“હાઇ પિચ” એસેસમેન્ટમાં પ્રથમ અપીલ સુધી ડિમાન્ડ માં સ્ટે આપો: ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સ, વેસ્ટ ઝોન-ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.
તા. 22.01.2020: નોટબંધી દરમ્યાન મોટી રોકડ રકમ જમા કરાવનાર કરદાતાઓના કેસોની “સ્કૃટીની” (ચકાસણી) હાલ પુર્ણ થઈ છે. આ પૈકી ઘણા કેસોમાં મોટી રકમનું માંગણું ઊભું થયું છે. આવા “હાઇપિચ એસેસમેંટ” ના કિસ્સામાં પ્રથમ અપીલ અરજી દાખલ કરેલ હોય તેવા કિસ્સામાં પ્રથમ અપીલ જલ્દી ચલાવવા માં આવે તથા તેનો નિકાલ સત્વરે થાય તેવી માંગણી ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન દ્વારા CBDT તથા ચીફ કમિશ્નર વડોદરા ઝોન ને કરવામાં આવેલ છે. આ પ્રકારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. દ્વારા પણ CBDT ના ચેરમેનને એક વિગતવાર રજૂઆત કરવામાં આવેલ છે. બંને સંગઠનો દ્વારા કરદાતાઓને આકારણી દરમ્યાન પડેલ મુશ્કેલી અંગે જાણકારી આપવામાં આવેલ છે. “હાઇપિચ એસેસમેન્ટ” થયા ના કિસ્સામાં બોર્ડની ઇન્સટ્રકશન તથા વિવિધ કોર્ટના કેસ નો ઉલ્લેખ કરી પ્રથમ અપીલ સુધી આ કરદાતાઓ પાસેથી વસૂલાત ના કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે. આ મુદ્દો ખૂબ ગંભીર હોય, જલ્દીજ આ અંગે CBDT દ્વારા કરદાતાઓના હિતમાં અધિકારીઓએ ને સૂચના બહાર પાડવામાં આવશે તેવી અપેક્ષાઓ કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે