સુપ્રીમ કોર્ટ: ખાનગી કંપનીઓને લોકડાઉન દરમ્યાન પગાર બાબતે કોઈ કડક પગલાં નહીં!!
ખાનગી ક્ષેત્ર ના નોકરીદાતાઓને લોકડાઉન દરમ્યાન કર્મચારીઓ ના સંપૂર્ણ પગાર આપવા અંગે ના આદેશ અન્વયે કડક પગલાં ઉપર સ્ટે
હેન્ડ ટૂલ્સ મેન્યૂફેક્ચરિંગ એશોશીએશન ના કેસ માં આપવામાં આવ્યો અંતરીમ આદેશ. વધુ સુનાવણી આવતા અઠવાડિયે
તા. 15.05.2020: લોકડાઉન જાહેર કરતાં સાથે ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાં ફરજિયાત જરૂરી હોય તે સિવાયની મોટા ભાગની પ્રવૃતિ બંધ કરતો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ માં ખાનગી નોકરીદાતાઑ એ પોતાના કર્મચારીઓને સંપૂર્ણ પગાર આપવા આદેશ કરવામાં આવ્યો હતો. હેન્ડ ટૂલ્સ મેન્યૂફેકચરિંગ એશો. સહિત ઘણી “રિટ પિટિશન” સુપ્રીમ કોર્ટ માં કરવામાં આવી હતી. આ પૈકી હેન્ડ ટૂલ્સ મેન્યૂ. એશો. ના કેસ ની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરીમ આદેશ પસાર કરતાં કેન્દ્ર સરકાર ને આ નોકરીદતાઑ ઉપર કોઈ કડક પગલાં ના લેવા આદેશ કર્યો છે. આ “પીટીશન” માં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકાર નો આદેશ એ બંધારણીય જોગવાઇઓ નો ભંગ છે. સરકાર ખાનગી નોકરીદાતાઓ ને આ પ્રકાર ના આદેશ કરી શકે નહીં. આ કેસમાં કેન્દ્ર સરકાર ને નોટિસ પાઠવવામાં આવી છે. આ કેસ ની વધુ સુનાવણી આવતા અઠવાડિયે થશે તેવી માહિતી મળી રહી છે.
સુપ્રીમ કોર્ટ નો અંતરીમ આદેશ: pdf_upload-374850