સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 06th April 2020 Edition

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
તારીખ: –06th April 2020
જી.એસ.ટી.
- અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિ છે. અમારા અસિલે સરકારી નિગમ કે સંસ્થાને પ્યોર લેબર સર્વિસ સપ્લાય કરેલ છે. 07.17 થી 13.10.2017 દરમ્યાન આમારા અસીલ કે સરકારી નિગમ કે સંસ્થા ની જી.એસ.ટી. અંગે કોઈ જવાબદારી નોટિફિકેશન 12/2017 જોતાં ના આવે ને? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: હા, સરકારી ઓથોરીટીને સેવા આપવામાં આવેલ હોય તો આ સેવા જી.એસ.ટી. નોટિફિકેશન 12/2017(રેઇટ) તા. 28.06.2017 ની એન્ટ્રી 3 હેઠળ NIL રેટેડ થાય. આ સેવા NIL રેટેડ હોય, જી.એસ.ટી. કાયદા ની કલમ 9(3) હેઠળ RCM હેઠળ પણ સેવા લેનાર ની જવાબદારી ના આવે.
- અમારા એક અન્ય અસીલ જે જી.એસ.ટી. કાયદા હેઠળ બિન નોંધાયેલ છે. તેઓ ઉપર દર્શાવેલ પ્યોર લેબર સર્વિસ સરકારી સંસ્થાને જ આપેલ છે. શું બિન નોંધાયેલ હોવાથી સરકારી સંસ્થાને RCM હેઠળ ટેક્સ ભરવાની જવાબદારી આવે? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: ના, તમારા અસીલ બિન નોંધાયેલ હોય તો પણ સેવા નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 3 હેઠળ NIL રેટેડ હોય, જી.એસ.ટી. કાયદા ના કલમ 9(4) હેઠળ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં.
- અમારા અસીલ જી.એસ.ટી. કાયદા હેઠળ બિન નોંધાયેલ છે. તેઓની સેવાની રકમ વાર્ષિક ધોરણે 20 લાખ થી વધુ થાય છે. તેઓની સેવા એ પ્યોર લેબર સપ્લાય હોવાથી નોટિફિકેશન 12/2017 મુજબ NIL રેટેડ છે. શું તેઓની નોંધણી દાખલો મેલેવવા ની જવાબદારી આવે? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: ના, તમારા અસીલ માત્ર “NIL” રેટેડ સેવા પૂરી પડતાં હોય, જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 23 હેઠળ જી.એસ.ટી. હેઠળ નોંધણી મેળવવાની જવાબદારી ના આવે.
- અમારા અસીલ નો મુખ્ય ધંધો ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટ નો છે. અમુક સંજોગો માં તેઓ માત્ર ઇલેક્ટ્રીક માલ વેચે છે. જ્યારે ક્યારેક માલ તથા મજૂરી સાથે કામ કરવાની શરત હોય છે. તો આ સાથે વાળા બિલ માં લેબર ચાર્જ સાથે જી.એસ.ટી. ગણવાનો રહે કે માત્ર માલ સામાન ઉપર? ભરત બી. મોરિ, કોડીનાર
જવાબ: હા, માલ અને સેવા બંને સાથે આપવામાં આવે ત્યારે માલ તથા મજૂરી બન્ને ઉપર જી.એસ.ટી. ગણવાનો રહે. જી.એસ.ટી. ક્યાં દરે લાગે, કેવી રીતે લાગે તે બાબત ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખે છે. જેવા કે આ કંપોઝીટ સપ્લાય ગણાય કે નહીં, વર્કસ કોન્ટ્રાક્ટ ગણાય કે નહીં.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.