સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 3 minutes

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

                                                                                               CA દિવ્યેશ સોઢા, પોરબંદર

તારીખ: 13 મે2019

1.  જી.એસ.ટી.આર. 9 માં પાછલા વર્ષ ના ટર્નઓવર ની જે વિગત માંગવામાં આવે છે તેમાં 2016-17 નું ટર્નઓવર નાખવાનું રહે? 01.04.17 થી 30.06.17 સુધી ના ટર્નઓવર ની વિગતો જી.એસ.ટી.આર. 9 માં આપવાની રહે?                                                દિપેશ ઠૂમ્મર

જવાબ: હા, જી.એસ.ટી.આર. 9 માં પાછલા વર્ષ ના ટર્નઓવર અંગે કોઈ વિગતો આપવાની નથી. માત્ર જી.એસ.ટી.આર. 9 A જે કંપોઝીશન અંગે નું વાર્ષિક રિટર્ન છે તેમાં પાછલા વર્ષ ના ટર્નઓવર ની વિગતો આપવાની રહે છે.

 

ના, જી.એસ.ટી.આર. 9 માં 01.04.2017 થી 30.06.2017 ની વિગતો આપવાની રહેતી નથી.

2.   અમારા એક અસીલ ના જી.એસ.ટી. નંબર નવેમ્બર 2017 માં રિટર્ન ભરવાના કસૂરદાર તરીકે રદ્દ થઈ ગયો હવે અમારે તે ચાલુ કરાવવો છે. રિવોકેશન ની અરજી કરતાં તેમાં સૂચના આવે છે કે અત્યાર સુધીના તમામ રિટર્ન ભરો તથા બાદ માં રિવોકેશન ની અરજી કરો. ઘતક માં અધિકારી ને વાત કરતાં તેઓ જણાવે છે કે અરજી તો ઓનલાઈન ન જ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરી શકતા નથી. હવે જે 23 એપ્રિલ ને રોજ જે પરિપત્ર આવેલ છે તે ના દ્વારા શું હું આ અરજી કરી શકીશ?

જવાબ: તા. 23 04 2019 ના રોજ આવેલ રીમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર 5/2019 ના સંદર્ભે એક વાત જાણવી ખૂબ જરૂરી છે કે આ ઓર્ડર તથા તેના હેઠળ આપવામાં આવેલ સૂચના સર્ક્યુલર 99/18/2019-GST તે જી.એસ.ટી. કાયદા ની કલમ 30 તથા નિયમો ના નિયમ 23 ને આધીન છે. આ જોગવાઇઓ મુજબ રિવોકેશન ની અરજી કરતાં અગાઉ જે તારીખ થી નોંધણી દાખલો રદ થયા સુધી ના તમામ રિટર્ન ભર્યા બાદ જ રિવોકેશન ની અરજી થઈ શકશે. રદ નોંધણી દાખલો રિસ્ટોર થયાથી ત્યાર પછીના રિટર્ન પણ રિવોકેશન ઓર્ડર ના 1 માસ માં તમારે ભરી આપવાના રહેશે.   

 

3.  મારા અસીલ કપાસિયા ખોળ (કરમુક્ત) તથા કપાસિયા તેલ (કરપાત્ર) નું વેચાણ કરે છે. બંને ચીજ વસ્તુ કપાસિયા માં થી બને છે. જ્યારે કરપાત્ર તથા કરમુક્ત ચીજ વસ્તુ અંગે નિયમ 42 માં રેશિયો કાઢવાનો આવે તે જથ્થા (ક્વોનટીટી) મુજબ કાઢવા નો કે રકમ મુજબ?                                                                                                                                                   હરીશ સાવજિયાણી, વેરાવળ

જવાબ: આ અંગે નિયમ 42 માં ખાસ સ્પસ્ટતા નથી. અમારા મત મુજબ રેશિયો કરપાત્ર-કરમુક્ત ની રકમ પ્રમાણે કાઢવો જોઈએ.

 

 

ખાસ નોંધ:

1.  જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો

અંક 1: 25.03.2019

https://taxtoday.co.in/news/9908

અંક 2: 01.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 3: 08.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 4: 15.04.2019

https://taxtoday.co.in/news/10007

અંક 5: 22.04.2019

https://taxtoday.co.in/news/10029

અંક 6: 29.04.2019

https://taxtoday.co.in/news/10065

અંક 6 06.05.2019

https://taxtoday.co.in/news/10103

error: Content is protected !!