સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 20 January 20
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
(દિવ્યેશભાઇ હાલ બહાર હોય, અભિપ્રાય આપી આ જવાબો પર અભિપ્રાય આપી શક્ય નથી. )
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: –20th જાન્યુવારી 2020
જી.એસ.ટી.
- APMC માં કમિશન એજન્ટ, ખેડૂત દ્વારા મોકલેલ માલ ને પોતાના ગોડાઉન માં રાખે છે. આ માલ કમિશન થી વેચાણ કરવા માટે લેવા માં આવે છે. માલ નો માલિક ખેડૂત જ હોય છે. હરાજી સમયે ખેડૂત કહે તે ભાવ થી કમિશન એજેન્ટ ખેડૂત ના માલ નો સોદો કરી દે છે અને માલ ની ડિલિવરી કમિશન એજેન્ટ જે તે ખરીદનારના સ્થળ પર કરી આપે છે। અને કમિશન એજેન્ટ પોતાનું વેચાણ બિલ બનાવી ને જે તે ખરીદનાર ને આપે છે. અને બિલ નું પેમેન્ટ પણ પોતે જ વસુલ કરે છે. અને ત્યાર બાદ ખેડૂત ને આડત અને દલાલી તેમજ જે તે ખર્ચ બાદ કરી ને બાકી રકમ ચૂકવી દે છે.
આ પૂરો વ્યવહાર માં કમિશન એજેન્ટ માલ ની ખરીદી નથી કરતો પરંતુ માલ ને કમિશન થી વેચાણ કરવાના હેતુ થી ખેડૂત પાસે થી લે છે અને હરાજી માં સોદો કરી ને માલ વેચે છે.
આ પુરા વ્યવહાર માં મહત્વનું એ છે કે માલ નો માલિક કે ધણી કમિશન એજેન્ટ નથી છતાં માલ નું વેચાણ બિલ તે પોતાનું બનાવે છે.
કમિશન એજેન્ટ ના આ હિસાબી ચોપડા નું ઓડિટ પણ આવા કમિશન વેચાણ ના ટર્નઓવર ને ધ્યાન માં લઇ ને થાય છે.
અમુક નિષ્ણાંતો નું એવું માનવું છે કે GST માં ઉપર મુજબ થયેલ વ્યવહાર ને ખરીદ વેચાણ તરીકે ચોપડામાં રેકોર્ડ કરવું જોઈએ. કારણ કે GST કાયદા મુજબ માલ ના વેચાણ નું બિલ ફક્ત માલ નો માલિક જ બનાવી શકે છે, અને ઉપર ના કેસ માં જો કમિશન એજેન્ટ માલ નો માલિક ના હોય તો તે ને માલ ના વેચાણ પેટે પોતાનું બિલ ના બનાવી શકે.
પ્રશ્ન – 1) કમિશન એજેન્ટ GST માં આવા વેચાણ ને કમિશન વેચાણ તરીકે બતાવે છે। પરંતુ ખરીદી થતી નથી તો INWARD SUPPLY ના કોલમ NIL રહે છે। તો ભવિષ્યમાં ઈન્ક્મટેક્સ અને GST કાયદા માં કોઈ મુશ્કેલી ઉભી થઇ શકે છે ?
2) કમિશન એજેન્ટ આવી રીતે જે વ્યવહાર કરે છે અને તે મુજબ હિસાબી ચોપડા બનાવે છે તે ખરું છે ?
કુતુબુદ્દીન ગુલામઅલીવાલા
જવાબ: અમારા મતે, જ્યારે કમિશન એજન્ટ પોતાનું બિલ બનાવી ને આપતા હોય તો તેઓએ સંપૂર્ણ વેચાણ ની રકમ આઉટવર્ડ સપ્લાય તરીકે બતાવવું જોઈએ. ખેડૂત પાસેથી કરેલ ખરીદી તેઓની ઇનવર્ડ સપ્લાય બને. આ પ્રકાર ના વ્યવહારો માં દરેક કેસ ની વિગત, અન્ય કરદાતાઓ ની સિસ્ટમ વગેરે તપાસી નિર્ણય લેવા જરૂરી છે. આ અંગે મુંજવાણ હોય તે સ્વાભાવિક છે.
- અમારા અસીલ પોતે ખાદી ગ્રામ ઉધ્યોગ હેઠળ માન્ય સંસ્થા છે. તેઓ પોતાનું બિલ્ડીંગ કોલેજ (યુનિવર્સિટી) ને આપેલ છે. આ પૈકી કોલેજ તેઓને ભાડું ચૂકવે છે. શું આ રકમ ઉપર ક્યાં દરે વેરો લાગે? નયન ઠુમર, જુનાગઢ
જવાબ: નોન રેસિડંટ પ્રોપર્ટી લીઝ ઉપર આપવાની સેવા ચેપ્ટર 7 હેઠળ પડે અને SAC 997212 લાગુ પડે. આ સેવા પર 18% જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.
- અમારા અસીલ જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ કંપોઝીશન સિવાય ના વેપારી છે. તેઓ મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ વગેરે રાજ્યમા વેચાણ કરે છે. તેવા વ્યવહાર માં તેઓ IGST ઉઘરાવે છે. અમારા અસીલ દીવ વેચાણ કરે તો UTGST ઉઘરવીએ છીએ. હવે અમારા અસીલ ના ચલણમાં UTGST નું કૉલમ ના હોય ચલણ કેવી રીતે ભરવું તે જણાવશો. એક એકાઉન્ટન્ટ, કોડીનાર
જવાબ: તમારા અસીલ જ્યારે દીવ માલ વેચાણ કરે તો પણ IGST ઉઘરાવવું જોઈએ. UTGST માત્ર એવા કરદાતા ઉઘરવી શકે જેમનો નોંધણી દાખલો UT માંથી લીધેલ હોય. જેવી રીતે અન્ય રાજ્ય માં વેચાણ કરતાં IGST ઉઘરાવવા માં આવે છે તેવી રીતે જ્યારે દીવ જેવી યુનિયન ટેરેટરી માં વેચાણ કરવામાં આવે તો પણ IGST જ ઉઘરાવવા નો રહે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.