સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)21st September 2020 Edition
21st September 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
- વેપારીએ B2C વેચાણ ના માર્ચ 2020 મહિનાના બિલ જીએસટી return R 1 અને 3B દેખાડવા માં રહી ગયેલ છે. તો હવે કઈ રીતે B 2C ની વિગત return મા કઈ રીતે દેખાડવી અને ટેક્સ કઈ રીતે ભરવો? શું ચાલુ વર્ષ એટલે 2020-21 મા માર્ચ મહિના ના બાકી રહેલા વેચાણ ની વિગત GSTR 1 તથા 3B મા દેખાડી શકાય? જય રાઈચૂરા, એકાઉન્ટન્ટ, રાજકોટ
જવાબ:- હા, માર્ચ 2020ના રિટર્નમાં ના દર્શાવી શક્યા હોય તેવા બિલો સપ્ટેમ્બર 20 ના રિટર્ન સુધીના કોઈ પણ રિટર્નમાં બતાવી શકાય છે. આ માટે સર્ક્યુલર 26/2017 જોઈ જવા વિનંતી. વર્ષ અલગ અલગ હોય ચૂકવવાનો બાકી વેરો વ્યાજ સાથે DRC 03 દ્વારા દર્શાવી આપવાનો વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ પણ લઈ શકાય. આ માટે GSTR 1 માં બાકી રહી ગયેલું વેચાણ દર્શાવવાનું રહે પણ GSTR 3B માં દર્શાવવાનું રહે નહીં.
- અમારા અસીલ એલિવેટર પાર્ટસના ઉત્પાદક છે. તેઓએ એક કોફી વેંડિંગ મશીન ખરીદેલ છે. શું આ મશીનની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળી શકે? જય રાઈચૂરા, એકાઉન્ટન્ટ, રાજકોટ
જવાબ:- ના, જી.એસ.ટી. કાયદાની કલમ 17(b)(i) મુજબ કોફી વેંડિંગ મશીનની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.
- મારા અસીલ ગુજરાતમાંથી જળમાર્ગે માલ પશ્ચિમ બંગાળ મોકળાવે છે. કન્ટેનર કોલકત્તા પહોચી ગયા પછી સમયસર ડિલિવરી ના થવાના કારણે ક્યારેક પોર્ટ ચાર્જ ચૂકવવાનો થાય છે. આ પોર્ટ ચાર્જ ઉપર જી.એસ.ટી. લગાડવામાં આવે છે. શું આ જી.એસ.ટી. ની ક્રેડિટ મળી શકે? પિયુષ લિંબાણી
જવાબ: હા, પોર્ટ ચાર્જ ધંધાને લાગતો ખર્ચ હોય જી.એસ.ટી. કાયદાની કલમ 16ની શરતો પુર્ણ કરવામાં આવે તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે.
ઇન્કમ ટેક્સ
- મારો પ્રશ્ન છે કે બાગાયત પાકો ના રોપા જેવા કે દાડમ, ખારેક, આંબા જે રોપા નું વેચાણ કરવાથી થતી આવક અગ્રિકલ્ચર ઇનકમ ગણાય કે ? બિઝનેસ ઇન્કમ કનિસ્ડર થાય?. હિત લિંબાણી
જવાબ:- આ પ્રશ્નમાં કરદાતાની પ્રવૃતિ બારીકાઇ થી સમજવી જરૂરી છે. જો તેઓ પોતે બીજ વાવે, જાતે રોપા ઉગાડે તો તે ખેતીની આવક ગણાય. પરંતુ જો તેઓ રોપાનું ખરીદ-વેચાણનું કામ કરતાં હોય તો તેઓની આવક ધંધાકીય આવક ગણવાની રહે તેવો અમારો મત છે.
- મારા અસીલ રૂરલ એગ્રીકલ્ચર જમીન આઠ મહિના અગાઉ ખરીદી હતી. તેમના ઉપર ખેતી કરે છે. તે હવે વેચવાની હોવાથી તેમાંથી જે વેચાણ થશે એના ઉપર ઇન્કમ ટેક્સ લાગે કે પછી એક્ઝમટ ગણાય?. હિત લિંબાણી
જવાબ:-જો આપની જમીન જે તે નાગર પાલિકા/મહાનગર પાલિકા હદથી નિયત મર્યાદાથી (2 કી.મી./6 કી મી/8 કી મી) દૂર હોય તો આ જમીન 2(14) હેઠળ કેપિટલ એસેટ ગણાય નહીં. આ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની યુટિલિટી ચેક કરી લેવી હિતાવહ છે.
https://www.incometaxindia.gov.in/Pages/utilities/Agriculture-Land-in-Urban-area2014.aspx
- મારા આસીલ થોડા સમય પહેલા કોમશિયલ વાહન ઓપરેટિંગનું કામ કરતાં હતા અકસ્માત થતાં મોટર વેહિકલ એક્સિડન્ટ હેથળ તેમને દસ લાખ જેટલું મળવાપાત્ર હતું જે કાયદાકીય કાર્યવાહી માં વિલંબ થવા ના કારણે અટવાયેલું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૯ -૨૦ માં કોર્ટ નો ચુકાદો આશીલના તરફેણ માં આવતા મારા અસીલને ૧૦ લાખ રૂપિયા જેટલું વળતર તેમજ ૧૨ લાખ રૂપિયા જેટલું વ્યાજ મળવા પાત્ર છે વ્યાજ ઉપર ૧૦%લેખે વીમા કંપનીએ TDS કરેલ છે મારો પશ્ર્ન એ છે કે વિમાની રકમ ઉપર મળવા પાત્ર વ્યાજ ટેક્સેબલ ઇનકમ ગણાય કે પછી એકજમ્પ ઇનકમ ગણાય? વિમાની મૂળ રકમ અને વ્યાજ ને ઇનકમટેક્સ રિટર્નમાં ક્યાં હેડ હેઠડ બાતવાનું રહે? અને જો વ્યાજની રકમને કરમુક્ત બતાવીએ તો TDS રિફંડ લેવામાં કોઈ પ્રોબ્લેમ આવે કે ના આવે તે પણ જણાવશો? ` પિયુષ લીંબાણી
જવાબ:- મોટર વિહીકલ એક્ટ હેઠળ મળેલ અકસ્માત વળતર આવકન કેપિટલ રિસીપ્ત ગણાય. આ માટે વિનોદકુમાર vs ITO ચંડીગઢ (32 ITD 254 ITAT) તથા CIT Vs ચિરનજી લાલ મૂલતાનીમલ રાય બહાદુર, (P&H High Court) જોઈ જવા વિનંતી. આ રકમ મોડી ચૂકવવાના કારણે મળતું વ્યાજ પણ વળતરનો ભાગજ ગણાય. આ આવકને ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવાની રહે નહીં. આ અંગે TDS નું રિફંડ ક્લેમ કરવામાં પ્રેક્ટિકલ મુશ્કેલી આવી શકે છે. ઇન્કમ ટેક્સ પ્રોસેસિંગ દરમ્યાન 143(1a) ની પ્રાથમિક નોટિસ આવે ત્યારે આ અંગે ખુલાસો કરી શકાય છે.
- મારા અસીલ એક જમીન 18.05.1990 ના ખરીદેલ જમીનનું વેચાણ 2020-21 માં કરવાના છે. આ જમીનની પડતર નક્કી કરવા 01.04.2001 ની કિમત નક્કી કરવા જંત્રીની રકમ મહત્વની રહેશે કે વેલ્યુરની? મંથન સરવૈયા
જવાબ:- કેપિટલ ગેઇન હેઠળ 01.04.2020 થી મિલકતની 01.04.2001 ની વેલ્યુએશન નક્કી કરવા વેલ્યુરનું સર્ટિફિકેટ તો લેવાનું રહેશેજ પરંતુ જે કિસ્સામાં વેલ્યુરની પડતર જંત્રીથી વધુ આવતી હોય ત્યાં જંત્રીની રકમ પડતર તરીકે ગણવાની રહેશે તેવો અમારો મત છે.
- મારા અસીલ ગુજરાતમાંથી જળમાર્ગે માલ પશ્ચિમ બંગાળ મોકળાવે છે. કન્ટેનર કોલકત્તા પહોચી ગયા પછી સમયસર ડિલિવરી ના થવાના કારણે ક્યારેક પોર્ટ ચાર્જ ચૂકવવાનો થાય છે. આ પોર્ટ ચાર્જ ઉપર ઇન્કમ ટેક્સ હેઠળ બાદ મળે? પિયુષ લિંબાણી
જવાબ: હા, પોર્ટ ચાર્જ ધંધાને લાગતો ખર્ચ હોય ઇન્કમ ટેક્સ હેઠળ ખર્ચ તરીકે બાદ મળે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
મારો પ્રશ્ન એ છે કે. મે માર્ચ 2020 નું જીએસટી -1 સબમિટ કરી નાખ્યું છે
પણ ગત નાણાકીય વર્ષ 2019-20 નાં 2 બિલ ની ક્રેડિટ લેવા ની રહી ગઈ છે
જીએસટી પોર્ટલ 2-A માં જમા બતાવે છે
તો હું એ 2 બિલ ચાલુ વર્ષ માં બતાવી ને ક્રેડિટ લઈ શકું ???
હા, જી.એસ.ટી. કાયદા ની કલમ 16(4) હેઠળ સપ્ટેમ્બર મહિનાના રિટર્ન ની ડ્યુ ડેટ સુધી આ ક્રેડિટ લઈ શકાય છે. આપના પ્રશ્નો taxtodayuna@gmail.com ઉપર મોકલવા વિનંતી.