સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)27th જાન્યુઆરી 2020

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: -27th જાન્યુવારી 2020
જી.એસ.ટી.
1. અમારા અસીલ દૂધ, બટર, પનીર બનાવતો ડેરી ઉત્પાદન ને લાગતો ધંધો ધરાવે છે. તેઓ મશીનરીની ખરીદી કરે છે. આ મશીનરી ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે? તેઓના ધંધા માં પનીર કરપાત્ર છે. દૂધ, બટર બંને કરમુક્ત છે. નિર્મલ પટેલ, બોટાદ
જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 16(2) હેઠળ તમો કરપાત્ર વેચાણ ના સપ્રમાણ ક્રેડિટ કેપિટલ ગુડ માટે લઈ શકો છો. આ ક્રેડિટ માસિક ધોરણે ના ટર્નઓવર મુજબ ગણવાની રહે.
2. ઉપરોક્ત મશીનરી 2 વર્ષ પછી વેચવાની થાય તો તે સમયે વેચાણ ઉપર શું જી.એસ.ટી. ભરવો પડે? નિર્મલ પટેલ, બોટાદ
જવાબ: મશીનરી જો 2 વર્ષ માં વેચવામાં આવે તો તેના ઉપર, જી.એસ.ટી. ઉઘરાવવી ને ભરવાની જવાબદારી આવે. આ કિસ્સામાં આઉટપુટ ટેક્સ, રિમેનિંગ લાઈફ (વધેલ આયુષ્ય) ની રિવર્સ કરવા પાત્ર ઈન્પુટ ટેક્સ બંનેમાથી જે વધુ હોય તે ભરવા પાત્ર બને.
3. અમારા એક અસીલ જે જી.એસ.ટી. માં નોંધાયેલ છે તેઓ સોના ચાંદી ના દાગીનાનો વેપાર કરે છે. તેઓ રેગ્યુલર સ્કીમમાં છે. તેઓ ગ્રાહક પાસેથી જૂનું સોનું લઈને ઢાળ કરી નવું સોનું ગ્રાહક ની પસંદ કરેલી ડિઝાઈન મુજબ બનાવી આપે છે. તેઓ ઓર્નામેંટ મેકિંગ ચાર્જિસ નું ટેક્સ ઇંવોઇસ આપે છે. આ ઇંવોઇસ માં કેટલા ટકા જી.એસ.ટી. લાગુ પડે? આ સર્વિસ નો SAC 998892 લાગુ પડે કે કેમ?
ધર્મેશ પરમાર, જુનાગઢ
જવાબ: સામાન્ય રીતે સોની દ્વારા વત્તા ઓછા પ્રમાણમા સોનું ઉમેરવામાં આવતું હોય છે. જો જેટલું સોનું લેવામાં આવ્યું હોય તેટલુંજ ગ્રાહક ને પરત કરવામાં આવ્યું હોય તો લેબર (મજૂરી) નું બિલ બનાવી 5% જી.એસ.ટી. લગાડવાનો રહે. આ પ્રકાર ના વ્યવહાર માં જો થોડું સોનું પણ તમારા અસીલ માટે ઉમેરવામાં આવતું હોય તો જી.એસ.ટી. કાયદા ની કલમ 2(30) હેઠળ આ કંપોઝીટ સર્વિસ ગણાય. આ પ્રકાર ની સર્વિસમાં પણ મુખ્ય સપ્લાય લેબર ની હોય, ગોલ્ડ વેચાણ એંસીલરી હોય 5% જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.