સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 09 માર્ચ 2020 Edition

તારીખ: -09th માર્ચ 2020
જી.એસ.ટી.
- અમારા અસીલ દ્વારા 2017 18 ના વર્ષ માં B2B વેચાણ કરેલ હતું. આ વેચાણ શરત ચૂક થી B2C માં દર્શવાય ગયું છે. જ્યારે આ ભૂલ ની ખબર પડી ત્યારે સુધારો કરવાનો સમય પૂર્ણ થઈ ગયો હતો. હવે આ અંગે કોઈ રસ્તો હોય તો જણાવશો? ઝરિન સૈયદ, એડવોકેટ, અમરેલી
જવાબ: ના, હાલ આ સુધારો કરવાનો કોઈ રસ્તો રહેતો નથી. પરંતુ ખરીદનાર ની ક્રેડિટ માત્ર B2B માં દર્શાવેલ નથી આ કારણે “ડીનાય” કરી શકાય નહીં. જી.એસ.ટી. કાયદા ની કલમ 16 હેઠળ ની અન્ય શરતો પુર્ણ થતી હોય તો ખરીદનાર ને ક્રેડિટ ચોક્કસ મળે. ખરીદનાર ના હિત માટે વેચનાર દ્વારા પોતાના જયુરીસડિકશન ઓફિસર ને લખી ને આ ભૂલ સુધારવા અંગે જાણ કરતો પત્ર લખી નાખવો જોઈએ.
- અમારા અસીલ દ્વારા 2017 18 ના વર્ષ માટે નો RCM ભરવાનો બાકી રહી ગયો હતો. જી.એસ.ટી. ઓડિટ સમયે અમોએ આ રકમ ચલણ થી ભરી તેનું DRC 03 કર્યું હતું. હવે આ રકમ ની ક્રેડિટ ક્રેડિટ લેજર માં દર્શાવતી ના હોય આની ક્રેડિટ જી.એસ.ટી.આર. 3B માં કેવી રીતે લઈ શકું તે જણાવવા વિનંતી. ઝરિન સૈયદ, એડવોકેટ, અમરેલી
જવાબ: 2017 18 ના RCM ભર્યા બાદ અમારા મતે તેનું DRC કરવાની જરૂર નહતી. આ રકમ ભરો ત્યારે જે મહિનાનું 3B બાકી હોય તેમાં તેની ક્રેડિટ લેવી જોઈતી હતી. જી.એસ.ટી. ઓડિટ કરનાર ઓડિટરે આ બાબતે નોટ પોતાના ઓડિટ રિપોર્ટમાં દર્શાવી દેવી જોઈએ પણ DRC 03 કરવું જોઈએ નહીં. હવે અમારા માટે 3B માં આ ક્રેડિટ મેન્યુલી રી ક્રેડિટ કરી લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ આ બાબત ખૂબ ડિબેટેબલ હોય ભવિષ્ય માં AAR, કોઈ કોર્ટ દ્વારા આ અંગે સિદ્ધાંત પ્રતિપાદિત થાય તેની રાહ જોવી રહી.
- અમારા અસીલ પ્રોપરાઇટરી ધોરણે પોતાની જમીન માં બાંધકામ કરી ફ્લેટો બનાવે છે. તેઓ કંપલીશન સર્ટીફીકેટ મળે પછી તમામ ફ્લેટ નું વેચાણ કરે છે. કોઈ એડવાન્સ રકમ ખરીદનાર પાસેથી લીધેલ નથી. તો શું તેઓ ની કોઈ જવાબદારી ફોરવર્ડ ચાર્જ લેખે જી.એસ.ટી. ભરવા બાબતે આવે? વિરેશ ખરાડી, ટેક્સ કન્સલટ્ંટ વલ્લભ વિધ્યાનાગર
જવાબ: ના, આ પ્રકારે કંપલીશન સર્ટિફિકેટ મેળવ્યા પછી થયેલ ફ્લેટ નું વેચાણ જી.એસ.ટી. કાયદા ના શિડિયુલ III મુજબ માલ નું વેચાણ પણ નથી અને સેવા પણ ગણાતી નથી.
- જો ઉપર નો કેસ શીડ્યુલ 3 માં પડતો હોય તો 80% ખરીદી નોંધાયેલ વેપારી ની હોવી જોઈએ તે શરત લાગુ પડે? વિરેશ ખરાડી, ટેક્સ કન્સલટ્ંટ વલ્લભ વિધ્યાનાગર,
જવાબ: કંપલીશન સર્ટિફિકેટ મળ્યા પછી જ જો ફ્લેટ નું વેચાણ કરવામાં આવતું હોય, કોઈ એડ્વાન્સ સ્વરૂપે રકમ લેવામાં ના આવી હોય, આવા કિસ્સામાં 80% ખરીદી નોંધાયેલ વેપારીની ખરીદી નો નિયમ લાગુ ના પડે.
- અમારું વેચાણ છેલ્લા 5-7 વર્ષ વર્ષથી 40 લાખ કરતાં નીચું જ રહે છે. તો શું અમે અમારો જી.એસ.ટી. નંબર રદ કરવી શકીએ? અને આ ઉપરાંત નીચે મુજબ ના અન્ય પ્રશ્નો છે? કૌશલ ચોલેરા, એક વેપારી
જવાબ: હા, જો માલ નું ટર્નઓવર 40 લાખ કરતાં ઓછું હોય તો તમે જી.એસ.ટી. નંબર 31 માર્ચ 2020 થી રદ કરવી શકો છો. જો સર્વિસ પૂરી પાડવાનો ધંધો હોય તો આ લિમિટ 20 લાખ ની રહે તે ધ્યાન રાખવું જરૂરી છે.
- શું મારે ધંધો બંધ કરવા સમયે સ્ટોક ક્લિયર કરવો પડે?
જવાબ: નોંધણી નંબર રદ કરાવતા સમયે સ્ટોક માં રહેલ માલ ક્લિયર કરવો જરૂરી નથી પરંતુ એના ઉપર લીધેલ ક્રેડિટ કે ભરવા પાત્ર ટેક્સ બે માંથી જે વધુ હોય તે જી.એસ.ટી. કાયદા ની કલમ 29(5) હેઠળ ભરવાનો રહે.
- જી.એસ.ટી. નંબર રદ કરવા માટે ની પ્રોસેસ શું કરવાની રહે?
જવાબ: જી.એસ.ટી. પોર્ટલ ઉપર લૉગિન કરી રજીશટ્રેશન ટેબ હેઠળ કેન્સલેશન નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. નંબર રદ થાય તેના 3 મહિનાની અંદર GSTR 10 નામનું સ્ટોક નું ફોર્મ અચૂક ભરવાનું રહેશે.
- અમારા અસીલ એક કારખાનું ધરાવે છે. આ કારખાનું તેઓ વેચાણ કરવા માંગે છે. આ કારખાનાના બિલ્ડીંગ મટિરિયલ ની કોઈ ક્રેડિટ તેઓએ મંગેલ નથી. આ કારખાના સાથે મશીનરી નું પણ વેચાણ કરીએ છીએ. માલ તથા મશીનરી ની ITC તો અમો રિવર્સ કરી રહ્યા છે. શું આ કારખાના નું બિલ્ડીંગ વેચવા ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: ના, કારખાનનું બિલ્ડીંગ વેચવા ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે. આ કારખાનું એક સ્થાવર મિલકત છે. અનુ વેચાણ એ સપ્લાય ઓફ ગુડ્સ પણ ના ગણાય તથા સપ્લાય ઓફ સર્વિસ પણ ના ગણાય.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.