01 એપ્રિલ 2020 થી ઇન્કમ ટેક્સ કાયદામાં આવ્યા મહત્વના સુધારાઓ: જાણો નહીં તો પડી શકે છે મુશ્કેલીઓ

Spread the love
Reading Time: 5 minutes

 

 

 

CA આશિષ શાહ, જુનાગઢ

 

BUDGET 2020, COVID-19, પહેલા પસાર થઈ ગયું છે. આ બજેટ પાસ થયા પછી ઇન્કમ ટેક્સ કાયદામાં નીચે મુજબના સુધારા કરવા માં આવ્યા છે. આ સુધારનો અમલ ૦૧.૦૪.૨૦૨૦ થી થશે. સામાન્ય રીતે આ પૈકી જે સુધારાઑ કરદાતા એ ખાસ ધ્યાને લેવા જરૂરી છે તે આ લેખ માં સરળ ભાષામાં રજૂ કરવા પ્રયાસ કર્યો છે.

  • દરેક, વ્યક્તિ, એચ.યુ.એફ. માટે આવકવેરા ના દરો માં કોઈ પ્રકાર ના ફેરફાર નથી.

પરંતુ અમુક શરતો ને આધીન, વ્યક્તિ, તથા એચ.યુ.એફ. ને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ થી નીચે દર્શાવેલ ઘટાડેલા દરે આવકવેરો ભરવાનો વિકલ્પ રહેશે. જે કરદાતા ને વેપાર કે ધંધા ની આવક છે, ભાગીદારી પેઢી માંથી પગાર, વ્યાજ, ની આવક છે. તે ફક્ત એક જ વાર આ વિકલ્પ પસંદ કરી શકશે અને તે પછી ના દરેક વર્ષો માટે અમલમાં રહેશે. આવા કરદાતા ફક્ત એક જ વાર વિકલ્પ બદલી શકશે અને ત્યાર બાદ કરદાતા જ્યાં સુધી ધંધા ની આવક કમાશે ત્યાં સુધી વિકલ્પ બદલી શકાશે નહિ.

કુલ આવક (રૂ.) ના.વ. ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧ માટે ટેક્ષ દર % માં  નવો વિકલ્પ ના.વ. ૨૦૨૦-૨૧

 માટે ટેક્સ દર %*

રૂ. ૨,૫૦,૦૦૦ સુધી
રૂ. ૨,૫૦,૦૦૧ થી રૂ. ૫,૦૦,૦૦૦
રૂ. ૫,૦૦,૦૦૧ થી રૂ. ૭,૫૦,૦૦૦ ૨૦ ૧૦
રૂ. ૭,૫૦,૦૦૧ થી રૂ. ૧૦,૦૦,૦૦૦ ૨૦ ૧૫
રૂ. ૧૦,૦૦,૦૦૧ થી રૂ. ૧૨,૫૦,૦૦૦ ૩૦ ૨૦
રૂ. ૧૨,૫૦,૦૦૧ થી રૂ. ૧૫,૦૦,૦૦૦ ૩૦ ૨૫
રૂ. ૧૫,૦૦,૦૦૧ થી વધુ ૩૦ ૩૦

 

  • વેપાર કે ધંધા ની આવક ધરાવતા કરદાતા ને ઉપર મુજબ નવા વિકલ્પમાં ઘટાડેલા દરે આવકવેરો ભરવા માટે નીચે મુજબ ની કપાતો ના લાભ જતા કરવા પડશે:- હાઉસિંગ લોન નું વ્યાજ, કલમ ૩૨(૧) મુજબ વધારા નો ઘસારો, આવકવેરા માંથી બાદ લેવાના તથા રોકાણો. આ ઉપરાંત અન્ય લાભ પણ જતા કરવાના રહેશે. વિસ્તૃત સમજણ માટે રૂબરૂ મુલાકાત લેશો.

(સંપાદક નોંધ: આ રોકાણ માં LIC, મ્યુચલ ફંડ, NSC, હાઉસિંગ લોન હપ્તા વી. ના રોકાણો કરદાતાએ જતાં કરવા પડશે.)

