સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th December 2019

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: 30th  ડિસેમ્બર 2019

જી.એસ.ટી.

  1. જીએસટી નંબર રદ કરવાની અરજી 18.09.2019 ના રોજ કરી હતી પંરતુ હજુ ઓફીસરે એપ્રુવ કરી નથી. હવે 01.01.2020 થી નવો બીઝનેસ ચાલુ કરવો હોય તો મારી કોઈ જવાબદારી ઉપસ્થિત થશે ખરી ? નંબર રદ કર્યા ની ઈફેક્ટીવ તારીખ કઈ ગણાશે ? 18/09/19 કે પછી ઓફીસર સ્વીકારે એ તારીખ.                    – જીગર વોરા – રાજકોટ

જવાબ: ઓફીસરે નંબર રદની અરજી નો સ્વીકાર કે રીઝેકટ 30 દીવસમાં કરવાનો હોય છે પંરતુ જો કોઈ એકશન ઓફીસરે ના લીધા હોય તો તેમાં ટેક્ષ પેયર નો કોઈ ફોલ્ટ ગણી ના શકાય. ઓફીસર ગમે ત્યારે અરજી સ્વીકારે, નંબર રદ કરવા સમયે નાખેલ તારીખ જ ઈફેક્ટીવ તારીખ ગણાશે. નવો બીઝનેસ ચાલુ કર્યા પછી ટર્નઓવર લીમીટ થી ઓછું હોય તો કોઈ જવાબદારી ઉપસ્થિત થશે નહીં

2. મારા મીત્ર ને વર્ષ 17/18 માં સેસ‌ લેતા ભુલાઈ ગઈ છે ( એક મહિના ની) આની માટે સુધારો ‌કેમ કરવો. GSTR9 ભરવા નું બાકી છે. રકમ મોટી છે.   -રોહિત પડીયા

જવાબ: હવે શેસ ની ભુલાઈ ગયેલ આઇટીસી નીયમ મુજબ લઈ શકાય નહીં પરંતુ બહુ મોટી રકમ હોય તો રીટ પીટીશન કરી, લડત આપી ને ભુલાઈ ગયેલ આઇટીસી મેળવવાનો રસ્તો ખુલ્લો રહે છે.

3.  અમારા કસ્ટમ ના બીલમા અમારી ઓવરસીઝ ખરીદનાર પાર્ટી પાસેથી એડવાન્સ માં “F.O.B. TOOLING STAY AT YOUR FACTORY” દર્શાવી ને લઈએ છીએ.

આ પ્રકારે મેળવેલ ચાર્જ
1) સર્વિસ છે કે ગુડ્ઝ
2) જીએસટી નો દર
                                                ભાવીન કાલરીયા

જવાબ : આ સપ્લાય ઓફ સર્વિસ છે અને આમાં 18 ટકા નો જીએસટી નો રેઈટ લાગું પડે છે.

4.   જોબ વર્કર જી.એસ.ટી માં રજીસ્ટર્ડ છે. માલ નો માલિક પણ જી.એસ.ટી માં રજીસ્ટર્ડ છે.  જોબ વર્કર ને ચણા આપવામાં આવે છે જેમાંથી જોબ વર્કર પ્રોસેસ કરીને ચણા-દાળ બનાવે છે.

આ બંને વસ્તુ જી.એસ.ટી માં ટેક્સ-ફ્રી છે.
raw-material – TAX FREE
Finished Goods – TAX FREE

જોબ વર્કર કેટલા ટકા જી.એસ.ટી ઉઘરાવશે બિલ માં ?                                      કુતુબદીન ગુલામ અલી વાલા

જવાબ: રજીસ્ટર્ડ થી રજીસ્ટર્ડ જોબ વર્ક માં 12 ટકા નો રેઈટ લાગું પડશે. જો આ જોબ વર્ક કસ્ટમ એક્ટ ની ચેપ્ટર 19 હેઠળ ની ચીજ વસ્તુ બનાવવા માટે હોય તો તે જોબ વર્ક ઉપર 5% ના દરે જી.એસ.ટી. ભરવા પાત્ર થાય અને નોટિફિકેશન 11/2017 ની એન્ટ્રી 26 નો લાભ મળે. આ અંગે ધ્યાન દોરવા બદલ કુતુબુદ્દીન ગુલામઅલીવાલા નો ખાસ આભાર.   

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં એનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!