના કિસ્સામાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ, જી.એસ.ટી. સિવાય ના અન્ય કાયદા હેઠળ બનાવવું ફરજિયાત હોય (જેવા કે કંપનીઝ એક્ટ), તેવા સંજોગો માં જી.એસ.ટી. ઓડિટ માં કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપવું જરૂરી રહેશે. અન્ય કિસ્સાઓમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ GSTR 9C સાથે જોડવું અનિવાર્ય રહેશે નહીં.
- અમારા અસીલ જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ ખાદી બનાવટી KVIC માન્ય સંસ્થા છે. જેમાં નીચેના ખર્ચ આવે છે. પાર્થ વાલાણી, વઢવાણ
કંતામણ, વણકરી, ધોલાઈ, સિલાઇ, ટ્રાન્સપોર્ટેશન. આ તમામ ખર્ચ URD ને ચૂકવવા ના થાય છે. શું આ ખર્ચ ઉપર RCM લાગુ પડે?
જવાબ: ટ્રાન્સપોર્ટેશન ખર્ચ GTA હોય તો તેનો સમાવેશ જી.એસ.ટી. કાયદા ની કલામ 9(3) હેઠળ થયેલ હોય RCM ભરવા પાત્ર થાય. અન્ય ખર્ચ ને 9(4) હેઠળ નોટિફાય ના કર્યા હોય માટે આ ખર્ચ ઉપર RCM ભરવાનો ના થાય.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.