1 કરોડ ઉપર રોકડ ઉપાડ કરો છો??? આ સંજોગો માં હવે નહીં કપાઈ TDS!!!
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં નોંધાયેલ કરદાતા ને રોકડ ઉપાડ પર TDS માથી મુક્તિ!!!
તા. 22.09.2019: ઇન્કમ ટેકસ નું નિયમન કરતી સંસ્થા સીબીડીટી દ્વારા 20 સપ્ટેમ્બર ના રોજ મહત્વ નું જાહેરનામું બહાર પડી A P M C એટલેકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હેઠળ નોંધાયેલ કમિશન એજન્ટ અથવા વેપારી ને અમુક શરતો ને આધીન બેન્ક, પોસ્ટ ઓફિસ વગેરે માં રોકડ ઉપાડ ઉપર થવા પાત્ર 2% TDS માંથી મુક્તિ આપેલ છે. આ શરતો નીચે મુજબ છે.
APMC સાથે નોંધાયેલ કમિશન એજન્ટ અથવા વેપારીએ
- પોતે ક્યાં ખાતા માથી 1 કરોડ ઉપર ની રકમ ઉપાડવા માંગે છે તે અંગે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ને ને જાણ કરવાની રહેશે.
- પોતાનો PAN બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ને આપવાનો રહેશે.
- પોતે 1 કરોડ થી વધુ ઉપાડ ક્યાં વર્ષ માટે કરે છે તે અંગે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ને જાણ કરવાની રહેશે.
- એક ડિકલેરેશન આપવાનું રહેશે કે આ ઉપડેલ રકમ નો ઉપયોગ ખેડૂત પાસે થી કરેલ ખેત ઉત્પાદન ખરીદવા કરશે.
- APMC માં પોતે રજિસ્ટર્ડ છે તે અંગે પુરાવા બેન્ક કે પોસ્ટ ઓફિસ ને આપવાના રહેશે.
બેન્ક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા રજૂ કરવામાં આવેલ PAN સાચો છે તથા એ કમિશન એજન્ટ કે વેપારી APMC સાથે રજિસ્ટર્ડ છે તે બાબત ની ખરાઈ કરવાની રહેશે.
આ નિયમ 01 સપ્ટેમ્બર થી લાગુ કરવામાં આવ્યો છે. રોકડ રકમ ઉપર TDS ની જોગવાઈ જ્યારથી દાખલ કરવામાં આવી હતી ત્યાર થી આ જોગવાઇને મોટા પાયે ખેડૂત તથા ખેતી જન્ય ઉદ્યોગ વિરુદ્ધ ગણવામાં આવી રહી હતી. સમયસર આ અંગે યોગ્ય નિર્ણય લઈ આ ફરિયાદ ને શાંત કરી આપવામાં આવેલ છે જે ખરેખર આવકારદાયક છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.