નવ નિયુક્ત નોટરીશ્રીની ઓનલાઇન કાર્યવાહીને લઈને વકીલો વ્યસ્ત અને ત્રસ્ત…

Spread the love
Reading Time: < 1 minute

પ્રતિનિધિ દ્વારા
તા.૧૫-૦૯-૨૦૨૪

ગુજરાત રાજ્યના નવ નિયુક્ત નોટરીશ્રી પાસેથી અગાઉ હાર્ડ કોપીમાં તમામ ડોક્યુમેન્ટ દિલ્હી હેડ ઓફિસે મંગાવ્યા હતા અને મળતી માહિતી પ્રમાણે તે લાઇસન્સ સર્ટિફિકેટ પણ હાર્ડ કોપીમાં પોસ્ટ કે કુરિયર દ્વારા જે તે નોટિરિશ્રીને મોકલી આપવામાં આવશે તેવી માહિતી હતી પરંતુ ટૂંક સમયમાં થયેલ પરિપત્ર પ્રમાણે કહી શકાય કે હવે આ ડોક્યુમેન્ટને સોફ્ટ કોપીમાં નોટરીની તાજેતરમાં લોન્ચ કરેલ નવી વેબસાઈટ પર અપલોડ કરવાના છે અને નોટરી લાયસન્સ નું સર્ટિફિકેટ પણ શક્ય છે સોફ્ટ કોપીમાં જ મળી જાય, આમ જોવા જઈએ તો આ આવકાર દાયક પગલું કહી શકાય પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી વકીલો વ્યસ્ત અને ત્રસ્ત પણ છે કારણ કે નોટરીની કાર્યવાહી માટે બનાવેલ આ પોર્ટલ સંપૂર્ણ રીતે સજ્જ નથી આમ બનવા પાછળનું કારણ પૂર્વ તૈયારી કે આયોજન વગર વહેલું પોર્ટલ લોન્ચ કરેલ હોય તેવું અનુભવાય છે, આ દિવસો એ દિવસોની યાદ તાજી કરાવે છે કે જ્યારે જીએસટી ઇન્કમટેક્સ ના નવા પોર્ટલની શરૂઆત થઈ હતી ત્યારે પણ વકીલો મોટી સંખ્યામાં મોડી રાત્રી સુધી પોતાની ઓફિસમાં અપલોડ ની કાર્યવાહીમાં લાગ્યા રહેતા હતા. હાલમાં વકીલમિત્રો GUJARAT PROVISIONAL NOTARY WHATS APP GROUPના માદયમથી એકબીજાની મદદ લઈને કાર્યવાહી આગળ ધપાવે છે અને બળાપો કાઢી સંતોષ માને છે. આશા રાખીએ છીએ કે આ પોર્ટલ ખૂબ જ ઝડપી અપેક્ષા પ્રમાણે કાર્ય કરતું થઈ જાય જેથી કરીને સમાજના ઉચ્ચ વર્ગના વકીલ મિત્રો ના ખૂબ જ મહત્વના અને કીમતી માનવ કલાકો નો બગાડ થતો બચી શકે.

પ્રેસ રિપોર્ટર
હર્ષદ ઓઝા (વકીલ)
ઉત્તર ગુજરાત ઝોન

error: Content is protected !!