01.07.17 પછી અરજી કરીને નવા GST નંબર લીધા છે તેમના ધંધાની SGST વીભાગ દ્વારા સ્થળ તપાસ

Spread the love
Reading Time: < 1 minute

તા. 15.12.2018
૦૧/૦૭/૨૦૧૭ થી ૧૪/૧૨/૨૦૧૮ સુધી માં જેને અરજી કરીને નવા GST નંબર લીધા છે.તેના સર્વે માટે વેચાણવેરો નિરીક્ષકશ્રી તમારા ધંધા ના સ્થળની રૂબરૂ મુલાકાત તા.૧૫/૧૨/૨૦૧૮ થી તા.15.01.2019 દરમીયાન લેશે તેથી આપશ્રીઓને નીચેની વિગત તૈયાર રાખવી.

રુલ મુજબ GST નંબર બોર્ડ ઉપર લખેલો હોવો જોઈએ.
બીલ બુક (ખરીદ-વેચાણ), હાજર સ્ટોક, રોજમેળ, Composition Dealer હોય તો બોર્ડ મુકવુ કે “COMPOSITION DEALER NOT COLLECTING TAX” 
મળતી માહીતી મુજબ નીરીક્ષકે(Inspector) દરરોજ ની 5 વીઝીટ ફરજીયાત પણે કરવાની છે

અને બીજી મળતી માહીતી મુજબ નીરીક્ષક ને વીઝીટ કરવાનું લીસ્ટ ની વીગત ઉપરની ઓફીસોમાં થી તૈયાર કરી ને આપવામાં આવી છે. સ્થળ ઉપર વીઝીટ કર્યા પછી નીરીક્ષકે  જીએસટી રુલ 25 મુજબ ધંધાના સ્થળનો ફોટોગ્રાફ પણ પાડવાનો હોય છે
ધંધાના સ્થળ પર જીએસટી નંબર લખવો દરેક નવા ત્થા જુના એમ બન્ને વેપારીએ ફરજીયાત હોય સામાન્ય ભંગ બદલ મોટી પેનલ્ટી ની જોગવાઈ કરવામાં આવેલ હોય આ નીયમ નું પાલન થાય અને આ મેસેજ દરેક જીએસટી નંબર ધરાવતા હોય તેમને પહોચતો થાય તે વેપારીના હીતમાં છે

GST મા જેટલા નવા ડીલર્સનુ રજીસ્ટ્રેશન થયેલ છે તેઓની સ્થળ તપાસ SGST દ્વારા શરૂ કરવામાં આવી છે તેમનું નીયમ નમુનાનું ફોર્મ  – લલીત ગણાત્રા પ્રેસ રીપોર્ટર ટેક્ષ ટુડે 

error: Content is protected !!