સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 03rd August 2020

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ

03rd August 2020 Edition

Experts

1. અમારા અસીલ પૌવા બનવાના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ ડાંગર(peddy)ની ખરીદી કરી તેમાથી પૌવા બનાવે છે. અમારો પ્રશ્ન એ છેકે પૌવા (non-brand) ઉપર કેટલો જીએસટી લાગે. તથા તેમાથી નીકળતું ચોખા નું ભૂસું(rice bran) તથા ફોતરી(husk) જે પશુ આહાર માં વપરાય છે તેમના ઉપર કેટલો જીએસટી લાગે? તથા તેમનો HSN કોડ ?                                                                                                   CA કલ્પેશ પટેલ નડિયાદ

જવાબ:- પૌવા કે નોન બ્રાંડેડ છે, તે પૌવા જી.એસ.ટી. હેઠળ કરમુક્ત ગણાય. HSN 1904 લાગુ પડે તેવું અમારું મંતવ્ય છે. ભૂસું (રાઈસ બ્રાન) 2302 HSN હેઠળ પડે. જો પશુ આહાર અથવા મત્સય આહાર તરીકે ઉપયોગ થતો હોય તો કરમુક્ત ગણાય અને અન્યથા 5% લેખે વેરા પાત્ર થાય તેવો અમારો મત છે.

2. અમારા એક અસીલ બ્યુટી પાર્લર નો ધંધો Franchises થી કરવા માંગે છે ‌અને તેમના નામનો ઉપયોગ કરવા‌ બદલ વષૅ દરમિયાન ‌‌રૂ| ૬૦,૦૦૦/- (Fix) ચૂકવવાના હોય છે. તો અમારા અસીલને‌ GST નંબર ‌લેવો જરૂરી ? (રૂ|. ૨૦,૦૦,૦૦૦ થી ઓછું ટનૅઓવર છે?) વિકાસ મિસ્ત્રી આણંદ

જવાબ:- હા, આ સંજોગોમાં અમારા મતે તમારા અસીલ “ફ્રેંચાઈઝી ઓનર” ના એજન્ટ ગણાશે. જી.એસ.ટી. કાયદાની સેક્શન 24(vii) હેઠળ ફરજિયાત GST નંબર લેવો જરૂરી ગણાશે.

3. અમારા અસીલ એ સિવિલ વર્ક કોન્ટ્રાક્ટનું કામ કરે છે. તેઓ સર્વિસ સપ્લાયર તરીકે કંપોઝીશન હેઠળ 6% લેખે વેરો ભરવા જવાબદાર છે. હવે તે એક રહેણાંકી મકાન સંબંધી પ્યોર સપ્લાય સેવા પૂરી પડે છે. આ સેવા સામાન્ય રીતે CGST રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2020 હેઠળ NIL રેટેડ છે. શું આ NIL રેટેડ સેવા બાબતે પણ સર્વિસ કંપોઝીશન હેઠળ વેરો ભરવા જવાબદારી આવે?       વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ, વલ્લભ વિધ્યાનગર

જવાબ;- હા, તમારા અસીલ જ્યારે સર્વિસ કંપોઝીશન હેઠળ વેરો ભરવા જવાબદાર હોય ત્યારે જી.એસ.ટી. કાયદાની સેક્શન 10(2A) હેઠળ કુલ સેવાના ટર્નઓવર ઉપર 6% લેખે જી.એસ.ટી. ભરવા જવાબદાર રહેશે. તેઓને NIL રેટેડ સેવા ઉપર પણ વેરો ભરવા જવાબદારી આવશે.

4. અમો માતાના નામથી પુત્રના નામ ઉપર જી.એસ.ટી. નંબર બદલવા માંગીએ છીએ. આ માટે શું વિધિ કરવાની રહે?                        ભાવેશ ત્રાતીય

જવાબ:- પ્રોપરાઇટર બદલવાની વિધિ ખૂબ પ્લાનિંગ થી કરવાની જરૂરી છે. આ કિસ્સામાં સૌપ્રથમ નવો નંબર પુત્રના નામથી ટ્રાન્સફરર તરીકે લઈ, આ નવા નંબરમાં જૂના માતાના નંબર નો ઉલ્લેખ ચોક્કસ કરવાનો રહે. આ નંબર આવી ગયા બાદ આપે જૂનો જી.એસ.ટી. નંબર (માતા ના નામનો) રદ કરવાનો રહે. જો જૂના જી.એસ.ટી. નંબરમાં ક્રેડિટ હોય તો તે ટ્રાન્સફર કરવી જરૂરી છે. જી.એસ.ટી. હેઠળ નોંધણી PAN બેઝ હોય, કોઈ પણ રીતે જૂનો નંબરમાં નવા વ્યક્તિ પ્રોપરાઇટર તરીકે જોડાઈ શકે અને એ નંબર ચાલુ રાખી શકાશે નહીં તે બાબત ખાસ જાણવી જરૂરી છે.

 

5. મારા અસીલ જી.ટી.એ ટ્રાન્સપોર્ટર છે. જેમનું મહિના નુ વેચાણ GSTR3Bમાં બતાવવું પડે કે નહીં અને બતાવવાનું રહે તો કયા કોલમમાં બતાવવાનું રહે? કારણકે જીએસટી હેલ્પલાઇનમાં જ્યારે ફોન કરીને પૂછ્યું ત્યારે તે કહે છે જીટીએ ટ્રાન્સપોર્ટ માં GSTR3B માં વેચાણ બતાવવાનો રહે નહીં ફક્ત GSTR1માં બતાવવાનું રહે. જવાબ આપવા વિનંતી.                                                                                                                         હિત લિંબાણી, કચ્છ
જવાબ:- જી.એસ.ટી. હેઠળ ટ્રાન્સપોર્ટર બે રીતે જી.એસ.ટી. ભરી શકે છે. એક ફોરવર્ડ ચાર્જ મુજબ અને બીજું તેમની સેવા મેળવનાર આ ટેક્સ રિવર્સ ચાર્જ મુજબ વેરો ભરે તે વિકલ્પ ટ્રાન્સપોર્ટર સ્વીકારી શકે. જો તમારા અસીલ રિવર્સ ચાર્જ મુજબ વેરો રેસિપીયંટ ભરવા જવાબદાર હોય તો GSTR 3B માં NIL/Exempt સપ્લાયમાં આ દર્શાવવું જોઈએ તેવો અમારો મત છે.

:ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો. કોઈ પણ પ્લાનિંગ બાબતે આપ ટેક્સ ટુડે એકસપર્ટ્સની  વ્યાવસાયિક સેવા લેવાની જરૂરિયાત જણાય તો આપ અમને taxtodayuna@gmail.com ઉપર મેઇલ અથવા 9924121700 ઉપર વોટ્સ એપ પર સંપર્ક કરી શકો છો.   

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

ટેક્સ ટુડેની આ પ્રખ્યાત કૉલમ આપ ગુજરાતનાં નામાંકિત ટેક્સ સલગ્ન મેગેઝીન “કરવેરા સલાહકાર” માં પણ વાંચી શકો છો. આ મેગેઝીન નું લવાજમ ભરવા નીચેની વિગતો ઉપયોગી બનશે.

error: Content is protected !!