સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 11.11..2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓ દ્વારા પોતાની ફેક્ટરી ઉપર સોલર સિસ્ટમ ફિટ કરાવેલ છે. આ સોલર સિસ્ટમ દ્વારા અમારા અસીલ તેઓની વીજળીની જરૂરિયાત પૂરી કરે છે. અમારો માલ કરપાત્ર જ છે. CGST ડિપાર્ટમેંટ દ્વારા ઓડિટ દરમ્યાન એવો મુદ્દો લેવામાં આવ્યો છે કે આપના અસીલ ઇલેક્ટ્રીક ડિપાર્ટમેંટને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. ઇલેક્ટ્રીકસિટી એ જી.એસ.ટી. હેઠળ કરપાત્ર ના હોય સોલર સિસ્ટમની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલામ 17(5) હેઠળ મળી શકે નહીં. આ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.                                                                                                                                                                                                                                જીતેશ કાપડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ, જેતપુર

જવાબ: સોલર દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ વીજળી એ વેચાણ સ્વરૂપે વીજ કંપનીઓને આપવામાં આવતી નથી પરંતુ વીજ કંપનીના બિલના ચુકવણી સ્વરૂપે મજરે આપવામાં આવે છે. આમ, ઇલેક્ટ્રીક યુનિટનું વેચાણ થતું ના હોય 17(5) બાધ આવે નહીં તેવો અમારો મત છે. આ બાબતે આપણે AAR કર્નાટકનો KLF નિર્મલ ઇન્ડસટ્રીઝ (પ્રા.) લી નો AAR નો ચુકાદો ઉપયોગી બની શકે છે.

  1. ડોક્ટર દ્વારા પૂરી પાડવામાં આવતી મેડિકલ સર્વિસ જેવી કે OPD તથા ઇંડોર પેશન્ટ ટ્રીટમેંટ, લેબોરેટરીની સેવા ઉપર જી.એસ.ટી. લાગુ પડે?                                                                                                                                                                         જીતેશ કાપડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ, જેતપુર

જવાબ: ના, ડોક્ટર દ્વારા પૂરી પાડવામાં આવતી મેડિકલ સર્વિસ જેવી કે OPD તથા ઇંડોર પેશન્ટ ટ્રીટમેંટ, લેબોરેટરીની સેવા જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 74 મુજબ “Nil” રેટેડ ગણાઈ.

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ GTA છે અને RCM લેખે વેરો ભારે છે. તેઓના એક ગ્રાહક જેઓ URP છે તેઓએ એક કોન્ટ્રાક્ટ મેળવેલ છે. કોન્ટ્રાક્ટ મેળવનાર અમારા અસીલના ગ્રાહક છે જેઓ URP છે પરતું આ URP ગ્રાહકને કોન્ટ્રાક્ટ આપનાર જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. આવા સંજોગોમાં શું અમારા અસીલ કે જેઓ GTA છે તેઓની કોઈ વેરો ભરવાની જવાબદારી આવે? ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: આપના અસીલ જે URP ને સેવા પૂરી પાડે છે અને આપના અસીલ કે જેઓ GTA છે તેઓ URP ટ્રાન્સપોર્ટરને બિલ આપે છે તેવા વ્યવહાર પર જી.એસ.ટી. લાગુ પડે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!