1 કરોડ ઉપર રોકડ ઉપાડ કરો છો??? આ સંજોગો માં હવે નહીં કપાઈ TDS!!!

Spread the love
Reading Time: < 1 minute

ખેતીવાડી ઉત્પન્ન  બજાર સમિતિ માં નોંધાયેલ કરદાતા ને રોકડ ઉપાડ પર TDS માથી મુક્તિ!!!

તા. 22.09.2019: ઇન્કમ ટેકસ નું નિયમન કરતી સંસ્થા સીબીડીટી દ્વારા 20 સપ્ટેમ્બર ના રોજ મહત્વ નું જાહેરનામું બહાર પડી A P M C એટલેકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હેઠળ નોંધાયેલ કમિશન એજન્ટ અથવા વેપારી ને અમુક શરતો ને આધીન બેન્ક, પોસ્ટ ઓફિસ વગેરે માં રોકડ ઉપાડ ઉપર થવા પાત્ર 2% TDS માંથી મુક્તિ આપેલ છે. આ શરતો નીચે મુજબ છે.

APMC સાથે નોંધાયેલ કમિશન એજન્ટ અથવા વેપારીએ

  1. પોતે ક્યાં ખાતા માથી 1 કરોડ ઉપર ની રકમ ઉપાડવા માંગે છે તે અંગે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ને ને જાણ કરવાની રહેશે.

 

  1. પોતાનો PAN બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ને આપવાનો રહેશે.

 

  1. પોતે 1 કરોડ થી વધુ ઉપાડ ક્યાં વર્ષ માટે કરે છે તે અંગે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ને જાણ કરવાની રહેશે.

 

  1. એક ડિકલેરેશન આપવાનું રહેશે કે આ ઉપડેલ રકમ નો ઉપયોગ ખેડૂત પાસે થી કરેલ ખેત ઉત્પાદન ખરીદવા કરશે.

 

  1. APMC માં પોતે રજિસ્ટર્ડ છે તે અંગે પુરાવા બેન્ક કે પોસ્ટ ઓફિસ ને આપવાના રહેશે.

 

બેન્ક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા રજૂ કરવામાં આવેલ PAN સાચો છે તથા એ કમિશન એજન્ટ કે વેપારી APMC સાથે રજિસ્ટર્ડ છે તે બાબત ની ખરાઈ કરવાની રહેશે.

આ નિયમ 01 સપ્ટેમ્બર થી લાગુ કરવામાં આવ્યો છે. રોકડ રકમ ઉપર TDS ની જોગવાઈ જ્યારથી દાખલ કરવામાં આવી હતી ત્યાર થી આ જોગવાઇને મોટા પાયે ખેડૂત તથા ખેતી જન્ય ઉદ્યોગ વિરુદ્ધ ગણવામાં આવી રહી હતી. સમયસર આ અંગે યોગ્ય નિર્ણય લઈ આ ફરિયાદ ને શાંત કરી આપવામાં આવેલ છે જે ખરેખર આવકારદાયક છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!