01 ઓક્ટોબર થી સરકારી કચેરીઓ માટે GST-TDS કરવું ફરજિયાત: આ છે તે અંગે ની સાદી સમજ

Spread the love
Reading Time: 3 minutes

G.S.T. હેઠળ TDS કરવા સબંધી નિયમો ની સાદી ભાષા માં સમજ:

by ભવ્ય  પોપટ, એડવોકેટ, મો. 9924121700

 

  • GST હેઠળ TDS તે ઇન્કમ ટેક્સ હેઠળ ના TDS થી તદન અલગ બાબત છે. ઇન્કમ ટેક્સ હેઠળ TDS કરવાની જવાબદારી ને GST-TDS થી કોઈ ફેર પડતો નથી.

 

  • 01.10.2018 થી GST હેઠળ નો TDS અમલી બન્યો છે.

 

  • GST એ ત્રણ કાયદાઓ માં વહેચાયેલો છે. 1. સેંટ્ર્લ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 3. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ.

 

  • સરકારી કચેરી, સરકારી ખાતા, નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, જાહેર સાહસો (LIC, SBI) વગેરે સરકારી એકમો ઉપર TDS કરવાની જવાબદારી નાખવામાં આવેલ છે.

 

  • જ્યારે પણ સરકારી કચેરી કોઈ એવા વ્યક્તિ ને કોન્ટ્રાક્ટ આપે જે પોતાના રાજ્ય માજ છે ત્યારે GST-TDS સેંટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- 1 % , 2. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- 1%, હેઠળ કરવાનો રહે છે.

 

  • પણ જ્યારે સરકારી કચેરી કોઈ એવા વ્યક્તિ ને કોન્ટ્રાક્ટ આપે જે પોતાના રાજ્ય બહાર છે તો GST-TDS એ ઇન્ટિગ્રેટેડ GST હેઠળ 2 % ના દરે થશે.

 

  • આ GST-TDS, સેંટ્રલ GST હેઠળ 1 % તથા સ્ટેટ GST હેઠળ 1% કરવાનો રહે છે. આમ, કુલ 2 % TDS કરવાની ફરજ રહે છે.

 

  • જ્યારે માલ કે સેવા આપનાર વ્યક્તિ અન્ય રાજ્ય ના હોય તો તેવા કિસ્સા માં IGST કાયદા પ્રમાણે કુલ 2% GST-TDS કરવાનો રહેશે.

 

  • આ GST-TDS, માલ અને સેવા બંને માં કરવાનો રહે છે.

 

  • આ GST-TDS કરપાત્ર માલ કે સેવા મેળવવામાં આવે તો જ કરવાનો રહે છે. કોઈ કિસ્સા માં કોઈ અનાજ નો વેપારી જે અનાજ પૂરું પાડે (અનાજ GST હેઠળ કરમુક્ત છે) તો આવા સંજોગો માં GST-TDS કરવાનો રહે નહીં.

 

  • જ્યારે કોન્ટ્રાક્ટ ની રકમ (ટેન્ડર ની રકમ) 2.5 લાખ થી વધુ હોય તો જ GST-TDS કરવાની જવાબદારી આવશે. ટેન્ડર ની રકમ જ્યારે 5 થી ઓછી હોય, તો GST-TDS કરવાની જરૂરિયાત રહેતી નથી.

 

  • GST-TDS કરવા જવાબદાર વ્યક્તિ એ TAN (ઇન્કમ ટેક્સ ના TAN) અથવા PAN આધારિત નંબર મેળવી શકે છે. જેમની પસી TAN છે તેમણે TAN આધારિત નંબર લેવા હિતાવહ છે.

 

  • GST-TDS નંબર લેવા માટે કચેરી નો PAN અથવા TAN ઓફિસ ના સરનામા ના પુરાવા જેવા કે ઇલેક્ટ્રીક બિલ, વેરા પહોચ, સરકારી ફાળવણી આદેશ આપવાનો રહે છે. આ ચૂકવણું કરનાર જવાબદાર અધિકારી ના PAN તથા ફોટો આપવાનો રહે છે.

 

  • GST-TDS મળી ગયા પછી, જ્યારે કોઈ રકમ ની ચુકવણી કરવામાં આવે ત્યારે 2% રકમ કાપી પછી ના મહિના ના 10 દિવસ સુધીમાં GST-TDS હેઠળ ભરી દેવાની રહેશે.

 

  • આ GST-TDS ભરી આપ્યા ના 5 દિવસ માં આ અંગે નું એક સર્ટિફિકેટ જેમનો GST-TDS કાપવામાં આવ્યું છે તેમને આપવાનું રહેશે. જો સરકારી કચેરી GST-TDS ભર્યા ના 5 દિવસ માં આ સર્ટિફિકેટ ના આપે તો તેમને રોજ ના રૂ. 200/- (બે કાયદા હેઠળ 100+100) ની લેઈટ ફી ભરવાની થશે.

 

  • GST-TDS જે વ્યેકતી નો કપાશે તેમને તેમના કેશ લેજર માં આ GST-TDS જોવા મળશે.

 

  • GST-TDS કરવા જવાબદાર વ્યક્તિ જો GST-TDS નહીં કરે કે કરી ને સરકારી તિજોરી માં જમા નહીં કરાવે તો તેમને 18% લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે.

 

  • GST-TDS કરવા જવાબદાર વ્યક્તિ GST-TDS કરવા માં ચૂક કરે અથવા GST-TDS કરી સરકારી તિજોરી માં ભરવામાં ચૂક કરે તો રૂ. 10000/- અથવા ટેક્સ ની રકમ બે માથી જે વધુ હોય તેટલી રકમ નો દંડ થઈ શકે.

 

  • GST-TDS કરનાર સરકારી કચેરી ને બે ઓપ્શન આપવામાં આવ્યા છે.
  1. તે દર મહિને એક સાયુક્ત ચલણ ભારે.
  2. તે જેમ પેમેન્ટ કોઈ વ્યક્તિ ને કરે તેની સાથેજ તેનું ચલણ તરત ભરી આપે.

 

  • જો કોઈ કોન્ટ્રાક્ટ 1.10.2018 પહેલા થયેલ હોય પણ પેમેન્ટ હવે કરવામાં આવતું હોય, તો 1.10.2018 બાદ થતાં પેમેન્ટ પર GST-TDS કરવાનો રહે છે.

 

  • જે મહિના માં GST-TDS કરવામાં આવ્યો છે તે મહિનાઓ માટેજ GST-TDS રિટર્ન ભરવાનું રહેશે.

 

  • GST-TDS રિટર્ન ભરવાનું ફોર્મ GSTR-7 છે.

 

  • GST-TDS જેમનું કરવામાં આવ્યું છે તેમને આ GST-TDS નું સર્ટિફિકેટ ફોર્મ GSTR-7A માં દર્શાવવા માં આવશે.

 

આશા રાખું છું કે આ લેખ GST-TDS કરનાર ને ઉપયોગી નીવડશે.

error: Content is protected !!
18108