 

  • ભાગીદારી પેઢી અને LLP ના ટેક્ષ ના દર માં કોઈ ફેરફાર નથી.

 

કુલ આવક રૂ.૧ કરોડ સુધી રૂ. ૧ કરોડ ઉપર
ટેક્ષ નો દર ૩૧.૨% ૩૪.૯૪૪%

સંપાદક નોંધ: આમ, હવે ડોમેસ્ટિક કંપની કરતાં ભાગીદારી પેઢી માટે નો ટેક્સ નો દર વધુ થઈ ગયો છે.

 

  • કંપનીઓ ના ટેક્ષ ના દર નીચે મુજબ રહેશે.(સરચાર્જ અને સેસ સાથે )
કંપની નો પ્રકાર આવક રૂ. ૧ કરોડ સુધી હોય તો આવક રૂ. ૧ કરોડ થી રૂ. ૧૦ કરોડ સુધી હોય તો આવક રૂ. ૧૦ કરોડ થી વધુ હોય તો
  ટેક્સ નો દર

(રેગ્યુલર)

ટેક્સ નો દર

(MAT)

ટેક્સ નો દર

(રેગ્યુલર)

ટેક્સ નો દર  (MAT) ટેક્સ નો દર

(રેગ્યુલર)

ટેક્સ નો  દર

(MAT)

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન રૂ. ૪૦૦ કરોડ થી ઓછું ટર્નઓવર ધરાવતી કંપની ૨૬.૦૦% ૧૫.૬૦% ૨૭.૮૨%* ૧૬.૬૯૨%* ૨૯.૧૨%* ૧૭.૪૭૨%*
જે કંપની અમુક નિર્દેશિત કપાતો અને માફીઓનો લાભ ન લે અને ખોટ તથા કેરી ફોરવર્ડ લોસ અને અનએબ્સોર્બડ ડેપ્રિસિએશન નો લાભ ન લે ૨૫.૧૬૮%** નીલ ૨૫.૧૬૮%** નીલ ૨૫.૧૬૮%** નીલ
જે કંપની (૦૧.૧૦.૨૦૧૯ પછી રજિસ્ટર્ડ થયેલ હોય અને ૩૧.૦૩.૨૦૨૩ કે ત્યાં સુધી માં ઉત્પાદન ચાલુ કરી દીધેલ હોય) જે નિર્દિષ્ટ કરવામાં આવેલ શરતો નું પાલન કરતી હોય અને અમુક નિર્દેશિત કપાતો અને માફીઓનો લાભ  ન લે અને ખોટ તથા કેરી ફોરવર્ડ લોસ અને અનએબ્સોર્બડ ડેપ્રિસિએશન નો લાભ ન લે ૧૭.૧૬%** નીલ ૧૭.૧૬%** નીલ ૧૭.૧૬%** નીલ
અન્ય કંપની ૩૧.૨૦% ૧૫.૬૦% ૩૩.૩૮૪%* ૧૬.૬૯૨%* ૩૪.૯૪૪%* ૧૭.૪૭૨%*
ફોરેન કંપની ૪૧.૬૦%^ ૧૫.૬૦%^# ૪૨.૪૩૨%^ ૧૫.૯૧૨%^# ૪૩.૬૮%^ ૧૬.૩૮%^#

* આવક રૂ. ૧ કરોડ થી રૂ. ૧૦ કરોડ સુધી હોય તો ટેક્સ + ૪.૦૦ % સેસ + ૭.૦૦ % સરચાર્જ, આવક રૂ. ૧૦ કરોડ થી વધુ હોય તો ટેક્સ + ૪.૦૦ % સેસ + ૧૨.૦૦ % સરચાર્જ

** ૨૨.૦૦% ટેક્સ + ૪.૦૦ % સેસ +૧૦.૦૦ % સરચાર્જ

^ આવક રૂ. ૧ કરોડ થી રૂ. ૧૦ કરોડ સુધી હોય તો ટેક્સ + ૪.૦૦ % સેસ + ૨.૦૦ % સરચાર્જ, આવક રૂ. ૧૦ કરોડ થી વધુ હોય તો ટેક્સ + ૪.૦૦ % સેસ +                        ૫.૦૦ % સરચાર્જ

# જો MAT લાગુ પડે તો

 

  • ડિવિડન્ડ આવક જે ૩૧/૦૩/૨૦૨૦ સુધી કરમુક્ત હતી તે ૦૧/૦૪/૨૦૨૦ થી કરપાત્ર થશે તથા આ ડિવિડન્ડ આવક સામે વ્યાજ સિવાયના કોઈ પણ ખર્ચા બાદ મળશે નહિ અને આવું વ્યાજ પણ ડિવિડન્ડ આવક ના ૨૦% થી વધુ બાદ મળશે નહિ. તથા જો કંપની વ્યક્તિગત શેરહોલ્ડર ને રૂ. ૫,૦૦૦ થી વધુ નું ડિવિડન્ડ ચુકવશે તો તેના ઉપર ટી.ડી.એસ. કરશે. મ્યુચુઅલ ફંડ એકમો પણ આવક ની વહેચણી રૂ. ૫,૦૦૦ ઉપર કરે તો ૧૦% ટી. ડી. એસ. કરશે.

 

  • હાલ માં વેપાર કે ધંધા નું કુલ વેચાણ / ટર્નઓવર રૂ. ૧ કરોડ થી વધુ હોય તો ઓડિટ ને પાત્ર થાય છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ થી ઓડિટ માટે ના વેચાણ / ટર્નઓવર ની લિમિટ રૂ. ૫ કરોડ કરવામાં આવેલ છે. પરંતુ તે માટે ધંધા માં રોકડ માં મળેલ આવક કુલ ટર્નઓવર ના ૫% કરતા વધુ ના હોવી જોઈએ તેમજ રોકડ માં ચુકવણું કુલ ચુકવણા ના ૫% કરતા વધુ ના હોવી જોઈએ.

 

(સંપાદક નોંધ: ઓડિટ માટે આ વધારાની લિમિટ નો લાભ લેવો હોય તો જે શરતો આપી છે તે જમીની સ્તરે કોઈ કરદાતાને લાભ મળશે તે એક મોટો પ્રશ્ન છે)

 

  • જે કરદાતા આવકવેરા કાયદા હેઠળ ઓડિટ ને પાત્ર હોય તેમની ઓડિટ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર જ રહેશે. તથા ઓડિટ પૂર્ણ કર્યા પછી આવકવેરા નું રીટર્ન રજુ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર રહેશે. ભાગીદારી પેઢી ના વર્કિંગ તથા નોન વર્કિંગ પાર્ટનર બધા માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર રહેશે.
  • ટી.સી.એસ.(TCS) (ટેક્સ કલેકટેડ એટ સોર્સ) નો વ્યાપ નીચે મુજબ વધારવા માં આવ્યો છે. (અમલી તારીખ ૦૧.૧૦.૨૦૨૦)
    • વિદેશી ટુર પ્રોગ્રામ ના વેચેનાર, ખરીદનાર પાસે થી કોઈ પણ રકમ મેળવે તો તેના ઉપર ૫% ના દરે ટી.સી.એસ. વસૂલશે. જો ખરીદનાર પાસે પાન અથવા આધાર નહિ હોય તો ૫% ના બદલે ૧૦% ના દરે ટી.સી.એસ. વસૂલાશે.

 

  • માલ વેચનાર વ્યક્તિ જેનું પાછલા વર્ષ નું ટર્નઓવર રૂ. ૧૦ કરોડ થી વધુ હોય અને જો તે કોઈ વ્યક્તિ પાસેથી માલ પેટે રૂ. ૫૦ લાખ થી વધુ રકમ મેળવે તો તેવા વ્યક્તિ પાસેથી મેળવેલ રકમ ઉપર ૦.૧% ના દરે ટી.સી.એસ. વસૂલશે. જો પૈસા આપનાર પાસે પાન અથવા આધાર નહિ હોય તો ૦.૧% ના બદલે ૧% ના દરે ટી.સી.એસ. વસૂલાશે.

 

  • ટેક્નિકલ સેવાઓ ઉપર ૨% ટી. ડી. એસ. ની જોગવાય કરવામાં આવેલ છે. અગાવ આ સેવાઓ ઉપર ૧૦% ટી. ડી. એસ. ની જોગવાય હતી.

 

  • ટી.ડી.એસ.(TDS) ની નવી કલમ 194N નીચે મુજબ છે જે તારીખ ૦૧.૦૭.૨૦૨૦ થી અમલી બનશે.
    • ટી.ડી.એસ કાપવા ની જવાબદારી દરેક બેંક, કો ઓપેરેટીવ સોસાયટી જે બેન્કિંગ વ્યવસાય સાથે સંકળાયેલ છે તથા પોસ્ટ ઓફીસ ની રહેશે.
    • જો કોઈપણ વ્યક્તિ (રોકડ ઉપાડનાર) પોતાના એક કે વધુ પ્રકાર ના બેન્ક ખાતા (સેવિંગ, કરન્ટ કે સીસી) માંથી રૂ. ૧ કરોડ કે તેથી વધારે રકમ (એક સાથે કે ટુકડે ટુકડે) રોકડ માં ઉપાડે તો રૂ. ૧ કરોડ થી વધારાની રકમ ઉપર ૨.૦૦ % લેખે ટી.ડી.એસ. કરવામાં આવશે.
    • જો કોઈ વ્યક્તિએ (રોકડ ઉપાડનારે) છેલ્લા ત્રણ વર્ષ ના આવકવેરા ના રિટર્ન ભરેલ ન હોય તો તેવા કિસ્સા માં રૂ. ૨૦ લાખ થી વધુ અને રૂ. ૧ કરોડ સુધીના રોકડ ઉપાડ પર ૨% ટી.ડી.એસ અને રૂ. ૧ કરોડ થી વધુ ના ઉપાડ પર ૫.૦૦ % લેખે ટી.ડી.એસ. કરવામાં આવશે.

 

  • કલમ 271AAD મુજબ નાણાંકીય હિસાબો માં કોઈ ખોટી એન્ટ્રી કરવામાં આવેલ હોય કે પછી કોઈ એન્ટ્રી ન કરવામાં આવેલ હોય કે જે કરદાતા ની કરપાત્ર આવક ગણવા સંબંધિત હોય તો, ખોટી એન્ટ્રી ની રકમ કે ન કરેલ એન્ટ્રી ની રકમ જેટલો દંડ ભરવાનો રહેશે.

 

  • કોરોના વાયરસ ને લીધે સરકારે ઘણી રાહતો આપેલ છે જે નીચે મુજબ છે.
  • ના. વર્ષ ૨૦૧૮-૧૯ ના આવકવેરા ના રીટર્ન ભરવાની છેલ્લી તા. ૩૧/૦૩/૨૦૨૦ હતી જેની મુદત વધારી ને તા. ૩૦/૦૬/૨૦૨૦ કરવામાં આવેલ છે.
  • ટી.ડી.એસ. ન કરવા માટેના ફોર્મ ૧૫જી તથા ફોર્મ ૧૫એચ રજુ કરવાની છેલ્લી તા. ૩૦/૦૬/૨૦૨૦ કરવામાં આવેલ છે.
  • ના. વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવકવેરા માંથી કપાત લેવા માટે ના માન્ય રોકાણોમાં રોકાણ કરવાની છેલ્લી તા.  ૩૧/૦૩/૨૦૨૦ હતી જેની મુદત વધારી ને ૩૦/૦૬/૨૦૨૦ કરવામાં આવેલ છે.
  • મૂડી નફા માંથી ટેક્સ ની બચત કરવા માટે ની રોકાણ ની મુદત વધારી ને ૩૦/૦૬/૨૦૨૦ કરવામાં આવેલ છે.
  • આધાર અને પાન કાર્ડ લિંક કરવાની મુદત ૩૧/૦૩/૨૦૨૦ હતી જે વધારી ને ૩૦/૦૬/૨૦૨૦ કરવામાં આવેલ છે.

આ લેખ માં આવકવેરાના ફેરફારો ને સરળ ભાષામાં આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો 9879229290 ઉપર વોટ્સ એપ અથવા shahashishp@gmail.com ઉપર ઇ મેઇલ કરી શકો છો.

 

error: Content is protected !!