સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
15th June 2020 Edition
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી.
- અમારે કવોરી નો ધંધો છે. અમો અમારા ગ્રાહકોને કપચી પહોચાડવા માટે ટ્રક નો ઉપયોગ કરીએ છીએ. અમે જી.એસ.ટી. નંબર ધરાવતા નથી કે જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર પણ નથી. તેઓની પાસે ટ્રક ભાડે લાવીએ છીએ. તેનું વાર્ષિક ભાડું 1,20,000 (એક લાખ વીસ હજાર ) ચૂકવીએ છીએ. વાર્ષિક ભાડાની રકમ ઉપર 13/10/2017 થી કોઈ પણ પ્રકાર નો RCM કે અન્ય કોઈ પ્રકાર નો વેરો ભરવાનો થાય કે નહીં ? દેવેન્દ્ર સોલંકી
જવાબ: ના, 13.10.2017 થી જી,એસ.ટી. કાયદા ની કલમ 9(4) હેઠળ અનરજિસ્ટર્ડ પર્સન ઉપર નો જી.એસ.ટી. લાગતો ના હોવાથી તથા તમારો વ્યવહાર GTA (ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી) નો ના હોવાથી અમારા મતે તમારે જી.એસ.ટી. હેઠળ વેરો ભરવાનો થાય નહીં.
- અમો ઓઇલ મિલ ધરાવીએ છીએ. જેમાં મશીનરી OGS થી ખરીદ કરેલ છે. IGST બિલમાં ખરીદી જી.એસ.ટી. લગાડીને આવેલ છે. આ મશીનરી નો ઉપયોગ પીલાણ કરવામાં થાય છે. આ પીલાણ કરતાં ખોળના ઉત્પાદન જેટલી PROPORTIONATE I.T.C. ધટવાની થાય? IGST કેવી રીતે ઘટાડવા ની થાય? પરંતુ બેલન્સ માં CGST અને SGST છે. તો IGST કેવી રીતે ઘટાડવી? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: હા, તમારે IGST ઉપર કરેલી મશીનરી ની ખરીદી ની ક્રેડિટ જી.એસ.ટી. નિયમો ના નિયમ 43 મુજબ ઘટાડવાની થાય. તમારે GSTR 3B માં IGST માં રકમ રિવર્સલ માં બતાવવાની રહે. આ રકમ CGST તથા SGST માં થી એડજસ્ટ થવા દેશે.
- અમારા અસીલ એવા ગ્રામ પંચાયત અને લોકલ ઓથોરીટી ઑને દુકાન તથા જમીન ભાડાની વાર્ષિક આવક 20 લાખ થી વધુ છે. તો ફોરવર્ડ ચાર્જ હેઠળ 18% જી.એસ.ટી.ભરવાનો રહે? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: હા, ફોરવર્ડ ચાર્જ હોય તો 18% જી.એસ.ટી. ભરવાનો રહે. પણ નોંધાયેલ કરદાતાઓ એ ગ્રામ પંચાયત, નગરપાલિકા ને ચૂકવવાનું થતું ભાડું રિવર્સ ચાર્જ હેઠળ ભરવાનું થાય તે બાબત નોંધવી રહી.
- અમો પથ્થર ની લિઝ ધરાવીએ છીએ .જેમાં J.C.B. નું ભાડું ચૂકવીએ જે URD છે. તો અમારે તે ભાડાની ચુકવણી ઉપર કોઈ વેરો ભરવાનો થાય ? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: ના, 13.10.2017 થી અનરજિસ્ટર્ડ પર્સન (URD) પાસેથી કરેલ માલ કે સેવાની ઇનવર્ડ સપ્લાય ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી તમારા અસીલ ની પ્રવૃતિ જોતાં આવે નહીં.
- અમારે મંડપ ડેકોરેસનનો ઘંઘો છે તેમાં જી.એસ.ટી. નંબર મારા માતા ના નામે છે. અને તે અવસાન પામેલ છે. તો તેમની બેલેન્સ સીટ માં ફિક્સ એસેટ માં ટેમ્પો મંડપ ને લગતા સાધનો, દુકાન, પર્સનલ ટુવિલર , ફોર વિલર તથા CCTV CAMERA છે. તો આ વસ્તુઓ પર જી.એસ.ટી. ભરવાની જવાબદારી થાય કે નહીં? અને થાય તો વેરા નો દર જણાવો? જો વેરા ભરવાની રકમ ઉપસ્થિત થાય તો માતાના જી.એસ.ટી. નંબર માથી મારા જી.એસ.ટી. નંબર માં બિલ બનાવી મિલકત ટ્રાન્ફર કરવામાં આવે તો ક્રેડિટ મળે કે નહીં? પૂરવ યુ સોલંકી, ટેક્સ કન્સલ્ટન્ટ, અમદાવાદ
જવાબ: સૌ પ્રથમ વાત કરીએ બેલેન્સ શીટ માં દર્શાવવામાં આવેલ ફિક્સ્ડ એસેટ ની. જો આ મિલકતો (ફિક્સ એસેટ) જો વેચવામાં આવે તો તેના ઉપર ટેક્સ ની જવાબદારી આવે. પણ જો મિલકત વેચવામાં ના આવે તો અમારા મતે જી.એસ.ટી. કાયદા ની કલમ 29(5) હેઠળ જો આ મિલ્કત અંગે ક્રેડિટ લેવામાં આવેલ હોય તો રિવર્સલ કરવાની અથવા આઉટપુટ ટેક્સ બે માંથી જે વધુ હોય તે ભરવાની જવાબદારી આવે.
જો માતા નું મૃત્યુ થયું હોય અને ધંધો ટ્રાન્સફર કરવામાં આવેલ હોય તો જૂના જી.એસ.ટી. નંબર ઉપર મિલ્કત ટ્રાન્સફર બાબતે કોઈ જવાબદારી આવે નહીં. બિલ બનાવવાનો વિકલ્પ યોગ્ય રહે નહીં.
- અમારા અસીલ નો મુખ્યત્વે ધંધો સિવિલ કોન્ટ્રાકટર નો છે. જે રેગ્યુલર સ્કીમ પર જી.એસ.ટી. ધરાવે છે. અમારા અસીલ ને વેચાણ કરનાર કરદાતા COMPOSITION હેઠળ હોવા છતાં અમને ટેક્સ લગાડેલ અને દર્શાવેલ બિલ આપે તો શું અમારે I T C લેવી જોઈએ ? ભરત બી મોરિ કોડીનાર
જવાબ: ના, તમારા અસીલ કંપોઝીશનમાં હોય, તેઓએ આપેલ બિલ ની ક્રેડિટ લેવી જોઈએ નહીં. તમને જી એસ ટી કાયદા ની કલમ 16 મુજબ ITC ના મળે. તમારા વેચનાર કરદાતા કોઈ શરત ચૂક થી બિલ ટેક્સ દર્શાવી ને આપે તો પણ તેઓ ક્યારેય જી.એસ.ટી.આર. 1 ભરી શકશે નહીં.
- અમારે GSTR 3B માં વેચાણ કરતાં વેચાણ પરત વધારે હોય તો તેના શું નિયમો છે ? કારણકે તે 3B માં માઇનસ ફિગર સ્વીકરતું નથી . વિજય પ્રજાપતિ
જવાબ: સર્ક્યુલર 26/2017 મુજબ નેગેટિવ ફિગર 3B માં લઈ શકશે નહીં. આ માટે તમારે પછીના રિટર્નમાં જ્યારે વેચાણ આવે તેને નેટ ઓફ કરી ને બતાવવું જોઈએ. જે તે વર્ષ પછીના સપ્ટેમ્બર મહિનાના રિટર્ન સુધી આ એડજસ્ટમેંટ કરી શકાય છે.
- અમારે પ્લાયવૂડ નો ધંધો છે. અમે રેગ્યુલર વેપારી તરીકે પત્રકો ભરીએ છીએ. પરંતુ GST આવ્યું ત્યારથી NIL પત્રકો ભરેલ છે પરંતુ 30/06/2017 ના રોજ નો સ્ટોક પડેલ જે વેટ કાયદા મુજબ ગુજરાત બહારથી માલ ખરીદેલ છે. અમારે હવે ઊચકવેરામાં જવું છે પરંતુ સ્ટોકવાળો માલ ITC રિવર્સ કરવાની છે. પરંતુ સ્ટોક 30/06/2017 પહેલા નો છે જેની ITC વેટ કાયદા મુજબ લીધેલ નથી તો ઉચ્ચક વેરા નો લાભ મળે ક નહીં ? જગદીશ વ્યાસ આસોસિયેટસ
જવાબ: અમારા મતે તમારા અસીલ કંપોઝીશન માં જઇ શકે છે. જી.એસ.ટી. નિયમો ના નિયમ 5(b) માં જે બાધ આપેલ છે તે નિયમ 3(1) મતે એટલેકે 2016-17 ના વર્ષ માં કંપોઝીશન ની અરજી મતે લાગુ પડે. હવે 2020-21 માં ઇન્ટરસ્ટેટ માલ સ્ટોક માં હોય તો પણ કંપોઝીશન નો લાભ મળી શકે.
- જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન ડીલર ટર્નઓવર ના 10% સુધી અથવા 5 લાખ બે માંથી જે વધારે હોય તેટલી રકમની સેવા આપી શકે છે. તેઓ વસ્તુ ના વેચાણ ઉપર 1% જી.એસ.ટી. ભરવા જવાબદાર છે. ઉપરોક્ત લિમિટ માં આપેલ સેવા ઉપર તેઓ કેટલા ટકા લેખે જી.એસ.ટી. ભરવા જવાબદાર બને છે? વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ, વલ્લભ વિધ્યાનગર,
જવાબ: અમારા મતે જી.એસ.ટી. કાયદા ની કલમ 10(1) હેઠળ જે વ્યક્તિ ને કંપોઝીશન ની પરવાનગી મળેલ હોય તેમણે પોતાની સેવા બાબતે પણ કંપોઝીશન ના દરે જ (1% કે 5%) વેરો ભરવાનો થાય તેવો અમારો મત છે.
- જી.એસ.ટી. 2018 19 ના વાર્ષિક રિટર્નમાં હજુ 2017-18 માં લેવામાં આવેલ ટ્રાન્સ-1 ની ક્રેડિટ દર્શાવવામાં આવી રહી છે. શું આ ક્રેડિટ ને ડિલીટ કરી ને 2018 19 ના રિટર્ન ભરી આપવું જોઈએ કે ટેકનિકલ મુશ્કેલી દૂર થાય તેની રાહ જોવી જોઈએ? દિપેશ ઠૂમમર, સુરત
જવાબ: હા, આ ક્ષતિ ટેકનિકલ ક્ષતિ છે. તમારે ટ્રાન્સ 1 ની ક્રેડિટ ડિલીટ કરી વાર્ષિક રિટર્ન ભરવું જોઈએ.
- અમોએ 2/2/2017 થી 30/06/2017 સુધી વેટ કાયદા હેઠળ કામ્પોઝીસન હેઠળ વેટ નંબર ધરાવતા હતા. વેટનંબર મેળવતી વખતે ભરેલ ડીપોઝીટ રૂપીયા 23000/- વેરા કાયદા હેઠળ જમા કર્યા હતા. તા. 1/7/2017 થી GST કાયદા હેઠળ અમો કમ્પોઝીસન માં જવા માંગતા હતા. પરંતુ OPTION ના ખુલતા રેગુલર હેઠળ માઈગ્રેટ થઈ રીટર્ન ભરતા હતા. તા. 1/10/2017 થી OPTION ખુલતા ત્યારથી અમો કમ્પોઝીસન હેઠળ વેરો ભરીએ છીએ તો વેટ કાયદા હેઠળ જમા રૂપિયા 23000/- TRANS-1 માં ITC તરીકે CLAIM કરતા નથી તેમજ વેટ કાયદા હેઠળ ના 202A માં પણ રિફંડ માંગેલ નથી તો ઉપરોક્ત 23000 /- રૂપિયા જમા છે તે કેવી રીતે પાછા મેળવી શકીએ? હેમાંગી શેઠ
જવાબ: તમે આ કિસ્સામાં વેટ ડિપાર્ટમેંટ માં અરજી કરી 23000/- નું રિફંડ માંગી શકો છો. તમે ટ્રાન્સ 1 માં અરજી કરેલ ના હોય રિફંડ બાબતે કોઈ પ્રશ્ન ઉદ્દભાવી શકે નહીં. અમારા મતે તો જેમને શરત ચૂક થી TRAN 1 દ્વારા ક્રેડિટ મંગેલ છે તેઓને પણ રિફંડ આપવા સરકાર બંધાયેલી છે.
- અમારા અસીલ કમ્પોઝીશન ડીલર છે. તેઓની મોટાભાગ ની ખરીદી URD હોય છે. આ ખરીદીઓ ઉપર કોઈ ટેક્સ ભરતા નથી. અમે માત્ર વેચાણ પર 1% લેખે GST ભરાવીએ છીએ. શું આ URD ખરીદ પર GST ભરવો પડે? અને ભરવો પડે તો ક્યાં દરે ભરવો પડે ? પરેશભાઈ ટી. દરજી, જુનાગઢ
જવાબ: ના, આ URD ખરીદી ઉપર સામાન્ય રીતે તમારે જી.એસ.ટી. ભરવો પડે નહીં. સામાન્ય રીતે એટલા મતે કે જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક ઇનવર્ડ સપ્લાય ઉપર RCM ની જવાબદારી આવે. આ મતે તમારે જી.એસ.ટી. નોટિફિકેશન (રેઇટ) 13/2017, તા. 28.06.2017 જોઈ જવા વિનંતી.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.