05 ઓગસ્ટ થી લાગુ થઈ જશે ગુજરાત માં નવા સ્ટેમ્પ ડ્યુટી ના વધારેલા દર
તા: 04.08.2019, ઉના: ગુજરાત સરકાર દ્વારા બજેટ માં કરવામાં આવેલ સ્ટેમ્પ ડ્યુટી માં વધારા નો પ્રસ્તાવ વિધાનસભા માં પાસ થતા તથા રાજ્યપાલ ની મંજૂરી મળતા તેની અમલવારી 05.08.2019 થી લાગુ કરવા અંગે જાહેરનામું 03 ઓગસ્ટ ના રોજ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ નવા વધારેલા સ્ટેમ્પ ડ્યુટી ના દરો 05 ઓગસ્ટ થી લાગુ થઈ જશે. હવે પછી સ્ટેમ્પ ઉપર કરવામાં આવતા દસ્તાવેજો માં જો જૂની સ્ટેમ્પ ડ્યુટી હશે તો આ દસ્તાવેજો માન્ય ગણાશે નહીં.
ટેક્સ ટુડે સાથે વાત કરતા વલસાડ ના એડવોકેટ ઉમેશ ગુજ્જર જણાવે છે કે 05 ઓગસ્ટ થી નવા સ્ટેમ્પ ડ્યુટી ના દરો લાગુ થઈ જતા જે દસ્તાવેજો પર જુના દર પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વાપરેલ છે તે દસ્તાવેજો ને માન્ય ગણવા વધારાની સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડશે. ઉના ખાતે રેવન્યુ પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ એડવોકેટ દીપકભાઈ પોપટ જણાવે છે કે 05 ઓગસ્ટ જેવી તરીખો થી આ પ્રકારના સુધારા દાખલ કરવા ખરેખર ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે. આવતીકાલ થી રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સ એ ખાસ આ બાબતે ધ્યાન રાખવાનું રહેશે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે