સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે): 25th નવેમ્બર 2019
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 25th નવેમ્બર 2019
જી.એસ.ટી.
- હું એક વેપારી છું. મારા ધંધા નું ટર્નઓવર 40 લાખ થી નીચે છે. મારૂ વેચાણ રાજ્ય માંજ થતું હોય છે. શું મારે ફરજિયાત જી.એસ.ટી. નંબર લેવો પડે? હું જી.એસ.ટી. નંબર ધરાવતો ના હોવાથી ટ્રાન્સપોર્ટર માલ સ્વીકારતા નથી. આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી. એક વેપારી, અમરેલી
જવાબ: તમારા ધંધા નું ટર્નઓવર 40 લાખ થી નીચે હોય જી.એસ.ટી. કાયદા ની કલમ 22 હેઠળ જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત રહેતો નથી. ટ્રાન્સપોર્ટર ને નોટિફિકેશન 32/2017. તા. 13.10.2017 ની એન્ટ્રી નંબર 21A મુજબ બિન નોંધાયેલ વ્યક્તિ ને આપેલ સેવાઓ કરમુક્ત જાહેર કરવામાં આવેલ છે.
- અમારા અસીલ ફેબ્રિકેશન તથા જાહેરાતો ની સેવા પૂરી પડે છે. આ ફેબ્રિકેશન ના માલ તથા જાહેરાતો ના હોર્ડીંગ લાવવા લઈ જવા માટે તેને ટેમ્પો ની જરૂર રહે છે. શું ટેમ્પો ખરીદી ની ક્રેડિટ એમને મળે? દિપેશ ઠૂમ્મર, એકાઉન્ટન્ટ, સુરત
જવાબ: હા, ધંધા ના માલ સમાન ના ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા ટેમ્પો ખરીદી ની ક્રેડિટ મળે. આ ટ્રાન્સપોર્ટેશન જી.એસ.ટી. કાયદા ની કલમ 17(5) ના અપવાદ (aa)(ii) હેઠળ પડે. આ ક્રેડિટ અંગે ભવિષ્ય માં આકારણી થાય તો લડવાની તૈયારી ચોક્કસ રાખવી પડે.
- અમારા અસિલે તેમના વિદેશી અસીલ ને ભારતની હોટેલ માટે, હોટેલ મેનેજમેંટ, માર્કેટિંગ વગેરે ની સેવા ભારત માથી આપી હતી. તેઓને ચુકવણી પણ US ડોલર માં કરવામાં આવી હતી. પોતાની ફી ઉપરાંત તેઓને ખરખર કરેલ ખર્ચ ચૂકવવા માં આવેલ હતા. આ રકમ પણ US ડોલર માં ચૂકવવા માં આવેલ હતી. મારા નીચે મુજબ ના પ્રશ્નો છે. વિજય મિસ્ત્રી
1. શું આ સેવા તેઓ એક્સપોર્ટ ઓફ સર્વિસ તરીકે LUT હેઠળ કરી શકે?
જવાબ: ના, અમારા મતે પ્લેસ ઓફ સપ્લાય ભારત માં ગણાય તથા લોકેશન ઓફ સપ્લાયર પણ ભારત માં હોય તમારી સેવા ભારત માં આપી ગણાય અને CGST તથા SGST ભરવાની જવાબદારી આવે.
2. આ અંગે કોઈ AAR હોય તો જણાવશો.
જવાબ: આ બાબત AAR (કલમ 97 CGST એક્ટ) ના કાર્યક્ષેત્ર માં ના પડતી હોય આ અંગે કોઈ AAR હોય ના શકે.
3. શું હું બિલ માં રકમ US ડોલર તથા રૂપિયા બંને માં લખી શકું?
જવાબ: હા, બિલ માં રકમ આપ બંને ડિનોમીનેશન માં લખો તો કોઈ બાધ નથી તેવું અમે માનીએ છીએ.
4. શું અસિલે જે ખરેખર કરેલ ખર્ચ ની ચુકવણી કરી છે તેના ઉપર તેને જી.એસ.ટી. ભરવાનો રહે?
જવાબ: તમારા અસીલ જ્યારે ખરેખર ચૂકવેલ ખર્ચ મજરે આપતા હોય ત્યારે જી.એસ.ટી. હેઠળ “પ્યોર એજન્ટ” ગણાય. જી.એસ.ટી. અંગે કોઈ જવાબદારી આવે નહીં તેવું અમે માનીએ છીએ.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.