01 ઓક્ટોબર થી સરકારી કચેરીઓ માટે GST-TDS કરવું ફરજિયાત: આ છે તે અંગે ની સાદી સમજ
Reading Time: 3 minutes
G.S.T. હેઠળ TDS કરવા સબંધી નિયમો ની સાદી ભાષા માં સમજ:
– by ભવ્ય પોપટ, એડવોકેટ, મો. 9924121700
- GST હેઠળ TDS તે ઇન્કમ ટેક્સ હેઠળ ના TDS થી તદન અલગ બાબત છે. ઇન્કમ ટેક્સ હેઠળ TDS કરવાની જવાબદારી ને GST-TDS થી કોઈ ફેર પડતો નથી.
- 01.10.2018 થી GST હેઠળ નો TDS અમલી બન્યો છે.
- GST એ ત્રણ કાયદાઓ માં વહેચાયેલો છે. 1. સેંટ્ર્લ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 3. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ.
- સરકારી કચેરી, સરકારી ખાતા, નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, જાહેર સાહસો (LIC, SBI) વગેરે સરકારી એકમો ઉપર TDS કરવાની જવાબદારી નાખવામાં આવેલ છે.
- જ્યારે પણ સરકારી કચેરી કોઈ એવા વ્યક્તિ ને કોન્ટ્રાક્ટ આપે જે પોતાના રાજ્ય માજ છે ત્યારે GST-TDS સેંટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- 1 % , 2. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- 1%, હેઠળ કરવાનો રહે છે.
- પણ જ્યારે સરકારી કચેરી કોઈ એવા વ્યક્તિ ને કોન્ટ્રાક્ટ આપે જે પોતાના રાજ્ય બહાર છે તો GST-TDS એ ઇન્ટિગ્રેટેડ GST હેઠળ 2 % ના દરે થશે.
- આ GST-TDS, સેંટ્રલ GST હેઠળ 1 % તથા સ્ટેટ GST હેઠળ 1% કરવાનો રહે છે. આમ, કુલ 2 % TDS કરવાની ફરજ રહે છે.
- જ્યારે માલ કે સેવા આપનાર વ્યક્તિ અન્ય રાજ્ય ના હોય તો તેવા કિસ્સા માં IGST કાયદા પ્રમાણે કુલ 2% GST-TDS કરવાનો રહેશે.
- આ GST-TDS, માલ અને સેવા બંને માં કરવાનો રહે છે.
- આ GST-TDS કરપાત્ર માલ કે સેવા મેળવવામાં આવે તો જ કરવાનો રહે છે. કોઈ કિસ્સા માં કોઈ અનાજ નો વેપારી જે અનાજ પૂરું પાડે (અનાજ GST હેઠળ કરમુક્ત છે) તો આવા સંજોગો માં GST-TDS કરવાનો રહે નહીં.
- જ્યારે કોન્ટ્રાક્ટ ની રકમ (ટેન્ડર ની રકમ) 2.5 લાખ થી વધુ હોય તો જ GST-TDS કરવાની જવાબદારી આવશે. ટેન્ડર ની રકમ જ્યારે 5 થી ઓછી હોય, તો GST-TDS કરવાની જરૂરિયાત રહેતી નથી.
- GST-TDS કરવા જવાબદાર વ્યક્તિ એ TAN (ઇન્કમ ટેક્સ ના TAN) અથવા PAN આધારિત નંબર મેળવી શકે છે. જેમની પસી TAN છે તેમણે TAN આધારિત નંબર લેવા હિતાવહ છે.
- GST-TDS નંબર લેવા માટે કચેરી નો PAN અથવા TAN ઓફિસ ના સરનામા ના પુરાવા જેવા કે ઇલેક્ટ્રીક બિલ, વેરા પહોચ, સરકારી ફાળવણી આદેશ આપવાનો રહે છે. આ ચૂકવણું કરનાર જવાબદાર અધિકારી ના PAN તથા ફોટો આપવાનો રહે છે.
- GST-TDS મળી ગયા પછી, જ્યારે કોઈ રકમ ની ચુકવણી કરવામાં આવે ત્યારે 2% રકમ કાપી પછી ના મહિના ના 10 દિવસ સુધીમાં GST-TDS હેઠળ ભરી દેવાની રહેશે.
- આ GST-TDS ભરી આપ્યા ના 5 દિવસ માં આ અંગે નું એક સર્ટિફિકેટ જેમનો GST-TDS કાપવામાં આવ્યું છે તેમને આપવાનું રહેશે. જો સરકારી કચેરી GST-TDS ભર્યા ના 5 દિવસ માં આ સર્ટિફિકેટ ના આપે તો તેમને રોજ ના રૂ. 200/- (બે કાયદા હેઠળ 100+100) ની લેઈટ ફી ભરવાની થશે.
- GST-TDS જે વ્યેકતી નો કપાશે તેમને તેમના કેશ લેજર માં આ GST-TDS જોવા મળશે.
- GST-TDS કરવા જવાબદાર વ્યક્તિ જો GST-TDS નહીં કરે કે કરી ને સરકારી તિજોરી માં જમા નહીં કરાવે તો તેમને 18% લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે.
- GST-TDS કરવા જવાબદાર વ્યક્તિ GST-TDS કરવા માં ચૂક કરે અથવા GST-TDS કરી સરકારી તિજોરી માં ભરવામાં ચૂક કરે તો રૂ. 10000/- અથવા ટેક્સ ની રકમ બે માથી જે વધુ હોય તેટલી રકમ નો દંડ થઈ શકે.
- GST-TDS કરનાર સરકારી કચેરી ને બે ઓપ્શન આપવામાં આવ્યા છે.
- તે દર મહિને એક સાયુક્ત ચલણ ભારે.
- તે જેમ પેમેન્ટ કોઈ વ્યક્તિ ને કરે તેની સાથેજ તેનું ચલણ તરત ભરી આપે.
- જો કોઈ કોન્ટ્રાક્ટ 1.10.2018 પહેલા થયેલ હોય પણ પેમેન્ટ હવે કરવામાં આવતું હોય, તો 1.10.2018 બાદ થતાં પેમેન્ટ પર GST-TDS કરવાનો રહે છે.
- જે મહિના માં GST-TDS કરવામાં આવ્યો છે તે મહિનાઓ માટેજ GST-TDS રિટર્ન ભરવાનું રહેશે.
- GST-TDS રિટર્ન ભરવાનું ફોર્મ GSTR-7 છે.
- GST-TDS જેમનું કરવામાં આવ્યું છે તેમને આ GST-TDS નું સર્ટિફિકેટ ફોર્મ GSTR-7A માં દર્શાવવા માં આવશે.
આશા રાખું છું કે આ લેખ GST-TDS કરનાર ને ઉપયોગી નીવડશે.