સી.બી.આઇ.સી. ના અધ્યક્ષ તરીકે પ્રણબકુમાર દાસને નિમવામાં આવ્યા છે. તેઓ 1 જાન્યુઆરી થી સંભાળશે ચાર્જ
ઉના, તા: 18.12.2018. વરિષ્ઠ અધિકારી પ્રણબકુમાર દાસને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC) ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વન નેશન વન ટેક્સ તરીકે ઓળખાતા જી.એસ.ટી. કાયદા નું નિયમન સેંટ્રલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેકસીસ અને કસ્ટમ્સ દ્વારા કરવામાં આવે છે. આમ આ હોદ્દો ભારતીય ટેક્સ સિસ્ટમ માં ખૂબ મહત્વપૂર્ણ હોદ્દો ગણાય છે.
પ્રણવકુમાર દાસ, 1983 ની બેચ ના આઇ.આર.એસ ઓફિસર છે. 2017 માં સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (CBIC) માં સભ્ય તરીકે તેમને નિમવામાં આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓ એસ. રમેશને જુલાઈમાં CBIC ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર માં પૂરો થઈ રહ્યો છે. તેઓ ના સ્થાને પ્રણબ કુમાર દાસ ને નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે.