1 જાન્યુવારી થી થઈ શકે છે નવા નાણાકીય વર્ષની શરૂવાત: શુ થશે આ બજેટ માં જાહેરાત??

Spread the love
Reading Time: 2 minutes

[review]ઉના, તા: 22.01.19: ભારતીય નાણાકીય વર્ષ ની શરૂવાત 01 એપ્રિલ ના રોજ શરૂ થઇ 31 માર્ચ ના રોજ આ વર્ષ પૂર્ણ થતું હોય છે. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સરકાર નાણાકીય વર્ષે ને 01 એપ્રિલ ના બદલે 01 ડિસેમ્બર થી કરવા ની મહત્વપૂર્ણ ઘોષણા ટૂંક સમય માં કરવા જઈ રહી છે. શુ આ ઘોષણા આ બજેટ માં કરવામાં આવશે?? આ પ્રશ્ન હાલ ચર્ચા નો વિષય બની રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ ફેરફાર કરવાનું કારણ, નાણાકીય વર્ષ ને ખેતી ની પ્રક્રિયા ને વધુ અનુરૂપ બનાવવા ના હેતુથી છે. આ અંગે સ્થાપવામાં આવેલ કમિટી એ આ અંગે પોતના અહેવાલ માં હકારાત્મક અભિપ્રાય આપી ચુક્યા ના પણ અહેવાલો છે. આ કમિટીએ આ નિર્ણય થી ખેતી, ધંધા તથા ઉદ્યોગ, ટેકસ સિસ્ટમ વગેરે ઉપર થનાર અસર નો અભ્યાસ કરી પોતાનો રિપોર્ટ સરકાર ને સોંપ્યો છે.

આ સરકારે પોતાના કાર્યકાળ દરમ્યાન રેલ બજેટ તથા આમ બજેટ ની અલગ અલગ ઘોષણા ની જગ્યાએ એક સાથે રજુ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત વર્ષો જૂની પરંપરા મુજબ આમ બજેટ 28 ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવતું હતું. જે બજેટ મોટાભાગે 2 મહિને એટલેકે મેં મહિનામાં પાસ કરવામાં આવતું. આ પ્રથા ને બદલી 2016 થી બજેટ 01 ફેબ્રુઆરીમાં ના રોજ રજૂ કરવાનું શરૂ કર્યું. આમ કરવાથી બજેટ સમયસર પાસ કરી 01 એપ્રિલ થી લાગુ કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. પરંતું નોટબંધી ની કહેવાતી અસફળતા તથા જી.એસ.ટી. સંચાલન માં પડેલ મુશ્કેલી ઓ બાદ સરકાર આવા “બોલ્ડ” નિર્ણય લેવા આગળ આવશે કે “પ્લે સેફ” ના સિદ્ધાંત અપનાવી આ બજેટ ને માત્ર લોકપ્રિય બજેટ તરીકે આપશે તે પણ એક રસપ્રદ બાબત રહેશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ ના દેશોમાં અલગ અલગ પ્રકાર ના નાણાકીય વર્ષ રહેતા હોય છે. સૌથી વધુ દેશો માં જાન્યુવારી થી ડિસેમ્બર નું વર્ષ જ નાણાંકીય વર્ષ તરીકે રહેતું હોય છે. વિવિધ દેશો ના નાણાકીય વર્ષ ની વિગતો આ લેખ ની સાથે ની ઇમેજ માં આપેલ છે. લલિત ગણાત્રા, જેતપુર સાથે ભવ્ય પોપટ ટેક્સ ટુડે

[news_box style=”1″ show_more=”on”]

 

error: Content is protected !!